વેસ્ટ ઝોનનાં ચર્મ રોગ નિષ્ણાંતોની શુક્રવારથી ત્રિ-દિવસીય કોન્ફરન્સ

દેશ વિદેશનાં ચામડી રોગનાં નિષ્ણાંતો તબીબી વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપશે: ડો. રામોતીયા અને ડો. લાલસેતાની ટીમનું આયોજન

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હવે મેડિકલ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. ત્યારે ચર્મરોગ નિષ્ણાંતોની પાંચ રાજયનાં બનેલા વેસ્ટ ઝોનની દ્વિવાર્ષિક કોન્ફરન્સ આગામી દિવસોમાં રાજકોટમાં યોજાઈ રહી છે.જેમાં ચામડીના રોગ અને કોસ્મેટીક ક્ષેત્રે વિશ્ર્વકક્ષાએ થયેલ અધતન શોધ સારવાર અંગે દેશ વિદેશના ચર્મરોગ નિષ્ણાંતો જ્ઞાનની આપ-લે કરશે જેનો સૌરાષ્ટ્રના લોકોને લાભ થશે એમ કોન્ફરન્સના ઓર્ગેનાઈઝીંગ ચેરપર્સન અને જાણીતા ચર્મરોગ નિષ્ણાંત ડો. પી.એમ. રામોતીયા અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો. ચેતન લાલસેતાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. ઈન્ડીયન એસોસીએશન ઓફ ડર્મેટોલોજી વેનેરીયોલોજીસ્ટ એન્ડ લેપ્રોલોજીસ્ટની ગુજરાત બ્રાન્ચના યજમાન પદે તા.૧૫ થી ૧૭ સુધી યોજાનારી આ કોન્ફરન્સ પહેલી વખત રાજકોટ ખાતે યોજાય રહી છે.

જેમાં વિશ્ર્વભરનાં ચામડીના રોગના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહેશે.

આઈ.એ.ડી.વી.એલ.ની વેસ્ટ ઝોનની આ દ્વિવાર્ષિક કોન્ફરન્સના ઓર્ગેનાઈઝીંગ ચેરપર્સન ડો. રામોતીયાના જણાવ્યા અનુસાર વેસ્ટ ઝોનમાંગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવા રાજયનો સમાવેશ થાય છે. આ પાંચ રાજયના ચર્મરોગ નિષ્ણાંતોના એસોસીએન દ્વારા ગુજરાતમાં આ બીજી અને રાજકોટમાં પ્રથમ વખત કોન્ફરન્સ યોજાઈ રહી છે. ચામડીના વિવિધ રોગ જેવા કે ખીલના કારણે ખાડા પડી જવા, એલર્જીક બિમારી, સોરીયાસીસ, ઉંમરનાં કારણે ચહેરા પર કરચલી થવી, હોર્મોનલ ચેન્જીસના કારણે અમુક તકલીફ થવી, ખંજવાળ આવવી, સફેદ ડાઘ (કોઢ) થવા, ફંગશ ઈન્ફેકશનના કારણે ચામડીના રોગ થવા વગેરે અનેક રોગ થતા હોય છે. ચામડીના રોગોમાં મેડીસીન સાથે અમુક કેસમાં કોસ્મેટીક લેઝર ટ્રીટમેન્ટ કરવામા આવતી હોય છે. આ પ્રકારની કોન્ફરન્સ દ્વારા વિશ્ર્વ કક્ષાએ ચામડીના રોગના નિદાન અને સારવારમાં જે અધતન શોધ થઈ હોય એ અંગે નિષ્ણાંત તબીબો માર્ગદર્શન આપતા હોય છે. આ કોન્ફરન્સમાં સંધીવા આર્થરાઈટીસમાં ડર્મેટોલોજીસ્ટ અને ‚મેટોલોજીસ્ટ સાથે મળીને સારવાર કરવી વગેરે વિષયો પર પણ નિષ્ણાંત તબીબો માર્ગદર્શન આપશે.

કોન્ફરન્સના ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી અને જાણીતા ચર્મરોગ નિષ્ણાંત ડો. ચેતન લાલસેતાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, ચર્મરોગ નિષ્ણાત તબીબોની વેસ્ટ ઝોનની આ કોન્ફરન્સ આગામી તા.૧૫,૧૬,૧૭ ડિસે.એમ ત્રણ દિવસ માટે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે યોજાનાર છે. કોન્ફરન્સમાં ૧૦૦૦ જેટલા ચર્મ રોગ નિષ્ણાંત તબીબોને દેશ વિદેશના જાણીતા ચર્મરોગ નિષ્ણાતો માર્ગદર્શન આપશે. તબીબી વિદ્યાર્થીઓ ઈ પેપર, પેપર પ્રેઝન્ટેશન, થિસીસ પેપર રજૂ કરશે. તબીબી વિદ્યાર્થીઓમાટે ખાસ વર્કશોપ રાખવામા આવ્યો છે. જેમાં પેપર પ્રેઝન્ટેશન કઈ રીતે તૈયાર કરી શકાય એ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ચર્મરોગ નિષ્ણાંત તબીબો સરળતાથી પ્રેકટીસ કરી શકે અને આર્થિક આયોજન યોગ્ય રીતે કરી શકે એ માટે ખાસ ઈન્કમટેકસ, જી.એસ.ટી. અને ચર્મરોગ નિષ્ણાંત માટેના મેડિકલ લીગલ લો અંગે નિષ્ણાંતનું લેકચર રાખવામાં આવ્યું છે, જેમાં તબીબને પ્રેકયીસ દરમિયાન અન્ય કોઈ પ્રોબ્લેમ ઉભા ન થાય અને શાંત ચીતે દર્દીની સારી સારવાર કરી શકે એ માટે જ‚રી માર્ગદર્શન આપવામાં આવશે. કોન્ફરન્સમાં જર્મની, થાઈલેન્ડ, મુંબઈ, બેંગ્લોર, અમદાવાદ, વડોદરા, જલંધર, સુરત સહિતના શહેરોમાંથી નિષ્ણાંત ફેકલ્ટી લેકચર લેવા પધારશે.

ડો. રામોતીયા અને ડો. લાલસેતાએ વધુમાં જણાવ્યું હતુ કે, ચર્મરોગ નિષ્ણાંત તબીબોની આ કોન્ફરન્સ ‘ડમોઝોન વેસ્ટ ૨૦૧૭ નો ઉદઘાટન સમારોહ તા.૧૫ ડિસે.ને શુક્રવારે બપોરના ૧૨ કાકે રાખવામાં આવ્યો છે. રાજકોટમાં મેયર ડો. જયમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ સમારંભમાં રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલેશ્ર્વરાનંદજી ખાસ ઉપસ્થિત રહી લેકચર આપશે. આ પ્રસંગે એસોસીએશનના રાષ્ટ્રીય પ્રેસીડન્ટ વડોદરાના ડો. યોગેશ મારફતીયા, પેટ્રન ડો.કે.એમ. આચાર્ય, ડો. ફેની બિલીમોરીયા સહિત જાણીતા ચર્મરોગ નિષ્ણાંતો ઉપસ્થિત રહેશે. સિનિયર ચર્મ રોગ નિષ્ણાંતના બહુમાન કરવામાં આવશે તથા કોન્ફરન્સનાં ઈસોવેનીયરનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવશે.

કોન્ફરન્સના આયોજન માટે પેટ્રન ડો.કે.એમ. આચાર્ય, ડો. ફેની બિલીમોરીયા, આઈ.એ.ડી.વી.એલ. ગુજરાત બ્રાન્ચના પ્રેસીડન્ટ ડો. ભાવેશ દેવાણી, ઓર્ગેનાઈઝીંગ ચેરપર્સન ડો. રામોતીયા, સેક્રેટરી ડો. લાલસેતા સાથે ઓર્ગેનાઈઝીંગ ડો. ચેરપર્સન ડો. મુકેશ પોપટ, ડો. રાજેશ બુધ્ધદેવ, સાયન્ટીફીક કમીટીના ચેરપર્સન ડો.કે.બી. પંડયા, ડો.બેલા શાહ, સાયન્ટીફીક સેક્રેટરી ડો. અશ્મી પંડયા, ટ્રેઝરર ડો. જતીન પટેલ જોઈન્ટ સેક્રેટરી ડો. મુકેશ ‚પારેલીયા, ડો. હેમાંગ દેસાઈ, ડો. પ્રતીક શેઠ કાર્યરત છે. આ ઉપરાંત ડો. સમીર વસાવડા, ડો. સંતોષ રાઠોડ, ડો. ભાવેશ શાહ, ડો. દિપલ ઝાલા, ડો. વિજય કાનાણી, ડો. ચૈતાલી પટેલ, ડો. હર્ષિત રાણપરા, ડો. ભરત ટાંક, ડો. હિતેન્દ્ર પટેલ, ડો. ભારતી પટેલ, ડો. આશા માત્રાવાડીયા, ડો. કિંજલ વસોયા સહિતના તબીબો વિવિધ કમીટીમાં સેવા આપે છે. કોન્ફરન્સનાં મિડિયા કો. ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.

Loading...