Abtak Media Google News

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આગામી ૬ઠ્ઠી ડિસેમ્બરથી ટી-૨૦ સીરીઝનો પ્રારંભ થશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતા મહિને વન-ડે અને ટી-૨૦ ક્રિકેટ સીરીઝ રમાશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે. કિરણ પોલાર્ડને કેપ્ટન તરીકે યાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.

ભારત સામેની આગામી વન-ડે અને ટી-૨૦ સીરીઝમાં કિરણ પોલાર્ડ ટીમની આગેવાની લેશે. જ્યારે નિકોલસ પુરમને ટી-૨૦માં વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

સાયહોપને વન-ડેમાં વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તાજેતરમાં લખનઉ ખાતે અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં ઉચ્ચ પ્રદર્શન કરનાર ખેલાડીઓ ઉપર પસંદગીકારોએ વિશ્વાસ યાવત રાખ્યો છે.

7537D2F3 4

આઈસીસી વર્લ્ડ ટી-૨૦ વર્લ્ડકપ નજીકના સમયમાં રમાશે તે પહેલા વેસ્ટ ઈન્ડિઝ સાથે ભારત ૩ ટી-૨૦ મેચ રમશે. પ્રથમ મેચ આગામી તા.૬ના રોજ હૈદરાબાદ ખાતે રમાશે. ત્યારબાદ બીજો મેચ થીરીવન્પુરમ્ અને ત્રીજો મેચ તા.૧૧ના રોજ મુંબઈ ખાતે રમાશે. આ ઉપરાંત આગામી તા.૧૫ના રોજ પ્રથમ ઓડીઆઈ રમાશે. આ મેચ ચેન્નઈના મેદાનમાં રમાશે ત્યારબાદ તા.૧૮ના રોજ વિઝાગ અને તા.૨૨ના રોજ કટકમાં મેચ રમાશે. ભારત સામે દરેક ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ મેચ રમશે.

આ મામલે કોચ ફિલ સીમોન્સે કહ્યું હતું કે, દરેક ફોર્મેટમાં અમારે ત્રણ મેચ રમવાના છે. ભારત સામેની રમતમાં અમે દરેક સ્કોડને ચાન્સ આપવા માંગીએ છીએ. ભારત સામે રમવું અફઘાનિસ્તાન કરતા વધુ મુશ્કેલ રહેશે. અફઘાનિસ્તાન સામે ૩-૦ી જીત મેળવ્યા બાદ વિશ્વાસ વધ્યો છે. આગામી ૨૦૨૦ વર્લ્ડકપ ઓસ્ટ્રેલીયામાં રમાવા જઈ રહ્યો છે. આ વર્લ્ડકપમાં ભારત અત્યારથી તૈયારી કરી રહ્યું છે. તેવી જ રીતે વેસ્ટ ઈન્ડિઝ પણ તૈયારી કરવાનું શરૂ કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝ વનડે ટીમમાં સુનિલ અમરીશ, ખેરી પાયર, રસ્તોન ચેસ, અલઝારી જોશેફ, કિરણ પોલાર્ડ, સેલ્ડન કોટ્રલ, બ્રાન્ડન કિંગ, નિકોલસ પુરમ, જેસમ હોલ્ડર અને ઈવીન લેવીસ સહિતના ખેલાડીઓ રમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.