વિન્ડીઝે ઔપચારિક મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું

157
west-indies-beat-afghanistan-in-a-formal-match
west-indies-beat-afghanistan-in-a-formal-match

વિશ્વકપમાં નિષ્ફળ ગયેલા ક્રિસ ગેઈલે નિવૃતિનો નિર્ણય પાછો ખેંચ્યો

વિશ્વકપ ૨૦૧૯ ખુબ જ રસપ્રદ અને રોમાંચક બની રહ્યો છે જેમાં વિશ્વકપ પહેલા ડાર્ક હોર્સ તરીકે ગણવામાં આવતી વેસ્ટ ઈન્ડિઝ ટીમ હાલ વિશ્વકપ-૨૦૧૯માંથી આઉટ થઈ ગયેલી છે ત્યારે તેને તેનો છેલ્લો ઔપચારિક મેચ અફઘાનિસ્તાન સામે રમ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની વાત કરવામાં આવે તો તેનાં લીગનાં ૯ મેચમાંથી માત્ર ૨ મેચમાં જ તેણે વિજય પ્રાપ્ત કર્યો છે જયારે ૬ મેચમાં તેનો પરાજય થયો હતો. સાથોસાથ વરસાદનાં કારણે એક મેચ નો રીઝલ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે વેસ્ટ ઈન્ડિઝ ટીમને માત્ર ૫ પોઈન્ટ જ મળ્યા છે. આ તકે યુનિવર્સલ બોસ તરીકે ખ્યાતી પ્રાપ્ત કરનાર ક્રિસ ગેઈલ આ વિશ્વકપમાં સહેજ પણ સફળ નિવડયો ન હતો જેથી તેને છેલ્લાં ઔપચારિક મેચ રમ્યા બાદ નિવૃતિ જાહેર કરી હતી પરંતુ તેને તેનો નિર્ણય પાછો ખેંચતાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં ભારત સામેની વન-ડે સીરીઝ રમ્યા બાદ નિવૃતિ લેશે.

વિશ્વકપની ૪૨મી મેચમાં ગુરુવારે વેસ્ટઇન્ડિઝે અફઘાનિસ્તાન ને ૨૩ રનથી પરાજય આપ્યો છે. વિન્ડિઝે આ ટૂર્નામેન્ટમાં સતત ૬ હાર બાદ જીત હાંસલ કરી છે. આ જીત સાથે જ વેસ્ટ ઇન્ડિઝે અફઘાનિસ્તાન વિરુદ્ધ સતત બે હારના ક્રમને તોડ્યો છે. બીજી તરફ અફઘાનિસ્તાનની વિશ્વકપની યાત્રા સતત નવ હાર સાથે સમાપ્ત થઇ છે. હેડિંગ્લેમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી મળેલા ૩૧૧ રનના લક્ષ્યાંકની સામે અફધાનિસ્તાન ૫૦ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૨૮૮ રન બનાવી શક્યું હતું. અફઘાનિસ્તાન તરફથી ઇકરમ અલી ખિલે ૮૬ અને રહમત શાહે ૬૨ રન બનાવ્યા હતા. જ્યારે વેસ્ટ ઇન્ડિઝ તરફથી કાર્લોસ બ્રેથવેટે ૪ અને કેમાર રોચે ૩ વિકેટ મેળવી હતી. અગાઉ વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. સ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલ તેની કારકિર્દીની વર્લ્ડકપની આખરી મેચમાં પણ ખાસ ઉકાળી શક્યો ન હતો અને અંગત ૭ રને આઉટ થઈ ગયો હતો. જોકે એ પછી મિડલ ઓર્ડરે બાજી સંભાળી લીધી હતી અને અસલના વખતની વેસ્ટ ઈન્ડિઝની ટીમની યાદ અપાવતાં લોફ્ટેડ શોટ્સની લ્હાણી કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ વતી લેવિસે ૫૭, હોપ ૭૭, હેટમાયર ૩૯, પુરન ૫૭ અને હોલ્ડરે ૪૫ રન કર્યા હતા. આખરી ઓવરમાં બ્રેથવેઈટે પણ ચાર દડામાં ૧૪ રન ફટકાર્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યાં છે. સુનીલ અંબરિસ અને શેનોન ગેબ્રિયલને બહાર કરવામાં આવ્યાં છે. બંનેની જગ્યાએ ઈવિન લેવિસ અને કેમાર રોચને ટીમમાં સામેલ કરવામાં આવ્યાં છે. બીજી બાજુ અફઘાનિસ્તાનની ટીમમાં પણ બે ફેરફાર કરાયાં છે. હામિદ હસન અને હસમતઉલ્લાહ શાહિદી આ મેચમાં નહીં રમે. બંનેની જગ્યાએ સૈયાદ શિરઝાદ અને દૌલત જાદરાનને ટીમમાં સમાવાયાં છે. બંને ટીમ પહેલેથી જ સેમીફાઈનલની દોડમાંથી બહાર થઈ ગઈ છે. વિન્ડિઝ આ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ મેચ જીત્યું છે, તો અફઘાન ટીમને હજુ સુધી કોઈ સફળતા મળી નથી. તે પોતાની અંતિમ લીગ મેચમાં વિન્ડિઝને હરાવીને જીતની સાથે ઘરે પરત ફરવા ઈચ્છશે. વેસ્ટઈન્ડિઝની ટીમ ૮ મેચમાં ૩ પોઈન્ટ્સની સાથે ૯માં નંબરે છે. અફઘાનિસ્તાન ૮ મેચમાં એક પણ જીત મેળવ્યા વગર છેલ્લા સ્થાને છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૫ વનડે રમાયાં છે. જેમાં અફઘાનિસ્તાન ૩માં જ્યારે વિન્ડિઝ માત્ર ૧ મેચમાં જીત્યું છે. એક મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. ગત બે મુકાબલામાં અફઘાનિસ્તાને વેસ્ટઈન્ડિઝને હરાવ્યું છે. આ બંને મેચ વર્લ્ડ કપ ક્વાલિફાયરમાં રમાયાં હતા. લીડ્સમાં આખો દિવસ વાતાવરણ સારું રહેશે. તાપમાન ૧૪થી ૨૧ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. ગઈ મેચમાં બીજા દાવમાં પિચ ધીમી પડી ગઈ હતી, તેથી સ્પિનર્સને ફાયદો થયો હતો. તેવામાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ પસંદ કરશે.

આ વિશ્વકપમાં ચોંકાવનારી ટીમ તરીકે અફઘાનિસ્તાનનું નામ પણ સામે આવ્યું હતું પરંતુ ૯ મેચમાં એક પણ મેચ અફઘાનિસ્તાન જીતી શકયું ન હતું પરંતુ એ વાત સાચી છે કે, તમામ જે ધુરંધર ટીમોને પણ એક સમય માટે ટીમને હંફાવી હતી. અફઘાનિસ્તાનનાં હાલ વિશ્વકપ માં ૦ પોઈન્ટ છે ત્યારે આ વિશ્વકપમાં અફઘાનિસ્તાનને ઘણુંખરું શીખવા મળ્યું છે તે વાત પણ સામે આવી રહી છે. વેેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમ સામે પણ અફઘાનિસ્તાને ૩૧૨નાં લક્ષ્યાંક નો પીછો કરતાં ૨૮૮ રન નોંધાવ્યા હતા ત્યારે ટીમમાં રમી રહેલા મોહમંદ નાબી અને રસિદ ખાન સાથે અનેકવિધ ખેલાડીઓ એ તેમનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

 

 

Loading...