Abtak Media Google News

સવા બે અબજ હાથોની પ્રાર્થનાઓને ગાંડાતૂર સત્તા ભૂખ્યાઓ ઠોકરે મારવાની દહેશત: ચૂંટણી પ્રથાની પોકળતાનો શત્રુઓ લાભ લેશે!

ભારતના ભાગલાની સાથે જ બંગાળના ભાગલા થયા હતા અને બંગાળનો એક ભાગ પૂર્વ પાકિસ્તાન તરીકે પાકિસ્તાનનો એક ભાગ બન્યો હતો.

ભારત-પાકિસ્તાનના યુઘ્ધ વખતે ભારતીય લશ્કરે પાકિસ્તાની લશ્કરને ભૂંડે હાલ પરાજિત કરીને પૂર્વ પાકિસ્તાનને હાલનાં ‘બાંગ્લાદેશ’ને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કર્યુ હતું. તે વખતના વડાપ્રધાન શ્રીમતિ ઇંદિરા ગાંધીએ પાકિસ્તાનને કૂટ રાજનીતિમાં પણે પછડાટ આપીને પાકિસ્તાન પાસેથી પૂવ પાકિસ્તાનને હાલના બાંગ્લાદેશને ‘સ્વતંત્ર રાષ્ટ્ર’ તરીકે પ્રસ્થાપિત કરીને તેને ભારતના મિત્ર દેશ તરીકે કંડાયું હતું.

અત્યારે બાંગ્લાદેશનો એક પ્રદેશ પશ્ર્ચિમ બંગાળ તરીકે ઓળખાય છે અને તેના સુકાની તરીકે ફાયર બ્રાન્ડ મમતા બેનરજી છે, જેેણે લાંબા  વખત સુધી શાસન ચલાવનાર સામ્યવાદી પક્ષને પરાજિત કરીને તેમનાં તૃપામૂલ કોંગ્રેસ પક્ષની સરકાર રચીને તેમની હાક પણ જમાવી છે…

લોકસભાની વર્તમાન ચૂંટણીમાં મમતા સરકારને પરાજિત કરવાનો અમિત શાહ તથા નરેન્દ્ર મોદીએ ત્રાગડો રચ્યો છે. અત્યારે તૃણમૂલ અને ભાજપ વચ્ચે જબરી રાજકીય ટકકર સર્જાઇ છે અને મામલો વણસી ચૂકયો છે.

આ રાજયમાં હિંસક ભડકાની ધટનાઓ બની છે અને બન્ને પક્ષોના ટેકેદારોનાં મોત નીપજયાં છે. અમિત શાહની રેલીમાં હિંસક અથડામણો સર્જાતા કેન્દ્રીય ચૂંટણી પંચે ધડાધડ પગલા લેતા તથા ચૂંટણી પ્રચાર પર નિશ્ર્ચિત સમયથી વહેલો ચૂંટણી પ્રચાર બં કરાવાતાં મમતા બેનજરી લાલઘૂમ બન્યા છે અઅને ચુઁટણી પંચ ભાજપની અને સરકારની આડેધડ ‘ફેવર’કરે છે, અને હિંસકે તોફાનો કરાવનાર અમિત શાહ જ છે, જે મોદીના પ્રપંચી કાવાદાવાનો ભાગ જ છે…

મમતાએ એટલે સુધી આક્રોશ ઠાલવ્યો છે કે નરેન્દ્ર મોદીને દેશમાંથી કાઢી મૂકયા જોઇએ તેમણે આ દેશને બૂરી રીતે છિન્ન ભિન્ન કર્યો છે. દેશની એકતાને ખતમ કરી છે અને એની સુરક્ષા સલામતી જોખમાય એટલે સુધી પરિસ્થિતિને વણસાવી છે.

આને લગતા જુદા જુદા અહેવાલો એવો ચોંકાવનારો નિદેર્શ કરે છે કે ચુઁટણીપંચનો આવો ચોંકાવનારા નિર્ણય પરંપરાથી તદ્દન વિપરીત છે. માત્ર એટલું જ નહીં, ગઇકાલની હિંસક અથડામણની ગંભીર નોંધ લઇને ચૂંટણી પંચે પ.બંગાળના ગૃહ વિભાગના અગ્રસચિવ અને સીઆઇડીના એડીશનલ ડાયરેકટર જનરલને પદ પરથી હટાવી દેવાનો હુકમ કર્યો છે.

કદાચ, એવું પ્રથમ વખત બન્યું છે કે, ચૂંટણી પંચ બંધારણની કલમ-૩૨૪ ની ઉપયોગ કરી ચૂંટણી પ્રચારના ભૂંગળા પર નિર્ધારીત સમય કરતા ચોવીસ કલાક વહેલો પ્રતિબંધ લાદી દીધો હોય, કેન્દ્રીય ચૂંટણી પંચે પ.બંગાળના સીઆઇડીના એડી. ડાયરેકટર જનરલ રાજીવકુમાર પદ પરથી મુકત કરી આવતીકાલે સવારે ૧૦ વાગ્યા સુધીમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત પશ્ર્ચિમ બંગાળના ગૃહ વિભાગના અગ્રસચિવ અત્રિ ભટ્ટાચાર્યને પણ પદ પરથી હટાવવા આદેશ કર્યો છે.

દરમ્યાન અમિત શાહે એવો દાવો અને આક્ષેપ કર્યો હતો કે, પશ્ર્ચિમ બંગાળમાં રાજ ચુંટણી પંચ દ્વારા બેવડા ધોરણો અપનાવવામાં આવ્યા છે. અને પંચ હિંસા સામે મૂક સાક્ષી બની રહ્યું છે. ચૂંટણી ફરજ પર રહેલા એબ્ઝર્વરોએ પણ પ.બંગાળમાં જયાં, સુધી તોફાની તત્વોની ધરપકડ નહીં ફરાય ત્યાં સુધી મુકત અને ન્યાયી ચૂંટણી શકય નહીં હોવાના રિપોર્ટ આપેલા છે.

દરમ્યાન તૃણમૂલ કોંગ્રેસે આજે ચૂંટણી પંચે સમક્ષ એ મતલબના પુરાવાઓ રજુ કર્યા હતા. કે જેમાં અમિત શાહની રેલીમાં થયેલી હિંસક અથડામણ માટે ભાજપના કાર્યકરો જ જવાબદાર હોવાનું જણાય છે.

આ ઉપરાંત ઇશ્ર્વરચંદ્ર વિઘાસાગરની પ્રતિમાને થયેલા નુકશાન માટે પણ ભાજપના જ કાર્યકરો જવાબદાર હોવાનું દર્શાવતા વિડીયો કુટેજ પણ તૃણમૂલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને સુપરત કરાયા છે.

આ બધું જોતા એવો ખ્યાલ ઉપસે જ છે કે પશ્ર્ચિમ બંગાળની પ્રજાએ હજુ વધુ સનસનાટીઓનો સામનો કરવો પડશે અને સંપૂર્ણ અસ્થિરતા સર્જાય એટલે સુધી મામલો બીચકશે.

ચૂંટણી પંચે ચુંટણી પ્રચારની નિયત મુદત પર એકાએક ‘રોક’મૂકી દેતાં મતદાનની પવિત્રતાને ડાખ લાગે એ પ્રકારની અશાંતિ પેદા થશે અને સંભવત: વધુ ધરપકડો તેમજ તેને લગતી ધમાચકડીઓ પેદા થશે!

વિરોધ પક્ષો ચૂંટણીપંચની ઊતપૂર્વ કાર્યવાહીઓને લોકશાહી પર મનસ્વી કુઠારાઘાત સમાન દર્શાવે તથા તેનો તીવ્ર વિરોધ કરે તેવી સંભાવનાને નકારાતી નથી.

મમતા બેનરજીના કટ્ટર વિરોધી એવા સામ્તવાદી પક્ષના નેતાઓ ચૂંંટણી પંચના કથિત ગેરવર્તાવને ચૂપચાપ સાંખી લે અને ભાજપને બળ આપે એ જોવાનું રહે છે…

એકબાજુ અમિત શાહ અને મોદીએ તથા બીજી બાજુ મમતા બેનરજીએ આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો છે એ કારણે પણ આ બન્ને છાવણીઓ રાજકીય સંઘર્ષના છેલ્લે પાટલે બેસશે એમ જણાયા વગર રહેતું નથી. એનું પરિણામ ચૂંટણી પછી પણ વેરઝેરનો માહોલ સર્જશે, જેઆ રાજયના હિતમાં નહિ ગણાય. રાજકીય લાલસા, રાજગાદીની ભૂખ અને સત્તાની એશઆરામીએ આ દેશને કેટલી હદે બેહાલ તથા બદનામ કર્યો છે એનો ખ્યાલ બંગાળમાં બનેલા હલકટ બનાવોએ આપી દીધો છે.

આમાં ભાવિ જોખમો પણ ઓછા નથી મુળ પાકિસ્તાની પૂર્વબંગ પુન: આઝાદ થાય તો માકર્સવાદીઓ જોરમાં આવે પૂર્વ અને પશ્ર્ચિમ બંગાળની સામ્યવાદી એકતા સાધી પૂર્વના ભારતનાં રાજયો બિહાર, ત્રિપુરા, મેઘાલય, આસામ અને ઓરિસ્સાથી માંડી કેરળ સુધી માકર્સવાદી

ધરી રચી શકાય. તો ભારતન ભરડો લેવો આસાન બને, અન્ય રીતે લોકશાહી ભારતને ન તોડી શકાય તો પૂર્વ બંગની જેમ ભારતનાં પ્રત્યેક રાજયોમાં વિદ્રોહ પેદા કરી સ્વાયત્ત રાજયનાં તોફાનો જગવી ચીન તરફી માઓવાદી બનાવી શકાય. કાશ્મીરમાં જેમ શેખ અબ્દુલ્લા  હણહણી રહ્યા છે. તેમ તામીલનાડુમાં કરુણાનિધિ સ્વાયત્તતા માટે હણહણી રહ્યા છે. પૂર્વના પહાડી પ્રદેશોમાં મીઝો વગેરે જાતિઓને તો આવા કામ માટે પાકિસ્તાનના ચિતાગોંગ વિસ્તારમાં જ ગેરીલા યુઘ્ધની તાલીમ અપાઇ છે. ને કેટલીક મીઝો ટુકડીઓ હજી પૂર્વ બંગમાં જ તાલી પામીને રહી છે. લખાદથી એક સાઇ ચીન ને ઠેઠ ઉત્તર ભારત સુધી ચીને પોતાનો પગદંડો જમાવ્યો જ છે.

હિન્દ્રુરાષ્ટ્રવાદી હિંદીઓ કરતાંય મોટાભાગના હિન્દી મુસ્લિમોનુ વલણ ભારે આશ્ર્ચર્યજનક રહ્યું છે. થોડા રાષ્ટ્રવાદી મુસ્લીમો સિવાય લગભગ આખો મુસ્લિમ સમાજ ચૂપ રહ્યો છે. જગતના કોઇપણ પટ ઉપર કયાંક મુસલમાન માથે આક્રમણ થાય કે કયાંક મસ્જિદ અંગે છમકલા થાય તો ભારતમાં ઠેર ઠેર મુસ્લિમો તીડનાં ટોળાની જેમ ઉભરાઇ પડીને નારા લગાવે છે. ઇસ્લામસે ટકરાયગા યો મીટ્ટી સે મિલ જાયગા.

આ તકે એમ કહ્યા વિના પણ છૂટકો નથી કે રાજગાદીનાં રાજકારણ અને ચૂંટણી લક્ષી કાવાદાવાઓમાં આદેશ બીજી અનેક રીતે કમજોર બનશે અને પ્રજાની હાડમારીઓ વધશે.

અત્યારે પણ બાંગ્લાદેશની રકત ટપકતી ધરતી એવો પોકાર કરે જ છે કે, હે પ્રભુ, આ દેશની અધ:પતનથી બજાવજો ! સવા બે અબજ હાથોની આવી પ્રાર્થના આ રાજનેતાઓ સાંભળે એ વાતમાં માલ નથી એવો ખ્યાલ હાલના બનાવો બતાવી આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.