Abtak Media Google News

૧૯૯૦માં આજીડેમે પક્ષીઘર સંભાળેલ હતું: પક્ષીઓની ભાષા સમજતા શાકિરબાપુ ખરાઅર્થમાં ‘બર્ડ મેન ઓફ રાજકોટ’ હતા

આજથી ૩૫ વર્ષ પહેલા અમરેલી પાસેનાં ફિફાદ ગામેથી સૈયદ પરિવારે રાજકોટમાં વસવાટ કર્યો સૈયદ પરિવોવાર છેલ્લા ૩૦૦ વર્ષથી પશુ પક્ષીઓ સાથે તેમના લાલન-પાલનમાં રહ્યો છે. શબ્બીરભાઈ સૈયદ બાપુ ભારતનાં જાણીતા પક્ષીવિદ્ છે તેઓને બર્ડમેન ઓફ ઈન્ડિયાનું બિરૂદ મળેલ હતુ.

સૈયદ પરિવારના શાકિરભાઈ સૈયદનું નામ રાજકોટમાં બાળથી મોટેરા સાથે બર્ડ ડોગ લવર્સમાં જાણીતું. શાકિરભાઈની તબિયત બગડતા પ્રથમ સિવિલમાં ને બાદમાં ગોકુલ હોસ્પિટલમાં એડમીટ કરેલ હતા જયાં બ્રેઈન સ્ટોક આવતા કોમામાં સરી પડયાને મૃત્યુ પામ્યા હતા. તેઓ ૫૪ વર્ષના હતા.

શાકિરબાપુ સર્પ પકડવામાં માહિર હતા. કોઈપણ જાતના સાધનો વગર કુનેહ પૂર્વક કોબ્રાજેવા વિવિધ ઝેરી સાપો પલવારમાં પકડી લેતા હતા.

શબ્બીરબાપુનાં પુત્રો શાકિર-નવાઝ ને ઝાકિર પણ પક્ષીની દૂનિયામાં કાર્યરત છે. અવસાન થયેલ શાકિરભાઈના પુત્રશે નાસિર, અલિનકી અને નાઝિમ પણ ડોગ-બર્ડ-સ્નેકની દુનિયામાં હાલ સેવારત છે.

સૈયદ પરિવારના ફિફાદ ગામે હાલ બે હજાર જેટલા પક્ષીઓ તથા રાજકોટમાં પણ શાકિરભાઈએ ૫૦૦થી વધુ અલગ અલગ પ્રજાતિના બર્ડ પાળ્યા હતા. શાકિરભાઈએ પેટ શોપ એસોસિયનની સ્થાપના કરી ને સૌને એકત્ર કર્યા હતા. શાકિરભાઈને વિવિધ સંસ્થાઓએ સન્માન કરીને તેની અમૂલ્ય સેવાને બિરદાવી હતી.

કોરોના મહામારીને કારણે કોઈપણ જાતની વિધિ ન રખાય હોવાથી તેમના મો.નં. ૯૮૨૪૪ ૫૬૪૧૪ ઉપર તેમના પુત્ર નાસિર સાથે સંપર્ક કરીને સૈયદ પરિવાર પર આવી પડેલ આપત્તીમાં સધિયારો આપી શકો છો.

છેલ્લા દોઢ દાયકાથી રાજકોટમાં ડોગ શો અને છેલ્લે ૨૦૧૯ના અંતમાં પ્રથમવાર બર્ડ શો રાજકોટમાં કરીને શાકિરભાઈ સૈયદે લોકચાહના મેળવી હતી. સદાય હસમુખો ચહેરોને મિલનસાર સ્વભાવને કારણે યુવાવર્ગમાં સારી ચાહના મેળવી હતી.

શાકિરભાઈ સૈયદ સાથે વર્ષોથી કામ કરનાર ઈન્દુભા રાઓલ, અરૂણ દવે, ભુવનેશ પંડયા, સુનિલ ચૌહાણ, રણજીત ડોડીયા, દિનેશ મકવારા, અલિભાઈ, આશિષ ધામેચા, સાહિલ અજમેરી, કમલેશ જેઠવા સાથે તમામ બર્ડ -ડોગ-લવર્સએ શાકિરભાઈને શ્રધ્ધાંજલી અર્પી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.