Abtak Media Google News

સમાજ સેવા અને તબીબી ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ વિનર સિનિયર ગાયનેકોલોજીસ્ટે રાજ કરી તબીબી જગતનું ગૌરવ વધાર્યુ

ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આ વરસે નવરાત્રી પર્વની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં શકિત વંદના કાર્યક્રમ દ્વારા ગુજરાતના નારી રત્નોનું બહુમાન કરી શકિત વંદના કરવામાં આવી હતી. રાજકોટમાંથી એક માત્ર સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો.દર્શના પંડયાની આ વિશિષ્ટ સન્માન માટે પસંદગી કરવામાં આવી હોય તાજેતરમાઁ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉ૫સ્થિતિમાં યોજાયેલ ડો. દર્શના પંડયાએ વધુ એક વખત રાજકોટના તબીબી જગતનું ગૌરવ વધાર્યુ છે. તબીબી વર્તુળ સહીત સમસ્ત સમાજના આગેવાનો દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

શકિત વંદના ગોષ્ઠી પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મેડીકલ ક્ષેત્રની મહીલા પ્રતિભાઓ સાથે ગોષ્ઠી કરતાં જણાવ્યું હતું કે, નારી શકિતને પૂજા વંદના કરે એ જ સમાજ સમૃઘ્ધ બની શકે છે. આપણે નવરાત્રી પર્વ પરસ્ત્રીને શકિતનું સ્વરુપ ગણી માતાજીની આરાધના કરતા હોય છીએ ત્યારે આ વરસે  અમે સમાજને નવી પ્રેરણા આપી શકે એવી મહિલા પ્રતિભાઓ સાથે ગોષ્ઠી અને તેમના સન્માનનું આયોજન કર્યુ છે. તબીબી ક્ષેત્રે તથા સમાજ સેવામાં સતત પ્રવૃત રહી તમે જે કામ કરો છો એ કાર્યનું બહુમાન અને તેના દ્વારા ગુજરાતની અન્ય બહેનોને પણ પ્રેરણા મળે એ શુભ હેતુ સાથે આપણે બધા સાથે મળી નારી શકિતને વંદન કરવું જોઇએ.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી  દ્વારા આ વરસે કોરોના મહામારીના કાળમાં નવરાત્રી પર્વ પર માતાજીની આરાધના સાથે શકિત સ્વરુપ નારીરત્નોનું બહુમાન કરતા શકિત વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી નવ જેટલી મહિલા પ્રતિભાઓને વિશેષ આમંત્રણ આપી મુખ્યમંત્રીના નિવાસે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૬ મહિલા તબીબો અને ર મહિલા નર્સની પસંદગી કરવામાં આવી હતી. રાજકોટમાંથી એક માત્ર ડો. દર્શના પંડયાની આ સમારોહ માટે પસંદગી કરવામાં આવી હતી. નાના પણ ગરીમાપૂર્ણ શકિત વંદના સમારોહમાં ડો. દર્શના પંડયાનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જાણીતા ગાયનેકોલોજીટ ડો. દર્શના પંડયાએ જણાવ્યું હતું કે સમાજના ઉત્થાન માટે મહિલા શિક્ષણનું મહત્વ વધવુ ખુબ જ જરૂરી છે. તેમણે સરકાર દ્વારા કોરોના મહામારી વખતે ૧૦૪ મેડીકલ હેલ્પ લાઇન, ૧૦૮ તેમજ ચીરંજીવી સહિત વિવિધ મેડીકલ સહાય યોજનાઓ છેવાડાની મહિલાઓ સુધી પહોચતી કરવાના સરકારના અભિગમને આવકાર્યો હતો.

રાષ્ટ્રીય કક્ષાએ વન્ડર ફોન્શીયન એવોર્ડ આપવામાં આવે છે ૨૦૧૯ના વર્ષનો આ એવોર્ડ રાજકોટના સિનીયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શના પંડયાને એનાયત થયો હતો તેમણે બે્રસ્સ કેન્સર,  ગર્ભ સંસ્કાર, ગર્ભવતી માતાને શિક્ષિત કરવા સહિત સામાજીક ક્ષેત્રે અનેક સેમીનારનું આયોજન કર્યુ છે.

ડો. દર્શના પંડયા રાજકોટ સૌરાષ્ટ્રના જાણીતા ગાયનેકોલોજીસ્ટ છે. ડો. પંડયા ૧૯૯૪ થી બે વર્ષ માટે જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી ૧૯૯૬ થી રાજકોટની એચ.જે. દોશી હોસ્પિટલમાં જોડાયા હતા. ૨૦૦૪ થી તેઓએ આશુતોષ મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પિટલ (કોટેચા નગર મેઇન રોડ, કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ સામે, રાજકોટ) ખાતે પ્રાઇવેટ પ્રેકટીસ શરુ કરી છે. ગર્ભવતી મહિલાઓ માટે ખાસ સેમીનારો યોજી ગર્ભાવસ્થા દરમિયાન ઘ્યાન રાખવા બાબતે માર્ગદર્શન આપવામાં આવે છે. મહીલાઓની વિવિધ સમસ્યા બાબતે નિયમિત સેમીનાર યોજી જાગૃત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.