Abtak Media Google News

રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ ગુજરાત સરકારનું વચગાળાના બજેટને આવકારી શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલએ ખરા અર્થમાં ખેડૂતોગરીબોને તેમજ વિવિધ વર્ગના લોકોને રાહત આપનારા બજેટમાં સરકારશ્રીએ ખેડૂતો માટે ૫૦૦ કરોડનું રીવોલ્વીંગ ફંડની જોગવાઈ તેમજ વિજળી પૂરતા પ્રમાણમાં મળતી રહે તેવી વ્યવસ્થા જેમાં ૮ કલાકને બદલે ૧૦ કલાક વિજળી આપશે જેનાથી ખેડૂતોને રાહત થશે. ૧૬.૨૭ લાખ ખેડૂતોને ૧૫૫૭ કરોડની ઈનપુટ સહાય તથા પશુ દીઠ રૂ.૩૫ની સહાય ઉપરાંત ૨૩ લાખ ખેડૂતોને માટે થઇ ૨૨૮૫ કરોડનું ખાસ સહાય પેકેજ, ખેડૂતોને ઝીરો ટકે વ્યાજ ધિરાણ, ફાર્મ મિકેનાઈજેશન માટે ૫૦૦ કરોડની સહાય ઉપરાંત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, માં અને માં વાસ્તલ્ય યોજનામાં ૩ લાખ રૂપિયાને બદલે ૫ લાખ રૂપિયાની સહાય, આવક મર્યાદા રૂ.૩ લાખથી વધારીને રૂ.૪ લાખ કરવાનો નિર્ણય કરીને સરકારે તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને સહાય યોજના કરતા આ બજેટ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની સુખસમૃદ્ધિ અને સુખાકારી વધારનારૂ અને સર્વસ્પર્શી અને સર્વવ્યાપી હોવાનું રાજકોટ જીલ્લાના હોદેદારોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.