Abtak Media Google News

રાજકોટ શહેરના નગરજનોએ ચાર દાયકાથી વધુ સમયથી ભાજપને શાસન સોંપેલ છે. શાસકો દ્વારા જયાં માનવી ત્યાં સુવિધાના સંકલ્પ સાથે કામ કરી રહી છે. રાજકોટ શહેર સ્માર્ટ સિટી શહેર, મેગા સિટી તરફ આગળ વધી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકાનું ૨૦૧૯-૨૦ના વર્ષનું રૂ.૨૧૨૬.૧૦ કરોડનું બજેટ કરબોજ વગરનું અને ચોતરફ વિકાસલક્ષી બજેટ સ્થાયી સમિતિ દ્વારા મંજુર કરેલ છે જેને આવકારવામાં આવે છે. વિશેષ શહેરમાં જુદા જુદા વિકાસના પ્રોજેકટો ઉપરાંત અન્ય વિકાસ કામો માટે બાંધકામ વિભાગના જુદા-જુદા બજેટ હેડમાં પુરતી બજેટ જોગવાઈ કરી વિકાસની ગતિને આગળ ધપાવવા જે પ્રયત્ન કરવામાં આવેલ છે તે બદલ સ્થાયી સમિતિના ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા તમામ સભ્યો અભિનંદન પાઠવી રહ્યા છે.

ટ્રાફિક સમસ્યા હળવી બને તે માટે સને ૨૦૧૯-૨૦ના બજેટમાં ઓવરબ્રિજ, અંડરબ્રિજ જેવા કે આમ્રપાલી રેલવે ક્રોસિંગ, નાનામવા સર્કલ, સોરઠીયાવાડી ચોક, લક્ષ્મીનગર, સિવિલ હોસ્પિટલ ચોક, કેકેવી ચોક, કોઠારીયા સોલવન્ટ રેલવે ક્રોસિંગ તેમજ રસ્તા માટે રૂ.૨૪૯૧૮.૦૯ લાખની બજેટ જોગવાઈ તેમજ કોમ્યુનિટી હોલ, ઓડીટોરીયમ, વાંચનાલય, વોર્ડ ઓફિસ માટે રૂ.૨૩૫૮.૩૪ લાખ, નેન બસેરા, માલધારી વસાહત માટે રૂ.૧૬૧૯.૪૫ લાખ અને વોકર્સ ઝન, માર્કેટ માટે રૂ.૬૦૩.૩૪ લાખ, બાંધકામ ખર્ચ લગત અન્ય કામો માટે રૂ.૧૧૮૩ લાખ ઉપરાંત નવી હાઈસ્કુલ, આવાસ વિગેરે માટે પણ પુરતી જોગવાઈ કરવામાં આવેલ છે.

તમામ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા રસ્તા, ગટર, પાણી, લાઈટ વગેરે મુળભુત સેવાઓ માટે પણ વિશેષ જોગવાઈ કરી પ્રાધાન્ય આપી નજયાં માનવી ત્યાં સુવિધાથના સુત્રને સાર્થક કરવાના નમ્ર પ્રયાસ કરેલ છે. સને ૨૦૧૯-૨૦નું કરવિહોણું બજેટ અને વિકાસમાં કોઈ ઓટ ન આવે તે માટે પુખ્ત ચર્ચા-વિચારણાના અંતે બજેટ મંજુર કરેલ છે જે બદલ ફરી અભિનંદન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.