સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલનાં કોરોના વોરિયર્સનું સ્વાગત-સન્માન

અમદાવાદ સિવિલથી ફરજ બજાવી પરત ફરતા કરાયું સન્માન

વિશ્ર્વ આખામાં કોરોના વાયરસની મહામારીમાં લાખો જિંદગીઓ હોમાઈ ગઈ છે. જે લોકો ફરજ બજાવી રહ્યા છે તેમાંથી પણ ઘણા બધા આ બિમારીનો ભોગ બન્યા છે. એવામાં સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ધારીનીબેન જોશી, રંજનબેન વાઘેલા, કલ્પનાબેન વાગડીયા, દક્ષાબેન સોલંકી, બીજલબેન પરમાર, નેહલબેન સોલંકી, હીનાબેન પરમાર, દીપિકાબેન પંડયા, નેહલબેન ચૌહાણ, કરિશ્માબેન લધડ, પ્રિયાબેન નાદિયા, મિલનભાઈ રાવલ, મયુરભાઈ વાણિયા, સોનલબેન રાઠોડ, માધવીબેન દવે વગેરે ૧૦ દિવસ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી પરત ફરતા ગાંધી હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સરા પી.એચ.સી.નાં તબીબે કોવિડ-૧૯ અંતર્ગત અમદાવાદ ખાતે અવિરત ફરજ બજાવી રહ્યા છે. મુળી તાલુકાના તબીબ ડો.જીજ્ઞેશ વણોલ અને આયુરા વિભાગનાં તબીબ ડો.જે.ડી.રાવલ છેલ્લા પંદર દિવસથી અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા છે.

Loading...