Abtak Media Google News

 રાજયમાં લાગતા કર નાબૂદ થતા કંપનીઓએ વેરહાઉસમાં રોકાણ વધાર્યું

જીએસટીમાં વેરહાઉસ ઈન્ડસ્ટ્રીઝને રાહત આપવામાં આવી હોવાથી વેરહાઉસ ઈન્ડસ્ટ્રીઝ અને કોલ્ડ ચેઈન ઉદ્યોગોના વિકાસનો રસ્તો સરળ બન્યો છે. એક અંદાજ પ્રમાણે આગામી ૧ વર્ષમાં વેરહાઉસ ઉદ્યોગમાં ૪૦ ટકા જેટલો વિકાસ જોવા મળશે. વધુમાં વેરહાઉસ ઈન્ડસ્ટ્રીઝના વિકાસના કારણે ભારતમાં આયાત થતા માલ-સામાનની ગુણવત્તા વધશે તેમજ આયાતકારોને સામાન સાચવવામાં પડતી મુશ્કેલી પણ દુર થશે. જીએસટીને લઈને વેરહાઉસ ઈન્ડસ્ટ્રીઝના વિકાસની સૌથી વધુ અસર ઈલેકટ્રીક ચીજ-વસ્તુઓ તેમજ એફએમસીજી માર્કેટમાં જોવા મળશે.

વેરહાઉસ ઈન્ડસ્ટ્રીઝના વિકાસને ધ્યાને લઈને મોબાઈલ બનાવતી કંપની લાવાએ ૨૮ થી ૩૦ જેટલા ગોડાઉનમાં સામાન રાખી દીધો છે. વધુમાં આગામી સમયમાં ગોડાઉનની સંખ્યા વધારવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે. આવી જ રીતે એફએમસીજી કંપની ડાબર વગેરે પણ લાવાની ઉદ્યોગનીતિને અનુસરી રહી છે.

જીએસટી અગાઉ જો કોઈ કંપની ગોડાઉન ભાડે રાખે તો ત્યાંની સરકાર ગોડાઉનમાં સામાન રાખવા માટે કર વસુલતી હતી. પરંતુ જીએસટી લાગુ થવાથી આ કર નાબૂદ થયો છે જેનો ફાયદો હવે કંપનીઓને મળી રહ્યો છે. જીએસટી અમલમાં આવ્યા બાદ તમામ કંપનીઓએ ગોડાઉનોનું મેનેજમેન્ટ પણ શ‚ કર્યું છે. સરળતાથી સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે તેમજ સમય અને ખર્ચમાં પણ બચત થાય તે દિશામાં હવે ગોડાઉનોમાં રોકાણ કરવામાં આવી રહ્યાં છે.

વેરહાઉસ અને કોલ્ડચેઈનમાં આવેલા ઉછાળાની અસર અર્થતંત્ર ઉપર જોવા મળશે. આગામી થોડા જ મહિનામાં કંપનીઓ મોટાપાયે ગોડાઉનો ઉભા કરશે તેમજ લાંબાગાળાના કરારો ઉપર રાખતા થયા છે. કારણ કે હવે કોઈપણ રાજયમાં ગોડાઉનમાં સામાન રાખવા માટે કર ચુકવવો પડતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.