Abtak Media Google News

એન્ટાર્કિટીકામાંથી છુટી પડેલી હિમશીલા ઓગળતા દરિયાઈ સપાટી ૧ મીલીમીટર વધશે તેવી ભીતિ

એન્ટાર્કટિકાના સમુદ્ર પર નજર રાખી રહેલા વિજ્ઞાનીઓએ કહ્યું છે કે એક ટ્રિલિયન ટન જેટલો બરફ પશ્ર્ચિમના કિનારા પર પીગળી ગયો છે. આ બરફ વિશ્ર્વનો સૌથી મોટો આઈસબર્ગ છે અને તેની સાઈઝ લંડન શહેર જેટલી થાય છે. ૧૦ જુલાઈને સોમવારથી ૧૨ જુલાઈને બુધવાર દરમિયાન બનેલી આ ઘટનામાં ૫૮૦૦ ચોરસ કિલોમીટરનો લાર્સન સી બરફનો વિશાળ ખડક પીગળી ગયો હોવાનું સ્વાનસી યુનિવર્સિટીએ કહ્યું છે. એન્ટાર્કટિકાના સમુદ્રમાં બનેલી આ ઘટનામાં ૨૨૦૦ ચોરસ માઈલથી પણ વધુ વિસ્તારમાં મહાકાય બરફ પીગળતો જોવા મળ્યો હતો. તે અબજો ટન વજનનો છે. અમેરિકાના વિશાળ ડેવલર રાજ્ય કરતા તેનું કદ મોટું છે. તેને એ-૬૮ નામ આપવામાં આવે તેવી સંભાવના છે.

સ્વાનસી ખાતેના એક રિસર્ચ ગ્રુપ અને વેલ્સની એબીરસ્તવાયેથ યુનિવર્સિટીના પ્રોજેકટ મિડાસ સાથે જોડાયેલા સંશોધકોએ લખ્યું છે કે આ આઈસબર્ગ કદની દ્રષ્ટિએ સૌથી વિશાળ સરોવરો પૈકી એક લેક એરી કરતાં બમણો છે. નાસાના સેટેલાઈટ એકવા મોડિસએ આ આઈસબર્ગ શોધી કાઢયો છે. યુરોપીયન સ્પેસ એજન્સીએ પણ આ ઘટનાક્રમનું સમર્થન કર્યું છે. આઈસબર્ગનો ટુકડો એટલો મોટો છે કે તે સંપૂર્ણ પીગળી જાય તો વિશ્ર્વ સમુદ્રનું સ્તર ૩ મિલિમીટર જેટલું ઊંચુ આવી જાય. (સમુદ્રની સપાટી એક મિલિમીટર વધારવા માટે ૩૬૦ અબજ ટન બરફની જ‚ર પડે) વિજ્ઞાનીઓએ કહ્યું છે કે આઈસબર્ગ ત્રણ દિસવમાં જેટલો પીગળ્યો તેને કારણે તેનું કદ ૨ ટકા ઘટી ગયું છે.

આ આઈસબર્ગ ઓગળી જતાં જળ પ્રલયની ભીતિ પણ ઉભી થઈ છે. હિમશીલાનું કદ એવડું છે કે તેને સેટેલાઈટમાંથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. તેનું કદ એક મોટા રાજય જેવડું છે જે અત્યારે એન્ટાર્કિટીકા છુટી પડીને દરિયામાં તરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.