Abtak Media Google News

 

મેષ

001 1

અગ્નિ તત્વ જેવાં કે પેટ્રોલિયમ ઉત્પાદ,  કોલસો,  ત્થા અન્ય ઈંઘણ કે  અન્ય જવલનશીલ( પ્રવાહી પદાર્થ)નાં વ્યાપાર વણિજ સંબંધિત એકમોનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ. ઔદ્યોગિક એકમ તથા તમામ પ્રકાર વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય એવમ લાભદાયી રહેશે.  સામાજીક ત્થા સંસ્થાકીય વહીવટી કાર્યોમાં રૂકાવટ આવવાના સંયોગો. સરકારી ક્ષેત્રના કર્મચારી માટે મધ્યમ સપ્તાહ. અર્ધ સરકારી-ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સારુ સપ્તાહ. પરિવારમાં નાના મોટા ખટરાગ છતાં સુમેળતા એવી ને એવી રહેશે. સંતાન સુખ માટે ગર્ભાધારણના સારા સંયોગો. વિદ્યાર્થીઓ, છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ.  ૧૧, ૧૨ તથા ૧૩ જુન  મધ્યમ જણાશે.

વૃષભ

002 1

કલા, લલિત કલા તથા સાહિત્ય ક્ષેત્રે  સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ  હળવું લાભદાયી નીવડશે.  નાના ઔદ્યોગિક એકમ તથા નાના-મોટા વાણિજય એકમ સાથે સંકળાયેલ જાતકો માટે સરેરાશ સમયગાળો. બેંકીંગ ક્ષેત્રે જોડાયેલ જાતકો માટે આ  સપ્તાહ મધ્યમ રહેશે. સર્વિસ બિઝનેશના જાતકો માટે ચડાવ ઉતાર વાળું સપ્તાહ. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સારુ નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સ્નેહી સાથે યાત્રા-પ્રવાસના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી, છાત્રો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  ૭, ૯ ત્થા ૧૦ જુનનાં દિવસો સાધારણ રહેશે.

મિથુન

003 1

આ સપ્તાહ દરમ્યાન અનેક પ્રકારના લાભની સાથોસાથ તેમજ હાનીના પણ  સંયોગો એક સાથે બને છે આથી, યથામતિ નિર્ણય લેવાં કે કામકાજ ધપાવવાં. નીચસ્થ બુધ કે નીચસ્થ ચંદ્ર સાથે બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ મહદ અંશે લાભદાયક નીવડશે, સાથે વાણી વિલાસ પર કાબુ રાખવો.  મોટા ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. કેંદ્ર સરકાર તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે લાભદાયી સપ્તાહ.  કલા વ્યવસાય માટે સારુ સપ્તાહ. શો બિઝનેશ માટે સારો સમય.પરિવાર જનો  તથા મિત્ર વર્તુળ સાથે સુમેળ રહેવાંનાં સંયોગો.  પ્રવાસની સંભાવના ૯, ૧૨ ત્થા ૧૩ જુનનાં દિવસો સામાન્ય જણાશે.

કર્ક

004 1

શીપીંગ તથા ફિશીંગ તેમજ જલીય પ્રવાહી પદાર્થનાં ઉત્પાદન-વેચાણ ક્ષેત્રે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે, મરીન એંજીનીયરીંગ માટે પણ સારો સમય.  ફુડ  બેવરેજીસ તથા રત્નાભુષણના વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ જાતકો માટે સારુ સપ્તાહ. રસાયણ તથા શીતળ પેયના ઉદ્યોગ વ્યાપાર માટે સરેરાશ સપ્તાહ. ચિકિત્સા તથા ફાર્મસી ક્ષેત્રના તમામ જાતકો તથા ફાર્મસી માટે સારો સમયગાળો. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે મધ્યમ સમય. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સુંદર નીવડશે. ૯, ૧૦ ૧૧ જુન અર્ધ-સામાન્ય જણાશે.

સિંહ

005 1

કુટિર ઉદ્યોગ કે નાનાં હસ્ત ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે,  સાથો સાથ  નવી નવી તકો મળવાંનાં નવાં અવસરો સાંપડશે.  જથ્થાબંધ તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ હળવું કે અલ્પ લાભદાયી નીવડશે.  સખત પરિશ્રમ વાળા  ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ લાભકારક  નીવડશે. ટલ્લે ચડી ગયેલા કામકાજ આ સપ્તાહે આગળ વધશે. માતા-પિતા સાથે  હળવી ઉગ્ર ચર્ચા વિચારણાં થવાની સંભાવના. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે  વિશેષ કાળજી રાખવી. ખાનગી ક્ષેત્રના  કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે.  ૮,  ૯ તથા ૧૦ જુન અર્ધ-સામાન્ય જણાશે.

કન્યા

006 1

ખાનગી ધારાશાસ્ત્રીઓ, સમેત કાયદો-વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ  તમામ વર્ગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ઔધોગિક એકમ તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું રહેશે. નાના, છુટક વ્યાપારી ત્થા ફેરી કરતાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ અનેક રીતે લાભદાયક નીવડશે.  સરકારી તથા ખાનગી શૈક્ષણિક એકમનાં તમામ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ  હળવું સંઘર્ષ વાળું નીવડશે. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે હળવું સપ્તાહ.  મિત્રો, સ્નેહીજનો દ્વારા સાથ સહકારના સંયોગો. લાંબા પ્રવાસના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ.   ૧૧, ૧૨ તથા ૧૩ જુન સાધારણ નીવડશે.

તુલા

007 1

આ સપ્તાહ દરમ્યાન આગલાં વર્ષમાં  અધુરા રહેલાં મોટાભાગનાં કામકાજ ને દિશા મળશે, સાથો સાથ હળવો લાભ થવાંનાં પણ સંયોગો.  તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે. વ્યાપાર વણિજ સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે લાભકારક સપ્તાહ. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ રહેશે. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે સારુ સપ્તાહ.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ મળવાની સંભાવના. પરિવાર તરફથી સાથ સહકાર, ધાર્મિક પ્રવાસના સંયોગો.  ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ નીવડશે. કેવળ,  ફકત ૭,૮ .૧૦ જુન  સાધારણ રહેશે.

વૃશ્ચિક  

008 1

દુષિત મંગળ, શુક્ર તેમજ  નીચસ્થ  શુક્ર મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. નાનાં ઉદ્યોગ તથા જથ્થાબંધ વ્યાપાર-વણિજના જાતકો માટે સરેરાશ સપ્તાહ. સરકારી કર્મચારી, પોલીસ કર્મી માટે આ સપ્તાહ સાનુકુળ તથા ફાયદાકારક નીવડશે સાથોસાથ બઢતીનાં સંયોગો. ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે સારુ સપ્તાહ.  સગાં તથા સ્નેહી સાથે નાની નાની ગેરસમજ થવાંના સંયોગો. અંગત મિત્રો તરફથી હળવો સહકાર મળશે.  યુવાવર્ગ માટે થોડો પરિશ્રમ વાળો  સમયગાળો, છાત્રો, મહિલાકર્મી, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. ૮, ૧૨ તથા ૧૩ જુન સાધારણ રહેશે.

ધન

009 1

આ સપ્તાહ દરમ્યાન પણ માનસિક નિરાંત, રાહત તથા શાંતિ વળવાંના સંયોગો. નાનાં મોટા દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા મોટા જથ્થાબંધ વ્યાપાર વણિજ એકમના વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. પરિશ્રમ વાળા કોઈ પણ એકમના જાતકો ફાયદો થશે. જુની ઉઘરાણી કે લેણી રકમ પાકવાની સંભાવના, તેમજ આગલાં વર્ષમાં  ટલ્લે ચડેલાં  ધધાકીય કામ કાજ  પુરા થવાંની સંભાવના. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.   મહિલાકર્મી, ગૃહિણીઓ, નિવૃતો માટે હળવું ચડાવ ઉતાર વાળુ સપ્તાહ. ૧૦ ૧૧ ૧૩ જુન   સાધારણ જણાશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

આ સપ્તાહે પન્નોતિનો પ્રભાવ નહિવત બરાબર જોવાં મળશે.  આથી જરુરી કામકાજને  ઉતાવળ ત્થા ઉગ્રતા પર કાબુ રાખીને હાથમા લેવાં.  તજજ્ઞોની પરામર્શ હેઠળ ખુબ અગત્યનાં  કામકાજ કરવાં તથા તેવાં નિર્ણયો લેવાં.  વ્યાપાર તથા ઉદ્યોગ માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે. ફેબ્રીકેશંસ, આર્યન વર્ક, લેથ વર્ક  કર્તા માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક  નીવડશે. શેર બજાર, કોમોડીટી માટે  આ સપ્તાહ સરેરાશ નીવડશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેશે.  પરિવાર કે સ્નેહીઓ વચ્ચે સુમેળતા ના સંયોગો. ૧૨ તથા ૧૩ જુન મધ્યમ નીવડશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રસિદ્ધ વ્યક્તિ  તથા સેલેબલ પર્શનાલીટી માટે આ  સપ્તાહ અર્ધ મધ્યમ જણાશે.  દરેક પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો તથા કઠીન પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ પણ અનેક રીત ફાયદાદાયક નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી નોકરીયાત માટે બદલીની સંભાવના. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આર્થિક લાભ સાથે ચડાવ વાળુ સપ્તાહ નીવડશે.  કુટુંબીજનો કે સગાંઓ વચ્ચે અણસમજ જેવું થાય પરંતુ સાથ સહકાર અકબંધ રહેશે. યુવાવર્ગ, નિવૃતો, છાત્રો તથા મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  ૮, ૧૦ તથા ૧૩ જુન સરેરાશ રહેશે.  (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)

મીન

012 1

શેર બજાર તથા કોમોડીટીના વ્યાપારી જાતકો એવમ  ગ્રેઈન મર્ચંટ– કમીશન એજંટ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે.  મોટા ઉદ્યોગ- વ્યાપાર કે વણિજ ક્ષેત્ર ના જાતકો માટે આ સપ્તાહ આર્થિક રીતે ફાયદાકારક નીવડશે. તેમજ ફાઈનાંસ કપની કે શરાફો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. શીપીંગ ક્ષેત્રે જોડાયેલ તમામ વર્ગો માટે સારુ સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન  સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારી નીવડશે.  કુટુબ – પરિવાર સાથે પ્રવાસ કે ધાર્મિક યાત્રાના અવસરો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ફકત  ૧૨ તથા ૧૩ જુન અર્ધ-સામાન્ય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.