Abtak Media Google News

મેષ

001 1

બેંકના ઊચ્ચાધિકારીઓથી લઈને કર્મચારીઓ સુધી, નાણાકીય સલાહકારો, વીમા એજન્ટ્સ તથા વીમા ઓફિસર્સ, ખાનગી એકાઉંટ ફર્મ ઈત્યાદીનાં જાતકો માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ જણાશે, સાથો સાથ નવી તકો પણ મળશે. ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા હળવું સાનુકુળ નીવડશે. વ્યાપાર વણિજ ક્ષેત્રે છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક જણાશે. અન્ય વ્યાપારીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ તથા સરેરાશ જણાશે. સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ, બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ. મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે. ૨ તથા ૩ માર્ચનાં દિવસો સામાન્ય રહેશે.

વૃષભ

002 1

કાગળ તથા તમામ પ્રકારની પ્રિંટ્સ, એવમ પ્રકાશન એકમનાં જાતકો એવમ સ્ટેશનરી સંબંધિત વ્યાપારી તથા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. આ સિવાયનાં, અન્ય ઓદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. સેલેબલ પર્શન તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. કુરીયર/ આંગડીયા એકમનાં જાતકો તથા સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયક નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ પણ સાનુકુળ. આ સપ્તાહ દરમ્યાન પણ પરિવાર જનો કે સગાં સાથે હળવાં વાદ વિવાદની સંભાવના. નિવૃત તથા ગૃહસ્થ, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૮ ફેબ. તા ૨ માર્ચ નાં દિવસો સામાન્ય નીવડશે

મિથુન

003 1

ઈમીટેશન જવેલરીઝનાં ઉત્પાદક તથા વ્યાપારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. આયાત નિકાસનાં નાના મોટા એકમનાં તથા ક્લીયરન્સ એજંસીનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો તથા ખાનગી નાણાકીય એકમનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ વાળુ જણાશે.
ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરળ ને સાનુકુળ નીવડશે. સરકારી કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે કુટુંબ -પરિવાર જનો તથા મિત્ર વર્તુળમાંથી સાથ સહકારના સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે ફાયદાકારક સપ્તાહ. નિવૃતો, છાત્રો માટે મધ્યમ સપ્તાહ રહેશે. ૨૮ ફેબ. તા ૨ માર્ચ સામાન્ય તથા પ્રતિકુળ રહેશે.

કર્ક

004 1

જન્માક્ષરમાં સ્વગૃહી ગુરુ તથા ઊચ્ચસ્ ગુરુ ધરાવતાં તમામ જાતકો માટે આ સપ્તાહ બહુ લાભકારી નીવડશે, સાથો સાથ અણધાર્યો લાભ મળવાંની સંભાવના. કોમોડીટી, વાયદાબજાર શેરબજારનાં જાતકો માટે આ સપ્તાહ અતિ પ્રતિકુળ નીવડશે. મોટા ઉદ્યોગ- વ્યાપાર- વણિજ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ ગતિકારક તા પ્રગતિકારક નીવડશે. ખાનગી શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે. આ સપ્તાહે પણ સરકારી કર્મચારી વર્ગ માટે બઢતી બદલીનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય જણાશે. કુટુબીજનો તરફી અણધાર્યો સાથ સહકાર મળવાનાં સંયોગો. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. ફકત ૪ માર્ચ અર્ધ-સામાન્ય નીવડશે.

સિંહ

005 1

સ્વગૃહી કે ઊચ્ચસ્ સૂર્ય વાળા જાતકો તથા સ્વગૃહી ગુરુ વાળા જાતકો માટે આ સપ્તાહ હળવુ લાભદાયી જણાશે. આ સપ્તાહ દરમ્યાન ધંધા વ્યવસાયમાં અણધાર્યા લાભ થવાંની શકયતાઓ. રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ અતિ પ્રતિકુળ રહેશે. ફેબ્રીક, રેડીમેડ ગાર્મેંટ તથા ફેશન રીલેટેડ ઓદ્યોગીક -વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. અન્ય, ઔદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે હળવાં લાભ વાળૂ સપ્તાહ રહેશે. કુટુંબ પરિવારમાં હળવાં મનદુ:ખ જણાશે. ધાર્મિક લોકો તથા મહિલા કર્મીઓ ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૨૮ ફેબ્રુઆરી અતિ લાભદાયક નીવડશે.

કન્યા

006 1

શીપીંગ, ફિશીંગ તથા મરીન એંજીનીયરીંગનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. લેખન તથા સાહિત્ય ક્ષેત્રે તા અખબાર કે અન્ય પ્રસાર માધ્યમ સાથે જોડાયેલ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે. ફુડ બેવરેજીસ એકમનાં જાતકો માટે આ સપ્તાહ સરેરાશ જણાશે. બનાવટી આભુષણનાં વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અન્ય, ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવુ લાભકારી રહેશે. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. ઉચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.૨, ૩ માર્ચ સામાન્ય નીવડશે

તુલા

007 1

રીયાલ્ટી ક્ષેત્રે હજુ ચડાવ ઉતાર રહેશે. સંભાળીને કામકાજ કરવાં. કેમિકલ્સ એકમનાં જાતકો તેમજ ફાર્માકેમિક્લ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયક નીવડવાનાં સંયોગો. મેટલ પાર્ટસનાં ઉત્પાદકો તથા વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે. ખાનગી શૈક્ષણિક સંસનાં ટ્રસ્ટી કે માલિક માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. પબ્લિક ટ્રાસ્પોર્ટેશન્સ, ટ્રાવેલ્સનાં તમામ જાતકો માટે ફાયદાકારક સપ્તાહ. ઓદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ રહેશે. વ્યવસાયિક કલા કે પરામર્શ વ્યવસાયના જાતકો માટે લાભદાયક સપ્તાહ રહેશે. સરકારી ક્ષેત્ર તથા અર્ધ સરકારી ક્ષેત્રનાં કર્મચારી માટે હળવો સમય. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને વર્કીગ વૂમન માટે સાનુકુળ સપ્તાહ. ૨ માર્ચ સાધારણ જણાશે.

વૃશ્ચિક  

008 1

ક્રાફ્ટ ઈંડસ્ટ્રીઝ, ગૃહ ઉદ્યોગ તેમજ નાનાં કદનાં તમામ ઔધોગિક એકમવાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ લાભકારી નીવડશે, સો ધંધા માટે નવાં અવસરોના સંયોગો સાંપડશે. મોટા ઉદ્યોગ, ધાતુ, ગેરેજ, ટ્રાવેલ્સ એજંસી, રીપેરીંગ/મેઈંટેઈનન્સ ફર્મ્સનાં જાતકો તથા જાથાબંધ વ્યાપાર તેમજ દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. કઠોર પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક રહેશે. ગોથે ચડી ગયેલા કામકાજને યોગ્ય દિશા મળશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયક જણાશે. નિવૃતો, ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ. ૨૮ ફેબ્રુઆરીનો દિવસ જ સામાન્ય રહેશે

ધન

009 1

જન્માક્ષરમાં ગુરુથી થતાં કોઈ દુષિત યોગ કે નીચસ્ ગુરુ વાળા જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે. સ્વગૃહી ગુરુ વાળા જાતકો માટે લાભકારી સપ્તાહ. આ સપ્તાહ દરમ્યાન અણધાર્યા લાભ થવાંનાં સંયોગો. કોમોડીટી તથા રીયાલ્ટી ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ પણ અતિ પ્રતિકુળ રહેશે. ઓદ્યોગીક એકમનાં જાતકો તેમજ વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ વ્યસ્ત થતાં હળવું ફાયદાકારક નીવડશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા છાત્રો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક જણાશે. ૨૮ ફેબ તા ૧ માર્ચ સરેરાશ નીવડશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

આ સપ્તાહે પન્નોતિનો દુ:પ્રભાવ જોવા નહિં મળે, આથી આ સપ્તાહે, અધુરા રહી ગયેલા ધંધા વ્યવસાયનાં કામકાજ તાત્કાલ પૂરા કરવાં. જાહેર ક્ષેત્રની સેલેબલ વ્યક્તિઓએ આ સપ્તાહે પણ વિશેષ કાળજી રાખવી. હેવી-હયુજ મશીનરીઝ કે હેવી વ્હીકલ્સ કે જાયંટ કોંટ્રાકટ કંપનીનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. તમામ કદનાં ઓદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપાર વાણિજયના તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સાનુકુળ તથા દોડધામ વાળુ ને વ્યસ્ત નીવડશે.
સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મી માટે આ સપ્તાહ સામાન્ય જણાશે. પરિવાર તથા સ્નેહીઓ વચ્ચે સંવાદિતા જળવાશે. ૧ તથા ૪ માર્ચ સાવ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

રીસાઈકલીંગ યુનિટ્સનાં જાતકો માટે આ પણ સપ્તાહ હળવું ફાયદાકારક રહેશે. આગ્નેય ક્રિયા–પ્રક્રિયા ધરાવતી તમામ મશીનરીઝ એવમ તેનાં પ્રત્યેક પાર્ટ્સનાં ઔદ્યોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયક નીવડશે. કેમિકલ યુનિટનાં જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ જણાશે. શેર બજાર કોમોડીટી માટે આ સપ્તાહ નબળુ રહેશે. આ સિવાયનાં અન્ય ઓદ્યોગિક તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે ભાગદોડ વાળુ તથા હળવું લાભકારી સપ્તાહ રહેશે. સરકારી કર્મચારી વર્ગ માટે બરતરફી અવા વિવાદનાં સંયોગો. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ૨૮ ફેબ તથા ૫ માર્ચ સામાન્ય રહેશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)

મીન

012 1

માટી તથા તેમાંથી બનતી ક્રોકરી, સીરેમીકસ કે અન્ય ઉત્પાદ સમેત બિલ્ડીંગ મટીરીયલ્સનાં વ્યાપાર- વાણિજય ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક નીવડશે. ફેબ્રીક કોસ્મેટીક, આભુષણ ઉદ્યોગ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ વ્યસ્ત એવમ હળવું લાભકર્તા જણાશે. આ સિવાયનાં નાના મોટા તમામ ઔદ્યોગિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. ગ્રેઈન અને ગ્રોસરી મર્ચંટ માટે આ સપ્તાહ સાનુકુળ તથા ભાગદોડ વાળું નીવડશે. સરકારી કર્મચારી વર્ગ માટે સારુ સપ્તાહ. અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પ્રમોશન તથા પગાર વધારા વાળું નીવડશે. મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ ખુબ ફાયદો આપશે. કુટુબ – પરિવાર સુમેળ અકબંધ રહેશે. છાત્રો, મહિલાકર્મીઓ તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ફકત ૩ માર્ચનો દિવસ સાધારણ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.