સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષ

આ સપ્તાહ દરમ્યાન કોમોડીટી, શેર બજાર, અવૈધ સટ્ટા/જુગારથી ખાસ સંભાળવું,  અન્યથા મોટી નૂકશાનીનાં સંયોગો.   રંગ તથા રસાયણનાં ઉત્પાદકો ત્થા વિક્રેતાઓ માટે  આ સપ્તાહ લાભદાયક નીવડશે. સેલેબ્રીટી  જાતકો તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ  માટે આ સપ્તાહ  પ્રતિકુળ રહેશે.  ઔદ્યોગિક એકમ ત્થા  વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝ્નેશનાં તમામ જાતકો માટે આ સપ્તાહ  લાભદાયી રહેશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગ કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે.  મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે લાભદાયી સપ્તાહ.   ૨૩ ત્થા ૨૪ ઓકટોબર  સામાન્ય જણાશે.

વૃષભ

અવૈધ કહી શકાય તેવાં તમામ વહિવટ, વ્યવહાર કામકાજ તથા તેવાં સંબંધોથી વિશેષ કાળજી રાખવી લાભદાયી નીવડશે.  જુનાં વેર તથા દ્વેષો, કલેશોમાં મુકત થવાંનાં સંયોગો.  ધંધા વ્યવસાયમાં અનેક નવી નવી તકો,  નવા અવસરો સામેથી આવવાની શકયતાઓ.  ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું હળવું લાભદાયી રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ કર્મચારીઓ માટે  આ સપ્તાહ પુષ્કળ ફાયદાકારક નીવડશે.  કુટુંબ પરિવાર તરફથી સાથ સહકાર મળવાંના સંયોગો. નિવૃતો, ગૃહિણી તેમજ છાત્રો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  કેવળ ૨૧ ઓકટોબરનો દિવસ જ  અર્ધ લાભદાયી નીવડશે.

મિથુન

આ સપ્તાહ દરમ્યાન  પણ  દોડધામ થવાંની સંભાવના સાથોસાથો  ચડાવ ઉતાર આવવાંનાં સંયોગો. જુનાં કે પડતર કામકાજનો નીવેડો આવી જવાંની સંભાવનાઓ. તમામ ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે.  પેપર, સ્ટેશનરીઝ  પ્રિંટીંગ પ્રેસ, ઓફ્સેટ, સંબંધિત ઓદ્યોગિક એવમ વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયક નીવડશે.  સરકારી વિભાગનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત વર્ગ માટે  આ સપ્તાહ હળવુ લાભદાયી નીવડશે.  પરિવારમાં મતભેદ યથાવત રહેવાની સંભાવના. ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે આ સપ્તાહ હળવુ લાભદાયી રહેશે.  ૨૦ તથા ૨૪ ઓકટોબરના દિવસો સરેરાશ રહેશે.

કર્ક

ખાદ્ય પ્રવાહી ઉત્પાદન એકમનાં જાતકો  તથા ફાર્મા-કેમિક્લ્સ એકમનાં જાતકો માટે આ સપ્તાહ  બહુ જ  લાભદાયક નીવડવાનાં સંયોગો.  આ સપ્તાહે પણ પરિવાર તરફથી સાથ સહકાર મળવાંનાં સંયોગો ત્થા આકસ્મિક ધન લાભનાં સંયોગો. ઈમીટેશન તથા રીયલ જવેલરીઝ ના ઓદ્યોગિક ત્થા વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક જણાશે.  અન્ય ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજના જાતકો માટે આ સપ્તાહ રાબેતા મુજબ  નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ વર્ગનાં કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવાં સંઘર્ષ વાળુ પરંતુ સાથોસાથ લાભકારક નીવડશે.  નિવૃતો, ગૃહિણીઓ, મહિલા કર્મચારી-કર્મીઓ તથા છાત્રો માટે આ  સપ્તાહ સાનુકુળ  રહેવાની સંભાવના.   ૨૩ ઓકટોબર સામાન્ય રહેશે.

સિંહ

આ સપ્તાહ પણ હોટેલ, રેસ્તોરાં તેમજ  ડ્રાય-પેકીંગ ફૂડ પ્રોડકટ્સનાં ઓદ્યોગિક ત્થા વાણિજ્યક એકમોનાં જાતક તથા ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટનાં એકમનાં જાતકો માટે લાભદાયક  નીવડ્શે.  અન્ય ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. નાના ત્થા છુટક વ્યાપારીઓ માટે આ સપ્તાહે પણ હળવી દોડધામ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત અને ભાગદોડ વાળું નીવડશે. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. મહિલા કર્મી માટે આ સપ્તાહ બહુ લાભદાયી રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ યથાવત રહેશે.  ૧૯ ત્થા ૨૪ ઓકટોબર મધ્યમ નીવડશે.

કન્યા

રેડીમેડ ગાર્મેંટસ, જનરલ ફેબ્રીક તેમજ કોસ્મેટીક એકમના જાતકો ત્થા હર્બલ તથા ફાર્માસ્યુટીક્લ્સ  એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ આખું અઠવાડીયું  દોડધામવાળુ તથા સાનુકુળ નીવડશે.  અન્ય ઔદ્યોગિક તથા વ્યાપાર -વાણિયજ એકમનાં  જાતકો માટે આ સપ્તાહ સામાન્ય તેમજ ખર્ચાળ  નીવડશે.  છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ  લાભકારક નીવડશે. ખાનગી તથા અર્ધ સરકારી કર્મચારી માટે સારુ સપ્તાહ. સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે.  સગાં, મિત્રો, સ્નેહી તરફથી  લાભના સંયોગો.  વિદ્યાર્થીઓ, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ આનંદમયી રહેશે.  ૨૧, ૨૪ ઓકટોબર સરેરાશ રહેશે.

તુલા

ખાનગી એવમ સરકારી શૈક્ષણિક એકમ સાથે જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળું  તથા સરેરાશ રહે તેવી શકયતાઓ.  મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ  હળવું સાનુકુળ નીવડશે.  કોઈ પણ  ક્ષેત્રનાં સેલેબ્રીટી જાતક માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ તથા મધ્યમ નીવડશે.  સરકારી તથા ખાનગી એકમના તમામ  કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયક તથા નિરાંત વાળું નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર મળવાંના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક કારક નીવડશે. ૨૨,૨૩, ઓકટોબરનાં દિવસો   સામાન્ય  રહેશે.

વૃશ્ચિક  

આ સપ્તાહે અનેક નવાં કામકાજ હાથમાં આવવાંનાં સંયોગો. સાથો સાથ ગત વર્ષનાં જુનાં, અધુરા રહી ગયેલા કામકાજને વેગ મળવાંનાં સંયોગો.  તેમજ સરકારી કામકાજ  નિર્વિધ્ને પૂરા થવાંની સંભાવનાં.  નાનાં મશીનરીઝ ઉદ્યોગનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ.  વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે.  વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભદાયી નીવડશે.   તમામ વર્ગના સરકારી કર્મચારી  માટે આ સપ્તાહ  હળવું હળવું રહેશે.   ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.  નજીકનાં સ્નેહીઓ, મિત્રો દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક સપ્તાહ.  ૧૯ તથા ૨૫ ઓકટોબર અતિ સામાન્ય રહેશે.

ધન

આ સપ્તાહ દરમ્યાન પણ  આકસ્મિક લાભ મળવાંનાં અનેક સંયોગો બને છે. આ સપ્તાહ, મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સરેરાશ તો રહેશે સાથોસાથ વહીવટ વ્યવહારમાં ખાસ ચોક્કસાઈ રાખવી, અન્યથા મોટુ નૂકશાન થવાંની સંભાવનાઓ. શેર બજાર, સટ્ટા, કે અવૈધ સટ્ટો કે જુગાર માટે આ સપ્તાહ સરવાળે નૂકશાનકર્તા નીવડ્શે. આ સપ્તાહ, તમામ વર્ગ- શ્રેણીના વ્યાપારી જાતકો માટે શ્રેષ્ઠ તથા લાભકારી પણ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે, સાથે અવૈધ વહિવટથી સંભાળવું.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે. ૧૯ તથા ૨૦ ઓકટોબરનાં દિવસો સાધારણ નીવડશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

કલર્સ તેમજ કેમિકલ્સ ઓદ્યોગિક ત્થા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. શીતલ પેયનાં  એકમના જાતકો માટે આ સપ્તાહ દોડધામ વાળું  તેમજ આકસ્મિક લાભ વાળું રહેશે.  અન્ય, મધ્યમ કદ તથા નાનાં ઓદ્યોગિક એકમ  તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમો તથા સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે.  ખાનગી તથા  સરકારી કર્મચારી  માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે, અવૈધ વહીવટથી સંભાળવું.   મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૧૯, ૨૦ ઓકટોબરનાં દિવસો  સાધારણ નીવડશે.  (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

આયુર્વેદીક ફાર્મસી તથા  હર્બલ ઔષધિઓ, હર્બલ પ્રોડકટનાં ઉત્પાદક, વિક્રેતાઓ માટે આ સપ્તાહ હળવા સંઘર્ષવાળું પરંતુ સાથોસાથ લાભદાયક પણ નીવડશે.  સ્યુડો ફિલોસોફર્સ,  દંભી બૌદ્ધિકો–વિચારકો માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે. મોટા કે હેવી મશીનરીઝ  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાતો એ આ સપ્તાહ દરમ્યાન વિશેષ કાળજી રાખવી, અવૈધ વહીવટથી તો વિશેષ સંભાળવુ.  કુટુંબ તરફથી  સાથ સહકાર મળવાંનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ૨૩ ઓકટોબર  સામાન્ય રહેશે.(પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

આ સપ્તાહ દરમ્યાન કોમોડીટી, શેર બજાર, અવૈધ સટ્ટા/જુગારથી ખાસ સંભાળવું,  અન્યથા મોટી ખોટનાં સંયોગો. શીપીંગ તેમજ તેને સંબંધિત તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. રંગ, રસાયણનાં ઉત્પાદકો ત્થા વિક્રેતાઓ માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. સેલેબ્રીટી જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ રહેશે.  ઔદ્યોગિક એકમ ત્થા  વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝ્નેશ ના જાતકો માટે આ સપ્તાહ  લાભદાયી રહેશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગ કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકર્તા નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે.  મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે લાભદાયી સપ્તાહ.   ૨૩ ઓકટોબર  સાધારણ રહેશે.

Loading...