Abtak Media Google News

મેષ

001 1

તમામ સરકારી વિભાગનાં ખાતાંનાં તમામ કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ  હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું  રહેવાંનાં સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ સાનુકુળ પરંતુ ભાગદોડ વાળું  નીવડશે. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ રીલેટેડ એજન્સીઝ, શરાફી પેઢી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક  નીવડવાંના સંયોગો.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું ફાયદાકારક  નીવડશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, સહકાર યથાવત રહેશે.  વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. ૭ મે તથા ૮ મે  સામાન્ય રહેશે.

વૃષભ

002 1

ધંધા- વ્યવસાય સંબંધિત  અધુરા રહી ગયેલા કામ કાજ  પુરા થવાંનાં સંયોગો તથા  ધંધા વ્યવસાયનાં  નવાં  કામકાજના આરંભ માટે  આ  સપ્તાહ લાભકારક નીવડશે.  સ્મોલ મશીનરી ઉદ્યોગ, નાના ઉદ્યોગ તથા વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.   કલા, વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ  ભાગદોડ વાળુ પરંતુ લાભદાયી નીવડશે. તમામ વર્ગના સરકારી કર્મચારી  માટે આ સપ્તાહ  લાભકારક તથા વ્યસ્ત  રહેશે.   ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ  ચડાવ ઉતાર વાળું રહેશે.  નજીકી સગા સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે લાભદાયી સપ્તાહ ૪ મે સામાન્ય રહેશે.

મિથુન

003 1

આ સપ્તાહ દરમ્યાન  દોડાદોડી તથા શારીરિક રીતે  પારાવાર શ્રમ  રહેશે,  એટલે માનસિક રીતે સજ્જ થઈ જવું.  વાહન ધીમે ચલાવવું. શારીરિક પરિશ્રમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહે સંઘર્ષ સાથે  સાનુકુળતા પણ જણાશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસી,   સર્વિસ બિઝ્નેશનાં જાતકો માટે આ સપ્તાહે પણ સામાન્ય રહેવાંના સંયોગો.  ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે  આ સપ્તાહ  અર્ધ લાભદાયક નીવડશે  કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, બરકરાર  રહેશે.   ૩, ૪ ત્થા ૯ મે નાં દિવસો સામાન્ય રહેશે.

કર્ક

004 1

નોન બેંકીંગ, ત્થા બેંકીગ ફાયનાંસ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો  ત્થા ખાનગી   મેનેજમેંટ  ફર્મનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ રહેવાનાં સંયોગો.  સલાહ સૂચન માર્ગ દર્શન પ્રદાન કરતાં તમામ સર્વિસ બિઝનેશનાં જાતકો માટે આ સપ્તાહ પુષ્કળ લાભદાયી રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ  સપ્તાહ પણ મધ્યમ રહેશે.   છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે.  નોકરીયાત માટે  લાભદાયી સપ્તાહ.  કુટુંબ પરિવાર તથા સ્નેહીઓ, મિત્રો સાથે પ્રવાસનાં સંયોગો.  કૌટુંબિક  સુખ શાંતિ વધારો થવાંનાં સંયોગો.   છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ, સંતાનો, માટે લાભદાયી સપ્તાહ.  ૯ મે  સામાન્ય રહેશે.

સિંહ

005 1

રેડીમેડ ગાર્મેંટ્સ, શુ વેર્સનાં ઉત્પાદક તથા વિક્રેતા તથા બ્યુટી પાર્લરનાં  જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભકારક  નીવડશે. વિચારકો, લેખકો, સાહિત્યકારો, પ્રોક્લેમ સેલીબ્રીટી માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ રહેશે.  અવૈધ વ્હાલ તથા વહિવટ વાળા જાતકોએ વિશેષ કાળજી લેવી, અન્યથા અપકિર્તીનાં સંયોગો. હેવી મશીનરીઝ  ઔદ્યોગિક એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ સારુ નીવડશે.  મિત્રો-સહેલીઓ તરફથી  સાથ સહકારના સંયોગો. વર્કીંગ વૂમન, ગૃહિણી તથા વિદ્યાર્થી માટે સુખદાયી સપ્તાહ. ૩ તથા ૯ મે સાધારણ રહેશે.

કન્યા

006 1

આ સપ્તાહ દરમ્યાન આરોગ્યની વિશેષ સંભાળ લેવી. સરકારી વિવિધ વિભાગનાં તમામ કર્મચારી માટે આ સપ્તાહ  હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું  રહેવાંનાં સંયોગો.  દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ એજન્સી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક  રહેવાંના સંયોગો.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ  ફાયદાકારક  નીવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ જણાશે. ૩ ત્થા ૬ મે  સામાન્ય રહેશે.

તુલા

007 1

આ સપ્તાહ દરમ્યાન અનેક લાભો મળવાંના સંયોગો તેમજ આનંદ સાથે પ્રગાઢ શાંતિનો પણ અનુભવ કરાવશે.  દક્ષિણી વિસ્તાર તથા વિદેશ સાથે સંકળાયેલ ધંધા વ્યવસાયી લોકો માટે અતિ લાભદાયી સપ્તાહ.  ધંધા વ્યાપાર માટે પ્રવાસનાં સંયોગો. ઔધોગિક તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.  સરકારી તથા ખાનગી નોકરીયાત માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી રહેશે. ૯ મે અર્ધ મધ્યમ રહેશે.

વૃશ્ચિક  

008 1

ધાતુ સંબંધિત ધંધા ઉદ્યોગ, તથા હેવી મશીનરી સંબંધિત ઉદ્યોગ  સમેત અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયી નીવડશે.  સર્વિસ બિઝનેશ,પેકીંગ ફૂડ તથા કેમિકલ્સનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  નાનાં  વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે.  સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સારુ રહેશે.   વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ૪ મે સાધારણ જણાશે.

ધન

009 1

ઓદ્યોગિક જોબ વર્ક તથા એક્મનાં જાતકો, જથ્થાબંધ વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભકારક નીવડશે.   ફેરી કરતાં તથા ગલ્લા પર છુટક  વ્યાપાર કરતાં પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ પણ ખુબ લાભદાયી રહેશે. ટ્રક, ટ્રાસપોર્ટ, ટ્રાવેલીંગ્સ  એકમનાં જાતકો માટે ચડાવ ઉતાર વાળુ સપ્તાહ.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. મહિલા કર્મી ગૃહિણીઓ, નિવૃતો છાત્રો, માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. ૮ મે સામાન્ય રહેશે. (પન્નોતી થી રાહત મેળવવાં માટે,  આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

જાહેર ક્ષેત્રનાં સેલેબલ જાતકો, પબ્લીક ફિગર માટે આ સપ્તાહ  ભાગદોડ તથા સંઘર્ષ વાળુ નીવડશે. અવૈધ સંબંધો તથા અવૈધ વહિવટ વાળા જાતકોએ વિશેષ સાચવવું. નાનાં ને કુટિર કે ગૃહ ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  વ્યાપાર વણિજ તથા વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ અર્ધ મધ્યમ  નીવડશે.  નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ  સુખદાયી રહેશે.  ૩,૪ મે સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

જાહેર સંસ્થા, ચેરીટેબલ ટ્ર્સ્ટ કે આશ્રમ, કોન્વેંટ, શૈક્ષણિક સંસ્થાના જાતકો માટે આ સપ્તાહ પ્રતિકુળ અથવા સામાન્ય રહેશે.  આશ્રમ-કોન્વેંટ કે જાહેર ટ્રસ્ટ સાથે સંકળાયેલ જાતકો સાથે કોઈ પણ પ્રકારનાં વિવાદ સર્જાવાંના સંયોગો, તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો  માટે આ સપ્તાહ સંઘર્ષ વાળુ રહેશે. તથા કઠીન પરિશ્રમ વાળા વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભવાળું નીવડશે.  સરકારી તથા  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ જણાશે.  મહિલા કર્મી, ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે લાભદાયી સપ્તાહ. ૫ તથા ૭  મે સામાન્ય રહેશે.   (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

012 1

કોમોડીટી તથા ગ્રેઈન મર્ચંટ, સટોડીયાઓ, જુગારીઓ માટે આ સપ્તાહ સરેરાશ ને સામાન્ય જ રહેશે.  ફાઈનાંસ કપની કે ખાનગી શરાફો માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. શીપીંગ કંપની તથા જલીય ઉત્પાદના એકમ સાથે જોડાયેલ તમામ વર્ગો માટે લાભદાયી સપ્તાહ.  ઔદ્યોગિક એકમ ત્થા  વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝ્નેશનાં  જાતકો માટે આ સપ્તાહ  સાનુકુળ  રહેશે.  સરકારી તથા ખાનગી એકમના  તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. મહિલાકર્મીઓ તથા ગૃહિણી  માટે આ સપ્તાહ લાભદાયી રહેહ્સે, છાત્રો, નિવૃતો માટે સાનુકુળ સપ્તાહ.  ૮  મે નો દિવસ  સામાન્ય રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.