Abtak Media Google News

મેષ

001 1

ધાતુ સંબંધિત ઉદ્યોગ, તેમજ હેવી મશીનરી સંબંધિત ઉદ્યોગ  સમેત અન્ય ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભદાયી નીવડશે.  ઈનોર્ગેનિક કેમિક્લ્સ તથા ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ ભાગદોડ તથા ચડાવ ઉતાર વાળું રહેશે.  જનરલ, ઉદ્યોગ- વ્યાપાર-વણિજ એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  નાનાં  વ્યાપારી માટે આ સપ્તાહ ફાયદાકરક નીવડશે.  સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે મધ્યમ  સપ્તાહ.   વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે.   ૨૮  જુલાઈ ૧ ઓગ્સ્ટનાં દિવસો સાધારણ જણાશે.

વૃષભ

002 1

પ્રવાહી જલીય ઉત્પાદ તેમજ ફેશન, ફેબ્રીક, કોસ્મેટીક, ફોટોગ્રાફી, મોડેલીંગ સંબંધિત  તમામ નાના મોટાં એકમના જાતકો માટે આ સપ્તાહ  દરમ્યાન અનેક  પ્રકારે  આર્થિક લાભ તથા તકો  મળવાંના સંયોગો. આ સિવાયનાં ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ થોડુ ઘણું ચડાવ ઉતાર વાળુ પરંતુ લાભદાયક નીવડશે.  રીટેઈલર્સ માટે સાનુકુળ સપ્તાહ. સરકારી તથા ખાનગી ક્ષેત્રના  તમામ વર્ગના કર્મચારીઓ માટે  આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે.  જીવનમાં સંવાદિતોનો વધારો થશે. નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૨૯  તથા ૩૧ જુલાઈ નાં દિવસો સાધારણ નીવડશે.

મિથુન

003 1

સરકારી ક્ષેત્રનાં અલગ અલગ વિભાગનાં તમામ કર્મચારી વર્ગ  માટે આ સપ્તાહ  હળવાં સંઘર્ષ વાળું તથા ચડાવ ઉતાર વાળું  રહેવાંનાં, તથા બદલી થવાંના કે સ્થળાંતર થવાના સંયોગો. દરેક પ્રકારના ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ હળવુ ફાયદાકારક નીવડશે. સર્વિસ બિઝ્નેશ તથા ફાઈનાંસ એજન્સી તથા રીટેઈલર્સ માટે આ સપ્તાહ ફાયદાકારક  રહેવાંના સંયોગો.  ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ  ફાયદાકારક  નીવડશે. ખાનગી શૈક્ષણિક તથા એકાઉન્ટંસીનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે. કુટુંબ-પરિવારમાં સુખ-શાંતિ, તેમજ સાથ સહકાર રહેશે.  ૨૭, ૨૯, ૩૧ જુલાઈનાં દિવસો સામાન્ય રહેશે.

કર્ક

004 1

સરકારી શૈક્ષણિક સંસ્થા તથા અન્ય વિભાગનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેવાંનાં સંયોગો.  સાથે બઢ્તી સાથે બદલીના પણ સંયોગો જણાય છે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ  સપ્તાહ. મધ્યમ રહેશે.  છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ હળવું હળવું લાભકારક જણાશે. પરિવાર તથા સ્નેહીઓ તરફથી સાથ સહકાર તેમજ આર્થિક લાભ મળવાંના સંયોગો. સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, વર્કીગ વૂમન, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ ફાયદાકારી રહેશે.  ૧ ઓગસ્ટ સામાન્ય જણાશે.

સિંહ

005 1

પિતની તાસીર વાળા જાતકો આ સપ્તાહ દરમ્યાન વિશેષ કાળજી લેવી. કારણ, આ દિવસોમાં આરોગ્ય બગડવાંની શકયતા જણાય છે. જાહેર ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ  ભાગદોડ વાળુ નીવડશે. અવૈધ સંબંધો તથા વહિવટ વાળા જાતકોએ વિશેષ સાચવવું.  નાનાં તેમજ  કુટિર ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ ત્થા ફાયદાકારક નીવડશે.  વ્યાપાર વણિજ તથા વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી કર્મચારીઓ માટે અર્ધ મધ્યમ  સપ્તાહ.  નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ  સુખદાયક નીવડશે.  ૨૭ તથા ૩૧ જુલાઈ સામાન્ય રહેશે.

કન્યા

006 1

આ રાશિનાં તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે, સાથોસાથ, નિરાંતવાળું તેમજ સુખદાયી જણાશે.  ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો માટે આ સપ્તાહ ખુબ લાભવાળું રહેશે.  છુટક વ્યાપાર તથા ફેરી કરતાં તમામ વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે સાથે ધંધા સંબંધિત અનેક નવા માર્ગ તથા નવી નવી તકો સાંપડશે. અર્ધ સરકારી ત્થા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  સાથે બઢતી બદલીના સંયોગો પણ  જણાશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી આ સપ્તાહ શ્રેષ્ઠ નીવડશે.સગાં, મિત્રો, સ્નેહી તરફથી  આર્થિક સાથ સહકારના સંયોગો.  વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ ખુબ જ આનંદદાયી રહેશે.  .

તુલા

007 1

કાપડ–ફેબ્રીકસ, રેડીમેડ ગાર્મેંટ્સ તથા ફેશન એસેસરીઝ તેમજ કોસ્મેટીકનાં  ઓદ્યોગિક તેમજ વાણિજ્ય એકમ સાથે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  અન્ય ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે.  કોઈ પણ  જાહેર ક્ષેત્રનાં સેલેબ્રીટી જાતક તથા પબ્લીક ફિગર માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  સરકારી તથા ખાનગી એકમના તમામ  કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. કુટુંબ-પરિવાર દ્વારા સાથ સહકાર યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ પણ ફાયદાકારક  નીવડશે. ૩૧ જુલાઈ સાધારણ જણાશે.

વૃશ્ચિક  

008 1

નવો ધંધો કે તેને સંબંધિત કામકાજના પ્રારંભ માટે  આ સપ્તાહ પણ ખુબ જ  લાભકારક નીવડશે. સાથે નવા ટૂંકા ગાળાનાં રોકાણ માટે, આ સપ્તાહ ફાયદાકારક રહેશે.  અગ્નિ અને ધાતું સંબંધિત હેવી મશીનરી ઉદ્યોગ,  તથા  પરિશ્રમ ધરાવતાં વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  વ્યવસાય તથા સર્વિસ બિઝનેસના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. તમામ વર્ગના સરકારી કર્મચારી માટે આ સપ્તાહ ફાયદાકારક તથા વ્યસ્ત  રહેશે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.  નજીકનાં સ્નેહીઓ તથા મિત્રો દ્વારા સાથ સહકારના સંયોગો. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ.  ૩૧ જુલાઈ  અતિ  સરેરાશ રહેશે

ધન

009 1

હેવી મશીનરી, તથા મોટા ઉદ્યોગ તથા અન્ય ઓદ્યોગિક એકમ તથા જથ્થાબંધ વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ  હ્ળવું ફાયદાકારક નીવડશે.   તદુપરાંત  જુગાર, રીયાલ્ટી, શેર બજાર કોમોડીટી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ પ્રતિકુળ નીવડશે. ઓટોમોબાઈલના સ્પેરપાર્ટ્સ કે ધાતુ સંબંધિત વ્યાપારી જાતકો તથા ફેરી કરતાં, ગલ્લા પર વ્યાપાર કરતાં પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ પણ ખુબ લાભદાયી રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે અર્ધ-સાધારણ સપ્તાહ. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે.  ૩૧ જુલાઈ — ૧ ઓગસ્ટ  સાધારણ રહેશે  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

મલ્ટીલેવલ માર્કેટીંગ્સ તથા  બાઓ-ઓર્ગેંનિક તથા હર્બલ ક્ધજ્યુમર્સ પ્રોડકટ્સનાં  કોઈ પણ એકમના તમામ જાતકો માટે ભાગદોડ વધી જવાંની સંભાવનાં.  ગાર્મેંટ્સ તથા ફેશન રીલેટેડ જાતકો માટે આ સપ્તાહ  હળવું પ્રતિકુળ નીવડશે. ઓદ્યોગિક એકમ  તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમો તથા સર્વિસ બિઝનેશ ના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે.  ખાનગી તથા  સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ અર્ધ- પ્રતિકુળ જણાશે. અવૈધ વહીવટથી ખાસ સંભાળવું.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ સારુ નીવડશે. ૨૮, ૩૦  જુલાઈ તથા ૧ ઓગસ્ટ  મધ્યમ રહેશે (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

કાપડ્–ફેબ્રીક ફેશન, રેડીમેડ ગાર્મેંટ્સ તેમજ કોસ્મેટીકસ, ડેકોરેશન્સ અને લાઈટીંગ્સ સંબંધિત  ઓદ્યોગિક તેમજ વાણિજય એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ  લાભકારક  નીવડશે.   હેવી મશીનરીઝ  ઔદ્યોગિક એકમનાં જાતકો તેમજ વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  ખુબ જ  ફાયદાકારક નીવડશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ ભાગદોડ વાળું તથા સામાન્ય નીવડશે.  કુટુંબ તથા મિત્રો-સહેલીઓ તરફથી  સાથ સહકારના સંયોગો.  મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  ૩૦ જુલાઈ તથા ૧ ઓગસ્ટ  સામાન્ય રહેશે.(પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

012 1

સિઝનલ  બિઝનેશનાં જાતકો  તેમજ કોમોડીટી, શેર બજાર, રીયાલ્ટી બિઝનેશ તથા શીપીંગ કંપનીના જાતકો માટે આ સપ્તાહ   સાનુકુળ તથા ફાયદાકારક નીવડશે,  ઔદ્યોગિક એકમ ત્થા  વ્યાપાર વણિજ એકમ તથા સર્વિસ બિઝ્નેશ ના જાતકો માટે આ સપ્તાહ  સામાન્ય પરંતુ સાનુકુળ રહેશે.  અધુરા કામકાજ પૂરા થતાં જણાશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  મધ્યમ તથા નાના વર્ગના તમામ જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે આ સપ્તાહ લાભકારક નીવડશે.    ફકત, ૨૯ જુલાઈ સરેરાશ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.