Abtak Media Google News

મેષ અ,લ,ઈ

001 1

આ સપ્તાહ દરમ્યાન ઉતાવળ વૃતિ પર હળવો કાબુ જાળવવો.   પિતની તાસીર વાળા જાતકોએ શરીરની વિશેષ સંભાળ રાખવી. આ સપ્તાહે થોડા ઘણાં ખર્ચા વધી જવાની સંભાવનાઓ. દુષિત યોગ વાળા જાતકો એ ખાસ સંભાળવું,  ઔદ્યોગિક એકમના જાતકો માટે તથા મોટા વ્યાપારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  નાનાં વ્યાપારી માટે આ સપ્તાહ પણ લાભદાયક રહેશે.  હર્બલ અને ફાર્માસ્યુટીક્લ્સનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. સરકારી કર્મચારી તથા ખાનગી નોકરીયાત વર્ગ માટે સાનુકુળ  સપ્તાહ.   વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.   ૧૬ ત્થા ૧૮  જુલાઈ મધ્યમ રહેશે.

વૃષભ

002 1

આ સપ્તાહ  દરમ્યાન  આનંદ, આત્માનંદ, પ્રશન્નતાઓ  ભરચક રહેશે. સાથોસાથ દિવ્ય શાંતિનો તેમજ આત્મ-સંતોષનો પણ અનુભવ થશે.  વિદેશ તેમજ દેશમાં પૂર્વ તથા દક્ષિણ  દિશાથી લાભ થવાંનાં સંયોગો.  તમામ પ્રકારનાં ઉદ્યોગ ત્થા વ્યાપાર વણિજ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ ફાયદાકારક નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ કર્મચારીઓ માટે  આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. બઢતી મળવાંના સંયોગો. બગડેલાં સંબંધો સુધરી જવાંના સંયોગો. દાંપત્ય જીવનમાં મધુરતા સાથે સંવાદિતોનો વધારો થશે. મહિલાકર્મીપ, નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે આ  સપ્તાહ ઉતમ નીવડશે.  કેવળ, ૧૨ જુલાઈનો દિવસ જ  અર્ધ સાધારણ રહેશે.

મિથુન

003 1

આ સપ્તાહ દરમ્યાન  તમામ વર્ગ ત્થા વિવિધ પદના સરકારી કર્મચારી માટે દોડધામ થવાંની તથા ચડાવ ઉતાર આવવાંનાં સંયોગો તેમજ બદલી બઢતીનાં પણ સંયોગો.   નાના નાના ઔદ્યોગિક એકમ તથા  વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે.  ફેશન, ફેબ્રીક તથા કોસ્મેટીકનાં ઓદ્યોગિક એવમ વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે  આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  પરિવારમાં મતભેદ થવાંની સંભાવના. ગૃહિણીઓ તથા નિવૃતો, છાત્રો માટે  આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૧૨ તથા ૧૬ જુલાઈનાં દિવસો સામાન્ય રહેશે.

કર્ક

004 1

હોટેલ, રેસ્તોરાં તેમજ  ડ્રાય-પેકીંગ ફૂડ પ્રોડકટ્સ, ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ ખુબજ સાનુકુળ ત્થા લાભદાયક  નીવડ્શે.  ગત વર્ષમાં અધુરા રહી ગયેલા કામકાજ પુરા થવાની સંભાવનાં, જુની ઉઘરાણી પાકવાંના સંયોગો.   ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  નાના ત્થા છુટક  વ્યાપારીઓ માટે આ સપ્તાહે પણ હળવી દોડધામ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ વ્યસ્ત અને લાભદાયી રહેશે. પરિવારમાં સુખ શાંતિ યથાવત રહેશે. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, વિદ્યાર્થી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક રહેશે.  ૧૩ ત્થા ૧૪ જુલાઈ   સામાન્ય રહેશે.

સિંહ

005 1

આ સપ્તાહે માનસિક શાંતિ તથા હાશકારાનો અનુભવ થશે. ધંધા વ્યવસાય હેતું કરેલી દોડધામનો અંત આવવાંની સાથોસાથ પરિણામલક્ષી ફળ મળવાની શરુઆત થશે.હેવી મશીનરીઝ–વ્હીકલ્સનાં જાતકો માટે આ સપ્તાહ અનેક પ્રકારે લાભ વાળુ નીવડશે.  ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  વ્યાપાર, વણિજ તથા વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારી નીવડશે.  રાજકીય  જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા લાભદાયી નીવડશે. ખાનગી ક્ષેત્ર તેમજ  સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ પણ  લાભદાયી નીવડશે,   નિવૃતો તથા મહિલાકર્મી, સ્ત્રી જાતકો ગૃહિણી, માટે લાભદાયી સપ્તાહ. ૧૭ તથા ૧૮ જુલાઈ મધ્યમ રહેશે.

કન્યા

006 1

ઈવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયક પરંતુ દોડધામ વાળૂ રહેશે.  ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. નાના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકરક નીવડશે,  છુટક વ્યાપાર તથા ફેરી કરતાં તેમજ પરિશ્રમી વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ અતિ લાભકારક નીવડશે. અર્ધ સરકારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું સાનુકૂળ રહેશે. સગાં સ્નેહી તરફથી  સરેરાશ સમય.  છાત્રો, સંશોધકો, વિચારકો, મહિલા કર્મીઓ, ગૃહિણીઓ તથા નિવૃતો માટે આ સપ્તાહ  લાભદાયક નીવડશે.  ૧૭ જુલાઈનો દિવસ પ્રતિકુળ જણાશે.

તુલા

007 1

હોટેલ, રીસોર્ટ, રેસ્તોરાં, ઈવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ, ટુર એંડ ટ્રાવેલ એજંસીઝ જેવાં ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું લાભકારક નીવડશે. ઔધોગિક એકમ તથા વ્યાપાર-વાણિજય એકમના જાતકો માટે  આ સપ્તાહ સાનુકુળ એવમ ભાગદોડીયું નીવડશે.  જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલ સેલેબલ વ્યક્તિઓ માટે આ સપ્તાહ પ્રતિકુળ નીવડશે.  સરકારી તથા ખાનગી એકમના તમામ  કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. કુટુંબ-પરિવારમાં સુમેળ યથાવત રહેશે. ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ ભાગદોડ વાળું ત્થા લાભકારક નીવડશે.  ૧૫ જુલાઈનો દિવસ  મધ્યમ જણાશે.

વૃશ્ચિક  

008 1

આ સપ્તાહ દરમ્યાન પણ અલગ અલગ સ્થાન -સ્થળેથી લાભ તેમજ નવી નવી ફાયદાવાળી તકો મળવાનાં સંયોગો.  નાનાં નાનાં મશીનરી ઉદ્યોગ તેમજ જ્થ્થાબંધ  વ્યાપાર,  ઓટોમોબાઈલ વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  અન્ય વ્યાપાર-વણિજ વ્યવસાયના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે . સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે, બઢતીનાં સંયોગો બને છે.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.   સગાં, સ્નેહીઓ, મિત્રો  મારફત સાથ સહકાર મળવાનાં સંયોગો. વિદ્યાર્થી, ગૃહિણી તથા નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  ૧૮ જુલાઈ અર્ધ મધ્યમ નીવડશે.

ધન

009 1

આ સપ્તાહ  પણ મોટા તથા જથ્થાબંધ વ્યાપાર વણિજના જાતકો  તથા હેવી મશીનરી ઉદ્યોગ એકમ તથા વ્યાપારી એકમનાં જાતકો માટે અતિ લાભદાયક સાબીત થશે.  રીયાલ્ટી એકમના જાતકો માટે આ સપ્તાહ પણ સરેરાશ રહેશે.  નાનાં નાનાં  ઉદ્યોગ ત્થા ધંધાનાં જાતકો માટે  આ સપ્તાહ લાભદાયી નીવડશે.  પરિશ્રમી જાતકો માટે આ સપ્તાહ  દોડધામ વાળું  તથા લાભદાયક પણ રહેશે. સરકારી ક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે  હળવું પ્રતિકુળ સપ્તાહ, બરતરફીની સંભાવનાં. ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે.  ૧૪, ૧૫ તથા ૧૭ જુલાઈ સામાન્ય રહેશે  (પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

આ સપ્તાહ દરમ્યાન  હેવી મશીનરીઝનાં ઉદ્યોગ તથા તેનાં ધંધા-વ્યવસાય તેમજ હેવી વ્હીક્લ્સ, ટ્રાંસ્પોર્ટેશન્સ એકમના જાતકો માટે ભાગદોડ સાથે લાભ મળવાંનાં સંયોગો.  નાના તથા ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ એકમોના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.   ખાનગી ક્ષેત્રનાં તેમજ  સરકારી ક્ષેત્રનાં નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ હળવું પ્રતિકુળ જણાશે, સંભવ કાળજી રાખવી. ખાનગી એવમ સરકારી શૈક્ષણિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું કે અર્ધ પ્રતિકુળ નીવડશે.  મહિલા કર્મી,ગૃહિણીઓ, નિવૃતો, તથા કોલેજના સ્ટુડેંટ્સ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.   ૧૫, ૧૬ તથા ૧૮ જુલાઈનાં દિવસો મધ્યમ રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

ધાતુ તથા સ્ક્રેપનાં તથા ભંગાર ચીજ વસ્તુંઓનાં વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ  અર્ધ લાભદાયક નીવડશે.  કલા સંબંધિત તમામ એકમ તથા તેને સંબંધિત  એશોસિયેટ એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ ફાયદાકારક નીવડશે.  તમામ પ્રકારના ઓદ્યોગિક એકમ તથા નાના મોટા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. નીવડશે.  સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે આ સપ્તાહ સરેરાશ રહેશે.  પરિવારમાં સુખશાંતિ યથાવત.  મહિલા કર્મી, ગૃહિણીઓ,  વિદ્યાર્થીઓ, નિવૃતો, માટે આ સપ્તાહ લાભદાયક જણાશે.  ૧૭ જુલાઈ સાધારણ જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

મીન

012 1

–  શેર બજાર, સટ્ટા તથા અન્ય વાયદા બજારનાં જાતકો માટે આ સપ્તાહ  નીવડશે.  ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક તથા ઈંટરનેટનાં સંબંધિત એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. રાજકીય ત્થા જાહેર ક્ષેત્રનાં લોકો તેમજ સેલેબલ વ્યક્તિઓ માટે મધ્યમ સપ્તાહ, ( સપ્તાહના અંતિમ ત્રણ દિવસો જ સાનુકુળ રહેશે.) ઔદ્યોગિક એકમ ત્થા  વ્યાપારી એકમના જાતકો માટે આ સપ્તાહ ઉતમ રહેશે.   અધુરા કામકાજ પૂરા થતાં જણાશે.  સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું  નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી જણાશે.  મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે સાનુકુળ સપ્તાહ.  ૧૫ જુલાઈ સામાન્ય નીવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.