Abtak Media Google News

મેષ

001 1

નાનાં તથા મોટા ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. અગ્નિ તત્વ સંબંધિત કોઈ ને કોઈ સમસ્યા આવવાની સંભાવના.  રંગ, રસાયણના ઉત્પાદકોથી લઈને  છુટક વ્યાપારના તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર જણાશે. અન્ય વ્યાપારીઓ માટે સારુ સપ્તાહ. સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ,  બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ.  મેડીકલ છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સારી રીતે પસાર થશે.  ૩, ૪ જુલાઈનાં દિવસો  સામાન્ય રહેશે.

વૃષભ

002 1

સ્ટેશનરી સંબંધિત  ઉદ્યોગ તથા વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક રહેશે.  વકીલ, જજ, નોટરી માટે આ સપ્તાહ લાભદાયક રહેશે.  સેલેબલ તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે. બેંકીગ ક્ષેત્રના જાતકો માટે મધ્યમ સપ્તાહ. સર્વિસ બિઝનેશના જાતકો માટે  આ સપ્તાહ ખુબ જ  લાભદાયી નીવડશે. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  આ સપ્તાહ દરમ્યાન  પરિવાર જનો  કે સગાં સાથે  હળવાં વાદ વિવાદના સંયોગો બને છે.  નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ૩ તથા ૪ જુલાઈનાં  દિવસો સામાન્ય નીવડશે

મિથુન

003 1

શૈક્ષણિક સંસ્થા તથા જાહેર ટ્રસ્ટ કે જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ મધ્યમ જણાશે.   જુનાં વાદ વિવાદ  જાહેરમાં  આવવાના સંયોગો.તમામ પ્રકારના નાના ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજય એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સામાન્ય સપ્તાહ. સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ હળવું જણાશે. સ્વગૃહી બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયક નીવડશે.  નિવૃત સરકારી કર્મચારીઓનાં જુનાં કામનો ઉકેલ આવવા સંભવ. પરિવાર સુખ કુટુંબ સુખ તથા મિત્રો દ્વારા સાથ સહકાર મળશે.   ૨૯ જુન તથા ૪ જુલાઈ  સામાન્ય રહેશે.

કર્ક

004 1

કાયદો તથા વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ કે  ખાનગી સેવા આપનાર તમામ વર્ગના અધિકારી એવમ કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે.  ઔધોગિક એકમ તથા વ્યાપાર-વણિજના એકમનાં તમામ જાતકો માટે આ સપ્તાહ  હળવું ચડાવ ઉતાર વાળું રહેશે. નાના, છુટક વ્યાપારી કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે.  ખાનગી શૈક્ષણિક એકમનાં તમામ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ હળવું સંઘર્ષ વાળું નીવડશે. સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયક જણાશે. સગાં, સ્નેહીજનો દ્વારા સાથ સહકારના સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ.  ૩ તથા ૪ જુલાઈ  સામાન્ય નીવડશે.

સિંહ

005 1

શીપીંગ તેમજ  ફિશીંગ ક્ષેત્રનાં તથા મરીન એંજીનીયરીંગના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે.  અગ્નિ સંબંધિત ફુડ  બેવરેજીસ તેમજ રત્નાભુષણનાં વ્યાપાર કે ઉત્પાદન સાથે સંક્ળાયેલ તમામ જાતકો માટે આ  સપ્તાહ  સાનુકુળ નીવડશે. રસાયણ ઉદ્યોગ–વ્યાપારના જાતકો માટે સરેરાશ સપ્તાહ. ચિકિત્સા તથા ફાર્મસી ક્ષેત્રના જાતકો માટે લાભદાયી સપ્તાહ.  વ્યાપારી જાતકો એવમ  સરકારી તથા અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઉતમ સપ્તાહ. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નિવૃતો, ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સુંદર નીવડશે.  ૨, ૩ જુલાઈ સામાન્ય નીવડશે

કન્યા

006 1

નાના કે કુટિર ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ  ફાયદાકરક નીવડશે, સાથે ધંધા માટે નવાં અવસરોના સંયોગો સાંપડશે.  જથ્થાબંધ વ્યાપાર તથા દેશ-વિદેશ વ્યાપાર વણિજ તથા વ્યવસાય જોડે સંકળાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ સામાન્ય નીવડશે.  કઠોર પરિશ્રમ વાળા ધંધા વ્યાપાર માટે આ સપ્તાહ ખુબ ફાયદાકારક રહેશે.  ગોથે ચડી ગયેલા  કામકાજને દિશા મળશે. માતા-પિતા સાથે હળવા મતભેદની સંભાવના. સરકારી કર્મચારીઓએ આ સપ્તાહે કાળજી લેવી. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે ઠીકઠીક સપ્તાહ. ગૃહિણી તથા મહિલા કર્મચારી માટે  સાનુકુળ સપ્તાહ.  ૨૮, ૩૦ જુન સામાન્ય રહેશે

તુલા

007 1

ફેશન ઉદ્યોગ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. જાહેર ક્ષેત્ર તથા રાજકીય ક્ષેત્રની વ્યક્તિ માટે આ સપ્તાહ, પ્રતિકુળ રહેશે.  ઔદ્યોગિક ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહ અણધાર્યા ફાયદા કરાવશે. મધ્યમ કદના વ્યાપાર વણિજ, સર્વિગ બિઝનેશ ધરાવતાં જાતકો માટે આ સપ્તાહ લાભકારક રહેશે. સરકારી તેમજ અર્ધ સરકારી કર્મચારી માટે આ સપ્તાહ સારુ રહેશે. ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભકારક. સંભાવના. પરિવાર સાથે સુમેળતા, સાથ-સહકાર યથાવત  રહેશે. મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો તથા યુવા વર્ગ, ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સાનુકુળ સપ્તાહ  ૨૯ જુન તથા ૩ જુલાઈનાં દિવસો  મધ્યમ રહેશે.

વૃશ્ચિક  

008 1

આ સપ્તાહ,  શારીરિક તથા માનસિક એમ બન્ને રીતે સાનુકુળ અને ફાયદાકારક રહેશે. નાના નાનાં ઔદ્યોગિક એકમ તથા તમામ કદનાં  વ્યાપાર વણિજનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. સરકારી કર્મચારી માટે અણધારી બદલી બઢતીના સંયોગો. પેંડીંગ રહેલા કાર્યો સફળતા સાથે પુરાં થશે. અવૈધ કે અવૈવાહિક સંબંધો વાળા જાતકો માટે ભાંડાફોડના સંયોગો. દાંપત્યજીવનમાં સંવાદિતા સર્જાવાનાં સંયોગો.સાસરા પક્ષ તરફથી સાથ સહકારનો અનુભવ થશે.  મહિલા કર્મી, ગૃહિણીઓ, નિવૃતો, ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે સારું સપ્તાહ.  ૩૦ જુન સાધારણ રહેશે

ધન

009 1

નીચસ્થ ગુરુ વાળા જાતકો પ્રતિકુળ સપ્તાહ. આ સપ્તાહે   માનસિક શાંતિ તથા ધરપત વળવાની  સંભાવનાઓ. દરેક પ્રકારના નાના મોટો ઔદ્યોગિક એકમનાં જાતકો તથા  વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તેમજ  લાભદાયી પણ  નીવડશે.  સખત પરિશ્રમ વાળા એકમના જાતકો માટે અનેક વિધ નવી તકો સાંપડશે. ઉદરનો જુનો કોઈ રોગ ઉથલો મારે તેવી સંભાવના. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સામાન્ય  રહેશે. ગૃહિણીઓ, નિવૃતો માટે હળવું ચડાવ ઉતાર વાળુ સપ્તાહ.  ૨૮  જુન તથા ૩ જુલાઈ સરેરાશ રહેશે.(પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)

મકર

010 1

આ સપ્તાહે  પન્નોતિના  સુપ્રભાવ જોવા મળશે, આથી આ સપ્તાહમાં જ  અડધા અધુરા રહેલા કામકાજ તાત્કાલિક પૂરા કરવાં જાહેર ક્ષેત્રની સેલેબલ વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી. નવાં બિઝનેશમાં ઉતાવળ ન કરવી.  ઉદ્યોગ તેમજ વાણિજયના તમામ એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. હેવી મશીનરીઝ કે હેવી વ્હીકલ્સ કે જાયંટ કોંટ્રાકટસ ના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી જણાશે. સેવા-વ્યવસાયના જાતકો માટે સામાન્ય સપ્તાહ. સરકારી નોકરીયાત તથા ખાનગી ક્ષેત્રના કર્મી માટે આ સપ્તાહ સામાન્ય જણાશે. પરિવાર તથા સ્નેહીઓ વચ્ચે સંવાદિતા જળવાશે. ૧ તથા ૪  જુલાઈ  સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)

કુંભ

011 1

હર્બલ તેમજ આયુર્વેદીક ફાર્મસી સાથે સંકળાયેલ  તમામ લોકો માટે  આ સપ્તાહ સાનુકુળ નીવડશે સાથો સાથ લાભદાયક પણ નીવડશે  નાના નાના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નીવડશે. વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે.  સરકારી તેમજ  અર્ધ સરકારી નોકરીયાત માટે  ખર્ચા વધી જવાની સભાવનાઓ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે પ્રમોશનનાં  સંયોગો.  સ્થાનીય કે દેશ -વિદેશના પ્રવાસના સંયોગો. વર્ષો જુના પેંડીગ કાર્યો પૂર્ણ થવાના સંયોગો.  મહિલા કર્મી તથા ગૃહિણી, નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.   ૨૮ જુન તથા ૩ જુલાઈ સામાન્ય જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ  તથા અંતિમ મહિનો જ સંભાળવું.  ઉપાય શ્રમદાન.)

012 1

નાના મોટા તમામ ઔદ્યોગિક એકમના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ ત્થા લાભદાયી રહેશે.  ગ્રેઈન અને ગ્રોસરી મર્ચંટ માટે  આ સપ્તાહ સાનુકુળ રહેશે. હેવી મશીનરી, સીરેમીકસ, સમેત બિલ્ડીંગ મટીરીયલ્સનાં વ્યાપાર- વાણિજય ક્ષેત્રના જાતકો  માટે સપ્તાહ  હળવું ફાયદાકારક નીવડશે. ફેશન, ફેબ્રીક   કોસ્મેટીક  ઉદ્યોગ વ્યાપારના જાતકો  માટે આ સપ્તાહ  લાભકર્તા જણાશે.  સરકારી કર્મચારી વર્ગ માટે સારુ સપ્તાહ.  અર્ધ સરકારી તથા ખાનગી  ક્ષેત્રના કર્મચારીઓ માટે પ્રમોશન તથા પગાર વધારા વાળું નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે સારુ સપ્તાહ. કુટુબ – પરિવાર સુમેળ અકબંધ રહેશે.  છાત્રો, મહિલાકર્મીઓ  તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ફકત ૪ જુલાઈનો દિવસ સાધારણ  રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.