રાજકોટમાં ૨૧થી ૨૩ ફેબ્રુઆરી સુધી વેડિંગ અને લાઈફ સ્ટાઈલ એક્ઝિબિશન

49

રેસકોર્સ મેદાનમાં યોજાશે અર્બન વિવાહ: ૧૫૦થી વધારે સ્ટોલ

આગામી ૨૧ ઠઇ ૨૩ ફેબ્રુઆરી દરમિયાન રાજકોટના આંગણે ભવ્ય વેડિંગ અને લાઈફ સ્ટાઈલ એક્ઝિબીશન “અર્બન વિવાહ યોજાઈ રહ્યું છે, જેમાં ગોલ્ડ-ડાયમંડ જવેલરીથી લઈને બ્યુટી પાર્લર સહિતની તમામ લગ્નસરા અને શુભ પ્રસંગોની ખરીદી માટેની તમામ આઈટમોનો સમાવેશ થાય છે.

 

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહેલ આ ભવ્ય અર્બન વિવાહ એક્ઝિબીશનમાં લગ્નની ભવ્ય ઉજવણી કરવા તેમજ તેને સંબંધીત જરૂરી તમામ પાસાઓને અનુલક્ષીને વેડિંગ ફેશન અને લાઈફ સ્ટાઈલ આઈટમ્સ, જેમાં ગોલ્ડ અને ડાયમંડ જવેલરી, વેડીંગ સાડી, ફેશન જવેલરી, ડિઝાઈનર વેર, શૂટ અને શેરવાની, વેડીંગ એસેસરીઝ, બ્યુટી પાર્લર, ફૂટવેર, હેન્ડલુમ હેન્ડીક્રાફટ, કોસ્મેટીક, કાર્ડ અને કંકોત્રી, ગીફટ આર્ટીકલ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વીડિયોગ્રાફી-ફોટોગ્રાફી, વેડીંગ પ્લાનર, મેરેજ બ્યુરો, કેટરર્સ, ડેકોરેટર્સ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ બેન્કવેટ હોલ વગેરે સંબંધીત ફેસલીટીઝનો સમાવેશ થાય છે.

આ સમગ્ર અર્બન વિવાહ એક્ઝિબીશનનું ભવ્ય આયોજન રાજકોટની જાણીતી ઈવેન્ટ મેનેજમેન્ટ સંસ્થા “રે,ઝ કોમ્યુનિકેશન્સ દ્વારા કરવામાં આવ્યું છે. અર્બન શોપીંગ ફેસ્ટીવલ એકિઝબીશનનો સમય સવારે ૧૦ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધીનો રહેશે. આ અર્બન વિવાહ એક્ઝિબીશનની વધુ વિગતો માટે મો.૯૦૩૩૩ ૯૯૯૮૨ અને મો.૮૧૨૮૧ ૨૮૧૧૦ પર સંપર્ક કરવો.

Loading...