સમસ્ત મહાજન દ્વારા ગૌવંશ સંરક્ષણ વિષય પર આજે વેબીનાર

ડો.વલ્લભભાઈ કથીરીયા તથા ગિરીશભાઈ શાહ માર્ગદર્શન આપશે

વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા ગૌ આધારીત અર્થવ્યવસ્થા તથા પંચગવ્યથી સમૃદ્ધિ દ્વારા ગૌવંશ સંરક્ષણ વિષય પર વેબીનાર યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરીયા આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત, ગૌ આધારીત અર્થવ્યવસ્થા તથા પંચગવ્યથી સમૃદ્ધિ દ્વારા ગૌ વંશ સંરક્ષણ તથા રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ચાલી રહેલા કામધેનુ દિપવાલી અભિયાન અંગે માર્ગદર્શન આપશે. ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ ગૌ સંસ્કૃતિનું પુન: સ્થાપનમાં સમસ્ત મહાજનની વૈશ્ર્વિક ટીમ જોડાશે. આ વેબીનાર તા.૩ ઓકટોબર શનિવારે રાત્રે ૮:૩૦ વાગ્યે ગુગલ મીટ ઉપર જીવંત નિહાળી શકાશે. આ વેબીનાર અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)નો સંપર્ક કરવા સમસ્ત મહાજનના ગીરીશભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.

Loading...