‘હું પણ કોરોના વોરિયર’ અંતર્ગત ગ્રેટર ચેમ્બર દ્વારા આજે વેબિનાર

પ્રદેશ ભાજપ આગેવાન નીતિનભાઇ ભારદ્વાજ, અનિમેષભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો વેબ સેમિનારમાં જોડાશે

હું પણ કોરોના વોરીયર અભિયાનના અનુસંધાને લોકજાગૃતિ કેળવવા અને પ્રસિઘ્ધી આપવાના ઉદ્દેશથી આજે તા.ર૬ ને મંગળવારે સાંજે પ વાગ્યાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના ચીફ એનાલીસ્ટ તરીકે પ્રદેશ ભાજપના આગેવાન નીતીનભાઇ ભારદ્વાર, જાણીતા નિકાસકાર અને ઉઘોગપતિ તથા શહેર ભાજપના સક્રિય આગેવાન અનીમેષભાઇ રૂપાણી, ઇન્ડિયન મેડીકલ એસો.ના રાષ્ટ્રીય કક્ષાના ઉપાઘ્યક્ષ ડો. અતુલ પંડયા તથા વિશ્વકક્ષાના જાણીતા ઉઘોગકાર જયોતિ સી.એન.સી.ના સી.એમ.ડી. પરાક્રમસિંહજી જાડેજા આ અભિયાન અંગે માર્ગદર્શન આપી લોકોને જાગૃત કરવા માહિતી પ્રદાન કરનાર છે.

કાર્યક્રમમાં ભાગ લેવા રાજીવભાઇ દોશી ઉપપ્રમુખ મો. નં. ૯૮૨૫૧ ૪૮૯૫૯, મયુરભાઇ શાહ નિયામક મો. નં. ૯૪૨૬૭ ૩૨૩૯૬ મોબાઇલ નંબર ઉપર વોટસઅપ કરવાથી અથવા લભિભશ યિમશરરળફશહ.ભજ્ઞળ પર ઇ-મેઇલ કરવાથી આપને લીંક પુરી પાડવામાં આવશે તેમ ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ધનસુખભાઇ વોરા, તથા ઉપપ્રમુખ રાજીવભાઇ દોશીની યાદીમાં જણાવાયું છે.

Loading...