Abtak Media Google News

Weather forecast by Gujarat in Gujaratગુજરાતમાં વરસાદ આવ્યા બાદ અચાનક જ વિરામ લઈ લીધો છે.જેના કારણે જગતનાં તાત એવા ખેડૂતો પણ ચિંતાતૂર બન્યા છે પરંતુ આ દરમિયાન રાજ્યનાં તમામ લોકો માટે ખુશીના સમાચાર છે. આગામી ત્રણ દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેવા કે દમણ, દાદરા નગર હવેલી સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વરસાદે વિરામ લીધા બાદ રાજ્યમાં ખેડૂતો ચિંતાતૂર બની ગયા હતાં. કારણ કે, તેમણે પોતાના ખેતરમાં વાવણીની શરૂઆત કરી દીધી હતી. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને કચ્છ સહિત દીવ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.