વાર મુજબ પહેરો આ રંગના કપડાં…. બદલી જશે કિસ્મત

જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક રંગનું અલગ મહત્વ હોય છે. એટલા જ માટે રંગોની અલગ એક દુનિયા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, રંગ તમારું ભાગ્ય પણ બદલી શકે. અમુક એવા પણ રંગ હોય છે જે આપણને સકારાત્મક એનર્જી આપે છે. પરંતુ અમુક એવા પણ રંગ હોય છે જે આપણા કામને બગાડી પણ શકે છે.

જો તમારે કિસ્મત બદલવી હોય તો અઠવાડિયાના સાત દિવસ અનુસાર સાત રંગના કપડાં ફેરવીને પહેરો તો તમારી કિસ્મત બદલી શકે છે. સાથે જ કોઈને કોઈ શુભ સમાચાર પણ મળે છે.

ક્યાં દિવસે ક્યાં રંગના કપડાં પહેરવા

રવિવાર :  રવિવારનો દિવસ ભગવાન સૂર્યનો દિવસ કહેવાય છે. જો તમે આ દિવસે પીળા, લાલ અથવા રંગીન કપડાં પહેરતા હો, તો તમને સકારાત્મક ઉર્જાનો અહેસાસ થશે. આ દિવસે તમે ઉત્સાહિત અને તરોતાજા મહેસુસ કરી શકશો. પીળો રંગએ ખુશીનું પ્રતિક મનાય છે જેથી તમે દીવસ આખો ખુશ રહેશો

સોમવાર  : સોમવારના દિવસને ચંદ્રનો વાર કહેવામાં આવે છે, આ દિવસે સફેદ રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. જો થઇ શકે તો તમે પણ સોમવારના દિવસે સફેદ કપડાં પહેરો. તેનાથી તમને યશ અને સફળતાની પ્રાપ્તિ થશે અને સાથે જ સફેદીએ સચ્ચાઈનું પ્રતિક છે જે તમને પ્રમાણિક સાબિત કરે છે.

મંગળવાર : મંગળવારનો દિવસ મહાબલી હનુમાનજીનો માનવામાં આવે છે. આ દિવસે બની શકે તો તમારે લાલ, નારંગી, ભૂરા, અથવા ચોકલેટી કલરના કપડાં પહેરવા જોઈએ. આ દિવસનો ગૃહ મંગળ હોય છે. આ દિવસ લાલ,લાલ, નારંગી, ભૂરા, અથવા ચોકલેટી કલરના રંગોના કપડાં પહેરો તો તમારી વાતોની અસર બીજા પર ખુબ જ ઊંડી પડે છે, લોકો તમને જીવનભર યાદ રાખે છે.

બુધવાર  : બુધવારનો દિવસ ગણપતિજીનો માનવામાં આવે છે. ગણેશજીને સૌથી વધારે ઘાસ પસંદ છે. માટે આ દિવસે લીલા રંગનું મહત્વ હોય છે. એટલા માટે આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ. આ રંગના કપડાં પહેરવાથી તમને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, સાથે જ નોકરી અને વેપારમાં અનુકુળ વાતવરણ બને છે.

ગુરુવાર : ગુરુવારનો દિવસ સાંઈ અને બૃહસ્પતિનો હોય છે. અ બંને દેવોને પીળો રંગ વધારે પસંદ હોય છે. મિત્રો બૃહસ્પતિને સમ્માનના દેવતા પણ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. જો ગુરુવારના દિવસે પીળા રંગના કપડાં પહેરવામાં આવે તો તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

શુક્રવાર : શુક્રવારને માતા લક્ષ્મીનો વાર માનવામાં આવે છે. માતા લક્ષ્મીને લાલ અને પીળો રંગ વધારે પસંદ હોય છે. પરંતુ બને ત્યાં સુધી શુક્રવારે સાફ અને સુઘડ કપડાં પહેરવા જોઈએ સાથે જ ગુલાબી રંગના કપડાં પહેરીને ભાગ્યનો લાભ વધારે મેળવી શકો છો.

શનિવાર : શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનજીનો છે. આ દિવસે કાળા, વાદળી, રિંગણી કલરમાં કપડાં પહેરવા જોઈએ. કેમ કે શનિદેવને વધારે કાળો કલર પસંદ હોય છે. માટે આ દિવસે બને ત્યાં સુધી ડાર્ક કપડાં પહેરવા જોઈએ. શનિવારે આ રંગોના કપડાં પહેરવાથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે. સાથે સાથે તમારા કાર્ય ક્ષેત્રમાં તમને સફળતા પણ મળશે.

Loading...