Abtak Media Google News

અધિક મહિનો પૂરો થતા જેઠ માસની શ‚આતમાં જ ચોમાસું સક્રિય

રાજયમાં આગામી પાંચ છ દિવસમાંજ મેઘરાજા ધૂમ ધડાકા ભેર આગમન કરે તેવા સ્પષ્ટ સંકેતો હવામાન વિભાગે આપ્યા છે. નબળુ પડેલુ નૈઋત્યનું ચોમાસું પૂન: સક્રિય થયું છે. અને દક્ષિણ-પશ્ચીમનાં નરિયાકાંઠાનો વિસ્તારો તેમજ મુંબઈમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર રાજયમાં આગામી અઠવાડિયાથી વરસાદ પડવાની શકયતા છે.

હવામાન વિભાગનાં સતવાર સૂત્રોનાં જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમમાં ફરી ચોમાસાની સિસ્ટમ બની રહી છે. અને ધીમી ગતિએ ગુજરાત તરફ આ સીસ્ટમ આવી રહી હોવાથી આગામી પાંચ કે છ દિવસમાં જ સારા વરસાદની શકયતા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ નૈઋત્યનું ચોમાસુ આગળ ધપતું હતુ ત્યારે ઉતર પૂર્વનાં પવનો ફૂંકાતા પૂવર્રય રાજયમાં શ્રીકાર વરસાદ વચ્ચે પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી.

દરમિયાન દેશી હિસાબ મુજબ ચાલુ વર્ષે અધિક માસને કારણે બે જેઠ માસ છે જેમાં પહેલો અધિક જેઠ પૂર્ણ થતા કાયદેસર રીતે જેઠ મહિનાનો આરંભ થયો છે. અને વર્તારા મુજબ ભીમ અગીયારસનાં મૂહર્ત વચ્ચે નૈઋત્યનાં ચોમાસાની સીસ્ટમ સક્રિય થતા આગામી અઠવાડિયામાં વાવણી લાયક વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ચારેક દિવસથી મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તે જોતા સમગ્ર ગુજરાત રાજયમાં વરસાદનાં આગમનની છડી પોકારાઈ ચૂકી છે. અને હવામાનમાં પણ આવેલ બદલાવ મેઘરાજાનાં આગમનના સંકેતો આપી રહ્યા છે.

વધુમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં કોંકણ, ગોવા, કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે અને ગતિમાન બનેલુ ચોમાસુ આગળ ધપી આગામી પાંચથી છ દિવસમાં જ ગુજરાત પહોચે તેવી શકયતા હવામાન વિભાગનાં સુત્રો દ્વારા વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.