સિદ્ધાંતો સાથે અમે ક્યારેય બાંધછોડ નથી કરી: ઉપકુલપતિ ડો.દેસાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.પેથાણી અને ઉપકુલપતિ ડો.દેસાણીના યશસ્વી કાર્યકાળના લેખા-જોખા: ‘અબતક’ની મુલાકાત દરમિયાન અનેક નવા પ્રોજેકટોની વિગતવાર ચર્ચા કરી

સિદ્ધાંતો સાથે અમે ક્યારેય બાંધછોડ નથી કરી, અમે હિંમતપૂર્વક નિર્ણયો કર્યા છે તેવું આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ કહ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીના એક વર્ષની યશસ્વી કાર્યકાળના લેખાજોખા રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, યુનિવર્સિટીની ગરીમા જળવાય તેવા પ્રયત્નો અમે કર્યા છે. યુનિવર્સિટીમાં અદ્યતન લાઈબ્રેરી, લેંગ્વેજ લેબ સહિતનું વિકસાવવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધે તેવા પ્રયાસો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે. આ સાથે જ સ્પોર્ટ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. અમે ઓડિટોરીયમ પણ બનાવી રહ્યાં છીએ. ઉપરાંત સ્ટડી ઈન ગુજરાતના નારા હેઠળ અમે વિદેશી છાત્રો માટે ટ્રાન્જીટ હાઉસ પણ બનાવીશું. એજ્યુકેશન ટુરીજમ અને લેગ્વેજ લેબનો એજન્ડા અમે રાખ્યો છે. ડિગ્રી સર્ટીફીકેટને ડિજીટલ રીતે જાળવવા માટે કેન્દ્ર સરકારની નીડમાં અપલોડ કર્યા છે.

અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૨૭૮૦૦ ડિગ્રીઓ અમે નેડમાં મુકી છે. જેનો અભિનંદન પત્ર અમને મળ્યો છે. આ મુલાકાત સમયે ડો.દેસાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અદ્યતન લાઈબ્રેરીની બનાવવની તૈયારી પણ વર્ણવી હતી.

તેમણે કહ્યું હતું કે, અમે વૃક્ષારોપણ સાઈકલીંગ કી પર્યાવરણને જાળવવાનો પ્રયાસ કર્યો છે. આગામી સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે નવા આવાસોનું કેમ્પસ ખાતે નિર્માણ કરવાનો નિર્ધાર છે. ઉપરાંત વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમી કોલેજના આચાર્યો, વિદ્યાર્થીઓ, કુલપતિઓ અને ઉપકુલપતિઓ સાથે સીધો સંવાદ થાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. ઈ.આર.પી. સીસ્ટમનો અમલ થશે.કમ્બાઈન્ડ સાયન્સ લેબોરેટરી પણ કેમ્પસ કખાતે કાર્યરત શે. યોગાહોલનું નિર્માણ કરાશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સિવીલ સર્વિસીસની પરીક્ષાઓ જેવી કે  IAS, IPS, IRS, IFS, IRSE પરીક્ષાઓની તૈયારીઓ માટે ગુજરાત રાજયની યુનિવર્સિટીઓમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  CCDC, UPSC Bhavan દ્વારા નિ:શુલ્ક તાલીમ કેન્દ્રનું કેમ્પસ ખાતે નિર્માથ થશે. ડીજીટલ ઇન્ડિયાના ભાગરુપે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક – બિનશૈક્ષણીક તમામ કર્મચારીઓની બાયોમેટ્રીકસ મશીન દ્વારા હાજરીની શરુઆત છે., સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મહાનગરપાલીકાના સંયુકત ઉપક્રમે સૌપ્રથમવાર વર્ષ-૨૦૧૯ માં સૌરાષ્ટ્ર બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ હતું.

આ વર્ષે સતત બીજી વાર તા.રપ થી ર૯ જાન્યુઆરી ૨૦૨૦ સુધી સૌરાષ્ટ્ર બુકફેર અને લીટરેચર ફેસ્ટીવલ-ર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પસ પર સ્વચ્છતા અંગેની જાગૃતિ અને બે પ્લાસ્ટિક ક્રશર મશીન થકી પ્લાસ્ટિક ફ્રી કેમ્પસનું નિર્માણ કરાયે હતું. કેમ્પમાં વિઘાર્થીનીઓ તેમજ મહીલા કર્મચારીઓ માટે ૧ર (બાર) સેનેટરી પેડ વેન્ડીંગ મશીન કેમ્પસ ખાતેના ભવોન, ગર્લ્સ હોસ્ટેલો અને મુખ્ય વહીવટી બીલ્ડીંગમાં કાર્યરત છે.

સૌ પ્રથમવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓને ગુજરાત વિધાનસભાની મુલાકાતનું આયોજન છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરુપે જંગલમાં છુપાયેલ અસંખય ગુનાઓમાં ફરાર આરોપીને પકડવાનું વિરતાનું કાર્ય કરનાર એ.ટી.એસ. ની ચાર મહિલા પી.એસ.આઇ. નું સન્માન કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુવિનર્સિટી અને કુંડારીયા ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે કેમ્પસમાં અભ્યાસ કરતી તમામ વિઘાર્થીનીઓ તથા તમામ વિઘાર્થીનીઓ તથા તમામ કર્મચારીઓના હિમોગ્લોબીન કેમ્પનું આયોજન હતું.

Loading...