Abtak Media Google News

ચકલીના સંરક્ષણ માટે લોકો માળો મેળવી પોતાના ઘરની આજુબાજુ પર ગોઠવવો

ચકલીની વસ્તી વધારવાના કાર્યમાં ફાળો આપવા અપીલ

આજે વિશ્ર્વ ચકલી દિવસ. આ દિવસે શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા ચકલીઓના માળાનું વિતરણ થઈ રહ્યું છે. ચકલી હજારો વર્ષથી માનવ સાથે જોડાયેલી છે અને માનવ વસ્તી નજીક સૌથી વધુ જોવા મળતુ પક્ષી છે. ચકલાના ઘેરા સાંજના સમયે વૃક્ષોમાં આશરો લેતા પહેલા ચીચીયારીથી વાતાવરણ ગુંજવી મુકે છે. ચકલી હજારો વર્ષથી માનવ સાથે જોડાયેલી છે અને માનવ વસ્તી નજીક સૌથી વધુ જોવા મળતું પક્ષી છે. ચકલીની વસ્તી વધારા માટે અનેક સંસ્થા દ્વારા માળાનું વિતરણ કરવામાં આવતું હોય છે. ચકલીના માળા પોતાના રહેઠાણમાં કે આજુબાજુમાં ગોઠવી ચકલી બચાવવાના અભિયાનમાં સામેલ થવું એ સારી બાબત છે. ચકલીબેન જયારે માળો બનાવતી જોવા મળે ત્યારે આપણને જરૂર આનંદની લાગણી ઉદભવે છે. સાથો સાથ ચકલીના સંરક્ષણ માટે કંઈક કરી રહ્યા છીએ તેનો આત્મસંતોષ થાય છે. બાળકોના મનમાં ચકલી અને કુદરત પ્રત્યે ખાસ લાગણી ઉદભવે છે. ચકલીના માળાની ગોઠવણી અને ચકલી દ્વારા બચ્ચાના ઉછેર અંગે થોડી બાબતો જાણીએ તો પક્ષી માળો રહેવા માટે બનાવે છે અને પક્ષી માળામાં રહે છે.

પરંતુ ખરી હકિકત પક્ષી માળો ઈંડા મુકવા માટે અને બચ્ચાના ઉછેર અને સલામતી માટે બનાવે છે. આમ માળાનો મુખ્ય ઉપયોગ બચ્ચાના ઉછેર માટે હોય છે. સામાન્ય રીતે પક્ષી સંવર્ધન ઋતુની શરૂઆતમાં માળો બનાવવાનું કરતા હોય છે. માળા બાંધવાથી શરૂઆતથી ચકલીનું વર્ષ શરૂ થાય છે. માળા બાંધવાની શરૂઆત ચકલીની સંવર્ધન ઋતુની શરૂઆતનો નિર્દેશ કરે છે. સંવર્ધન ઋતુમાં ચકલી જુદી વર્તણુક દેખાડતી હોય છે. એપ્રિલથી ઓગસ્ટનો સમયગાળા બનાવવાની મુખ્ય ઋતુ છે. ચકલી આખું વર્ષ માળો બનાવે છે. ચોકકસ મહિનો સ્થાનીય પરિસ્થિતિ મુજબ હોય છે. કુદરતમાં માળો બની શકે તેવી ગમે તે જગ્યાએ ખાસ કરીને કુવાની દિવાલના કાણામાં, નદીની ભેખડ કે ઝાડના કાણામાં ચકલા માળો બનાવે છે, પરંતુ જયારે તેને મનુષ્યનું ઘર મળે છે ત્યારે ખાસ કરીને છબી કે પોસ્ટર પાછળ

Dsc 1501લેમ્પના ઢાકણા ઉપર, મકાનના નેવા જેવી જગ્યા પર માળો બનાવે છે. ચકલા માનવ સર્જીત માળખામાં માળા બનાવવાનું વિશેષ પસંદ કરે છે. ચકલીના બચ્ચા માટે બિલાડી, ઉંદર, ઘો, સર્પ, કાગડા અને અન્ય શિકારી પક્ષીઓ મુખ્ય દુશ્મન છે. શિકારી પક્ષીથી ચકલીના ઈંડા કે બચ્ચા ખાઈ જવા, કયારેક ચકલીને ઈજા થવાના પ્રસંગો ઉદભવતા હોય છે.

Dsc 1502

માળા અનેક પ્રકારના હોઈ શકે. પુઠાના, લાકડાના, સનમાઈકાના, માટીના કે પ્લાસ્ટીકના. માળાની શૈલી (સ્ટાઈલ)ની અસર પક્ષી પર થતી નથી. પરંતુ પક્ષીની જ‚રીયાત સંતોષાવી જ‚રી છે. માળાનું અને માળામાં કાણાનું કદ અને માળાની યોગ્ય ગોઠવણી ખુબ જ મહત્વની છે. પક્ષી માળાની આજુબાજુ બેસી માળાની અંદરની પરિસ્થિતિનું નિરીક્ષણ કાણામાંથી કરતા હોય છે જેથી ચકલીને આવી સુવિધા મળે તો વધુ સારુ રહે. ચકલીના સંરક્ષણ માટે ચિંતિત લોકો ચકલીના માળા મેળવી પોતાના ઘરની આજુબાજુ કે ફાર્મ હાઉસ પર ગોઠવી ચકલીની વસ્તી વધારવાના કાર્યમાં પોતાનો ફાળો આપતા હોય છે. સામાન્ય રીતે માળો દિવાલ પર કે છજા નીચે ગોઠવવામાં આવતા હોય છે. માળાને એ રીતે ગોઠવવો જોઈએ કે પવન સીધો તેમા ન ફુંકાય તેમજ વરસાદ પણ સીધો તેમાં ન પડે અને સુર્યનો સખત તડકો તેના પર ન પડવો જોઈએ.

Dsc 1505

માળાનું કાણું બહારની બાજુએ અથવા બાજુમાં રાખી શકાય. માળો થોડો નમતો ગોઠવવો જોઈએ. માળાની ઉતમ જગ્યા છજા નીચે ગણી શકાય. માળો એક વખત ગોઠવાય જાય પછી તેને ઓછામાં ઓછી ખલેલ પહોંચે તે જોવું જોઈએ. માળામાં શું છે તે જાણવા પ્રયત્ન ન કરવો જોઈએ. પરંતુ જરૂર જણાય ત્યારે એકદમ ટુંકા સમયમાં જોઈ લેવો જોઈએ અને કયારેક જ જોવો જોઈએ. અવાર નવાર માળાને ખલેલ પહોંચાડવાથી પક્ષી માળો છોડી દે છે. ચકલા તેના માળાનું આક્રમતાથી રક્ષણ કરે છે. બીજા પક્ષીને માળામાંથી કાઢી મુકતા પણ જોવા મળે છે. ઈંડા મુકવા અને બચ્ચા ઉછેરનો સમય સામાન્ય રીતે બચ્ચા માટે ખોરાકની ઉપલબ્ધ મુજબ હોય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.