Abtak Media Google News

હરેક “માં  આપણી “માં નથી રહી ! બન્ને અશુભ !

‘હું મારા જ ઘરમાં જડતો નથી…’

આપણે આપણા જ ઘરમાં જડતા નથી…

આવો અફસોસ ગણ્યાગાંઠયા લોકો જ નહીં પણ ઘણા બધા લોકો કરે છે ! આપણા દેશના રાજકીય રંગરાગની અને સમગ્ર રાજકારણની આ અકલ્પનીય વિચિત્રતા છે. આપણા જ ઘરમાં અને આપણા જ દેશમાં આપણે જન્મ્યા, પોષણ પામ્યા, રમ્યા-ભમ્યા અને મોટા થયા.  ભણ્યા ગણ્યા ને સંસ્કાર- સંસ્કૃતિનું રસપાન કર્યુ. ઇતિહાસ – ભૂગોળની જાણકારી મેળવી અને જમુનેત્રીની દિવ્યતા તેમજ ગીતા, મહાભારત, રામાયણની રોમાંચક સમજપ પણ સાધી….

આમ છતાં એમ કહેવું કે આપણા ઘરમાં અને આપણા દેશમાં આપણે જડતા નથી, એ વિચિત્ર તેમજ નવાઇજનક જ લાગેને?

આપણો ભારત દેશ ચિંતનની અને દર્શનની અલૌકિક ભૂમિ છે. અહીંનું શાંતિનિકેતન ‘કવિનું સ્વર્ગ’ છે.ગાંધી આશ્રમ વૈચારિક અમૃતનું માનસરોવર છે. અહીં માનસરોવર છે અને કૈલાસ છે. અહીં નંદનવન છે. અને સત્યમ શિવમ સુન્દરમના ત્રિવેણી સંગમ છે. બુઘ્ધ-મહાવીરનું સ્મરણ કરાવતા વિશ્ર્વમાનવનાં તિર્થસ્થળો છે. અને ઋષિમુનિઓના તપોવન છે. અહીં સત્ય, અહિંસા, પ્રેમ તેમજ દયા-કરૂણાના મહામિલન છે, અને મયૂરધારિણી સરસ્વતી આ ભૂમિને અખંડ તેજસ્વિતા બક્ષે છે.

આવા આપણા દેશમાં ગંગા, ગોદાવરી, ગોમતીની સ્ફટિક જળધારાઓ વચ્ચેય ને આપણે ખુદ આપણને જ જડીએ નહિ તો તે કેવી કમનશીબી  લેખાય?

આપણા ઇતિહાસ- ભૂગોળને આપણે ન જાણીએ, આપણે યુગો જૂની સંસ્કૃતિને આપણે ન પિછાણીએ આપણાં સંસ્કારનું જતન ન કરીએ, આપણા દેવ-દેવીઓને હદયાસનમાં પધરાવીએ નહિ, આપણી પવિત્ર પરમ્યરાઓને અને રીતરિવાજોને અનુસરીએ નહિ તો આપણું અધ:પતન થાય જ!

વસિયતનામાં લખવાની આપણી સાંસ્કૃતિક રીતને આને ધરમ કરમનાં આપણા ભણતરને કોણે ભૂલવાી દીધા અને કોણે બૂરી રીતે ભૂંસી કાઢયા, એવા સવાલો જાગે જ છે….

મનુષ્યોમાં ઊંડે સુધી દ્રષ્ટિ કરીએ તો કલ્પનામાં ન આવે એવી અને ઊગતી પેઢીને ઉજાગર કરે એવી ઘટનાઓ જડી શકે છે….

આપણા જ ઘર સમા સૌરાષ્ટ્ર-કાઠિયાવાડનો એક સતિયો ચારણ, જેને એક જમાનામાં ચારણોની કોઠા ડાહી અને જાજરમાન જમાતે હોંશે હોંશે વધાવ્યો હતો આજે તે જડતો નથી.

મારા જ ઘરમાં હું જડતો નથી એવી ફિલ્સુફી આખા ચારણ સમાજને દેનાર જતિજોગી સમા શંકરના ભકત અને જે મનુષ્યો અત્યારે મનુષ્યો  મટી ગયા છે એમના માટે દાખલારૂપ આ મનુષ્યને અગ્રલેઅના તાણાવાણામાં ગૂંથવા પડે તેમ છે. એમનું રૂદુ નામ શંકરદાનજી હતું. પિતાનું નામ જેઠીભાઇજી હતું. એમણે લખેલું વાસરાખત આજેય અક્ષરસ: મોજૂદ છે…..

નવજુવાન પત્રકારો, લેખકો કે સમાજસેવકોને જૂની પેઢીના જાજરમાન માણસોનાં જીવનમાં હવે રસ રહ્યો નથી. એમના રસના કેન્દ્રો બદલાઇ ગયાં છે. જામરણજીત રાજા તરીકે કેવા હતા એમાં એમને રસ નથી. પણ ક્રિકેટર તરીકે અદ્દભૂત હોવામાં એમને રસ પડે છે. પણ એમની પ્રજાના શા હાલ હતા એની સરખામણીમાં સ્વાધીન પ્રજા કેટલી સુખીદુ:ખી છે તેમાં એમને રસ નથી.

આજના આપણા પ્રધાનો ચમ્મરબંધીઓ ઉપર પગલાં ભરવાના વેણ ઉચ્ચારે તો પડદાને ગીધડાં ઠોલે એમ ઠોલવા માંડે છે. પણ એક આખો કામ ચમ્મરબંધી રાજવીઓ જેવા હતા તેવો વરતાવી દેવાનાં ગીત જોડીનુ સંભળાવનાર સ્વ. શંકરદાનજીમાં કોઇને રસ નથી. નહિ તો એમને આંગણે લેખકો ને પત્રકારોના ટોળા ઉતરી પડયા હોત! એ લેખકો લીંબડી પહોંચી પડયા હોત, ને એમનું સાહિત્ય ઉથામી નાખ્યું હોત, એમની સાથીદારો, મિત્રો અને સહવાસમાં રહેનારાઓના દિલ ખોલાવીને ઢગલાબંધ વાતોને અક્ષર દેહ આપી ચમકાવી હોત, એવા તો અઢળક પ્રસંગો પડયા છે. એમના, જેનું  આજની પ્રજા જરૂર અચરજ ભોગવત

એમના ખરેખરે લીંબડી ગયેલો ત્યારે એમના પુત્રો શ્રી હરિદાન દેધાને રાધવદાન દેધાએ મને એક જૂનો ચોપડો બતાવ્યો હતો. જે ૪૮ વર્ષ પહેલાનો હતો. તે વખતે શંકરદાનજીની ઉમર તેત્રીસેક વરસની હતી. ત્યારે તેમણે પોતાના વારસોને વંશજને નીચે મુજબ ભલામણ કરી હતી.

આ ચારણ કવિ બીજી કોઇ મોટી મિલ્કત મૂકી ગયા નથી. સિવાય કે રહેતા હતા તે ઘર પણ સૌથી મોટી મિલ્કત એના વિચારોની મૂકી ગયા છે. વિચારો છે તો સાદી ને સરળ, શિક્ષાપત્રી જેવા બોધક…..

અધિકાર શકિત મળે ત્યારે નિર્માની થઇ.

નમવું અને સર્વને પૈસાથી ઉપયોગી થવું, જો ગરીબ સ્થિતિ હોય તો શરીરથી ગરીબોની સેવા કરવી, ઇશ્ર્વર ભજન અને ગરીબોની સેવા, એ જ આ સંસારમાં સાર‚પ છે.

હું પોતે પણ દુ:ખી હાલતમાં હતો. મારી દશ વર્ષની ઉંમરે મારા માતુ અને બાર વષે મારા પિતા સ્વર્ગવાસી થયા હતા. રખડીરઝડી હું મોટો થયો, લીંબડી રાજની અંદર (લીંબડી ભાયાત સમલાના રહીશ રાણા જીવણસિંહજી માલુભા ઘોડા ડોકટર હતા. તેઓની સાથે પહેચાણ થઇ થોડે થોડે તેઓની કૃપા વધી અને લીંબડીના ફંટાયા કુમારીશ્રીની સલામ થઇ પછી લીંબડીના યુવરાજશ્રીની સલામ થઇ અને પછી લીંબડી નરેશ સલામ થઇ, તે તેમની કૃપાથી શંકર પ્રભુની તમામ અનુકુળ સંજોગ મળ્યા.

મારા વંશને એ તેમના વંરજો સાથે સંબંધ રાખવો, પ્રભુ, તેઓની અને તેમના વંશજોની ઉન્નતિ રાખો પણ કોઇ વખત તેમના વંશજને મારા વંશજ ની જરૂર પડે તો તન-મન- ધનથી સેવા કરવાનું ચૂકવું નહિ,

ગરીબોને શંકર પ્રભુના પ્રિય સંતાન માની તેમની સાથે મહોબ્બત રાખવી બેન-દીકરીની એક પાઇ પણ રાખવી નહી, કે ગ્રહણ કરવી નહિ, દરિદ્રાવસ્થામાં પોતે દુ:ખી થઇને પણ ગરીબોને યથાશકિત દાન કરી સન્માન કરી સંતોષ આપવો શંકરનું ભજન કરવું.

દુશ્મનનું પણ વખત આવ્યે રૂબુરૂ નહિ, સત્તા વખતે ક્ષમા અને ગરીબ સ્થિતિમાં દાન કરવું, તેથી બહુ જ ઉન્નતિ થાય છે. પારતું હિત ચાહે છે. તેનું પ્રભુ સદા ભલું કરે છે માટે શત્રુ-મિત્ર બન્નેનું હિત કરવું, અનીતિથી પૈસા ગ્રહણ કરવા નહિ, ગાય વેચવી નહિ, કામ ક્રોધ લોભથી બની શકે તેટલો બચાવ કરવો, તે ત્રણે મરી ગયેલાને પણ મારે છે તો પછી જીવન સ્થિતિની તો શું વાત !

આમ શંકરદાનજીએ લખેલું વસિયતનામું ઉમદા માણસે લખેલી માનવગીતા સમું બની ગયું પણ કોઇએ તેમની યાદની દેરી ન બાંધી, જયાં ભવિષ્યમાં મહિલાઓ ત્યાં ચાંદલો કરીને ફૂલ ચઢાવવા આવે !

આનાં ઉપરથી કોઇએ એવી ટકરો કરી છે કે, આપણે આપણા ઘરમાં જડતા નથી અને હરેક મા આપણી ‘માં’લાગતી નથી…..

આ માનસિકતાને બદલ્યા વિના આપણી સંસ્કૃતિ અને સંસ્કાર કદાપિ સજીવન નહિ થાય અને આપણા દેશની વર્તમાન હાલત સુધરવાને બદલે વકરતી જ રહેશે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.