અમારી સાથે થઈ રહ્યો છે અન્યાય PoKમાં થયો ડેમ પ્રોજેક્ટનો વિરોધ

યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના નેતા આઈ મીરનું કહેવું છે કે, અમને કોઈ કશુ પૂછતુ નથી

મુઝફ્ફરબાદ: પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરમાં બનાવવામાં આવેલી રહેલા ડેમ અને હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સનો અહીંના સ્થાનિક લોકો દ્વારા ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

લોકોનું કહેવું છે કે, પાકિસ્તાન સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટ્થી તેમને કોઈ ફાયદો થતો નથી અને તેમના સંસાધનો લૂંટવામાં આવી રહ્યા છે.

યુનાઈટેડ કશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટીના નેતા આઈ મીરનું કહેવું છે કે, પાકિસ્તાન સરકાર અન્ય દેશોની મદદથી તેમના ત્યાંની નદીઓના પ્રવાહને બીજા રસ્તે વાળીને ઈસ્લામાબાદની જરૂરિયાત પુરી કરવામાં આવી રહી છે. મીરના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન સરકાર તેમના કોઈ પણ નિર્ણયમાં પીઓકેના પ્રશાસનને સામેલ કરતા નથી. પાકિસ્તાન સરકારના ગમે તે નિર્ણયના કારણે અહીંના લોકોને ઘણું નુકસાન થઈ રહ્યું છે.

Loading...