Abtak Media Google News

અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ૭૦ લાભાર્થીઓને સહાય અપાઈ

મોરબી પાલિકાના ટાઉન હોલમાં ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી મેલા યોજાયો હતો.જેમાં સરકારી યોજનાઓની સહાયની સરવાણી વહી હતી. કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, કલેક્ટર માકડીયા, ડીડીઓ એસ.એમ. ખટાણા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી.

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી મેલાના સ્ટેજ પરથી ૭૦ થી વધુ લાભાર્થીઓને જુદી-જુદી સહાય આપવામાં આવી હતી જેમાં રીવોલ્વીંગ ફંડ ચેક ,ઓટો રીક્ષા ,ઓટો રીક્ષા લોન, બ્યુટીપાર્લર લોન, સિવણકામ લોન તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની ૪ પ્રાથમિક શાળાઓના વધારાના ૧૯ વર્ગખંડો મંજૂર કરવામાં આવ્યા હતા.૧૨ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના વર્ક ઓડર ,૫ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનોની ચાવી, ૫ લોકોને સર્વશ્રેષ્ઠ આવાસ માટેના એવોર્ડ આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત પ્રધાનમંત્રી મેલામાં ૫ લાભાર્થીઓને મા અમૃતમ કાર્ડ ,૫ દિવ્યાંગોને કાર્ડ વિતરણ, ૩ વિકલાંગોને વિકલાંગ સાધન સહાય,૫ શ્રમિકોને શ્રમિક ઓળખ કાર્ડ અને ૨ યુગલો ને ડો.સવિતાબેન આંબેડકર અધરજ્ઞાતિય લગ્ન સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.