Abtak Media Google News

રાબેતા મુજબ એકાંતરા પાણી મળતું રહેશે

જામનગર શહેરને પુરા પાડતા જળાશયોમાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય ૩૧ જુલાઇ એકાંતરે પાણી વિતરણ થશે તેમજ લોકોને પાણી બાબતે કોઇ મુશ્કેલી નહી પડે તેમ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

જામનગર શહેરને પાણી પુરૂ પાડતા જળાશયો રણજીતસાગર, સસોઇ ડેમ, ઊંડ-૧, આજી-૩માં પુરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે તેમજ નર્મદા કેનાલ મારફતે જરૂરીયાત મુજબ પાણી મળી આવી રહયું છે. હાલ જામનગર શહેરને દૈનિક ૧૧૫ એમએલડી પાણીની જરૂરીયાત મુજબ ઉપાડ કરીને વિતરણ કરવામાં આવી રહયું છે, જે મુજબ ડેમોમાં ઉપલબ્ધ જથ્થા પ્રમાણે ૩૧ જુલાઇ સુધી ચાલે તેટલો પુરતો જથ્થો છે જેના કારણે શહેરમાં પાણીના કાપ મુકવાની કોઇ શકયતા નથી અને રાબેતા મુજબ એકાંતરે પાણી વિતરણ થશે.

અત્રે ઉલ્લેખનીય છેકે, જામનગર શહેરના મધ્યમાં આવેલા રણમલ તળાવમાં પણ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેના કારણે શહેરની ડંકીઓ તેમજ બોરના તળ જીવંત છે. એટલે ગરમીના આ મૌસમમાં જામનગરને પાણીની તકલીફ નહી રહે તેમજ ત્યાં સુધી ચોમાસું સક્રિય થઇ જશે જેના કારણે ઘણા વર્ષોથી ઉનાળામાં ત્રણ અને ચાર દિવસે એકવાર જે પાણી વિતરણ કરવામાં આવતું હતું તે ભૂતકાળ બની જશે.

જામનગરના રણજીતસાગર, ઊંડ, સસોઇ, આજી તેમજ નર્મદા કેનાલનું પાણી મળતું  હોય અને ડેમમાં પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોય, જામનગર શહેરને ૩૧ જુલાઇ સુધી એકાંતરે પાણી વિતરણ થશે, હાલ શહેરના તળ પણ જીવંત છે એટલે જામનગરને આ વર્ષે પાણીમાં કોઇ મુશ્કેલી કે કાપ સહન કરવાનો  નહી આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.