Abtak Media Google News

સૂર્યારામપરામાં વાલ્વ મામલે તપાસનો આદેશ કરતા જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે

સૌની યોજના હેઠળ રાજકોટના આજીડેમમાં ઠાલવાતા પાણીથી ગામનું તળાવ ભરાયુ ત્યાં સુધી તંત્ર ઉંઘમાં

ઉનાળાના પ્રારંભે જ પાણીની મોકાણ સર્જાઈ છે ત્યારે રાજકોટના આજીડેમમાં સૌની યોજના મારફતે ઠાલવવામાં આવતા નર્મદાના નીરને અધ્ધવચ્ચે આંતરી પાણી ચોરીનો જાણે કારસો ઘડાયો હોય તેમ રાજકોટ-વાંકાનેર હાઈવે પર સૂર્યારામપરા ગામ નજીક સૌની યોજનાના વાલ્વમાંથી કરોડો લીટર પાણીનો જથ્થો વેડફાઈ જતાં આ મામલે જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ તપાસના આદેશ આપ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-વાંકાનેર હાઈવે પર આવેલા સૂર્યારામપરા ગામ નજીક છેલ્લા દશેક દિવસી સૌની યોજના હેઠળ પસાર તી નર્મદા પાઈપ લાઈનના વાલ્વમાં ભંગાણ તાં કરોડો લીટર પાણી વેડફાયું છે અને આ પાણીના વેડફાટના કારણે ગામનું તળાવ છલોછલ ભરાઈ ગયું હોવા છતાં કહેવાતા નર્મદા વિભાગના અધિકારીઓ, પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ કે સિંચાઈ વિભાગના અધિકારીઓને ૧૦-૧૦ દિવસ સુધી પાણીનો અપુરતો જથ્થો આવતો હોવા છતાં આ બાબતની ગભીરતા લીધી ન હતી.

બીજી તરફ સૂર્યારામપરામાં વાલ્વ તૂટયો કે તોડવામાં આવ્યો તે મામલે પણ હજુ કારણો સ્પષ્ટ ન હોય. રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા પાણીની કટોકટી જેવા સમયમાં વાલ્વ તૂટયો છે કે તોડવામાં આવ્યો છે તે મામલે પાણી પુરવઠા બોર્ડ અને નર્મદા વિભાગના અધિકારીઓ તેમજ પોલીસને તપાસ કરવા માટે આદેશ કર્યો છે.

દરમિયાન છેલ્લા ૧૦-૧૦ દિવસી વિશાળ માત્રામાં પાણીનો જથ્થો વેડફાવા મામલે મોડે મોડે જાગેલા સિંચાઈ વિભાગ દ્વારા પાણીનો વાલ્વ રીપેર કરવા ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી અને તરવૈયાઓએ પાણીની અંદર જઈ લીકેજ બંધ કરવા માટે કામગીરી શરૂ કરી હતી. જો કે, હજુ પણ પાણીનો વેડફાટ ચાલુ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

આ સંજોગોમાં રાજકોટના આજી ડેમને નર્મદાના નીરી છલોછલ ભરવા આડે આવેલા અંતરાયો મામલે હાલ તુર્ત તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.