Abtak Media Google News

રાજકોટ જીલ્લામાં મેઘરાજાની મહેર થતા સુજલામ-સુફલામ જળસંચય યોજના હેઠળ ઉંડા ઉતારેલ તળાવમાં જળસંગ્રહ થયેલ છે. જેને અનુલક્ષીને પ્રદેશ દ્વારા જળપુજન સમગ્ર રાજયમાં કરવામાં આવે છે. તેના અનુસંધાને રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયા તથા મહામંત્રી સર્વ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઈ કોરાટ અને જળપૂજન અભિયાનના જીલ્લાના ઈન્ચાર્જ બીપીનભાઈ રેલીયાની ઉપસ્થિતિમાં તમામ તાલુકા મંડળોમાં ફરીને તમામ ૪૨૭ તળાવોમાં જળપુજન તથા ગામે-ગામ વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, જળસંચય માટે માત્ર તળાવને ઉંડા ઉતારવા અને તે તળાવોમાં કુદરતે કરેલ મહેરથી પાણીનો સંગ્રહ થયો એજ પર્યાપ્ત નથી પરંતુ જીલ્લાનો પ્રત્યેક નાગરિક મહામુલા જળના એક-એક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા સંકલ્પબદ્ધ થાય એ પણ જરૂરી છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતાએ જણાવ્યું હતું કે, જળશકિતની અદભુત જળઆરાધના કરવાનો આપણને સૌને અવસર પ્રાપ્ત થયો છે. જીલ્લા કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઈ કોરાટ, મહામંત્રીઓ હરસુખભાઈ સોજીત્રા, હરદેવસિંહ જાડેજા તથા ઈન્ચાર્જ બીપીનભાઈ રેલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઈતિહાસમાં જળઅભિયાનના જન આંદોલનનું એક નવું સફળ પ્રકરણ ઉમેરાયું છે. ભાવી પેઢીને જળ સંશાધનોથી સમૃદ્ધ ગુજરાતનો જળવારસો આપવાનું કાર્ય મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ કર્યું છે. આ જળપૂજન દ્વારા જનજાગૃતિ લાવી જળક્રાંતિનું સર્જન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.