Abtak Media Google News

ડિઝાસ્ટરનું મેનેજમેન્ટ કે મેનેજમેન્ટનું ડિઝાસ્ટર !

પાણીના મેનેજમેન્ટને લઈ સરકારમાં જોવા મળી રહ્યો છે દુરંદેશીનો અભાવ

કહેવાય છે કે, તરસ લાગે ત્યારે કુવો ખોદવો, પછી સુરતની ઘટના હોય કે ડુંગળીનું મેનેજમેન્ટ હોય. એટલે કહી શકાય કે પાણીની જયારે જરૂરીયાત ઉભી થાય ત્યારે સરકાર તે દિશામાં વિચાર કરતી હોય છે પરંતુ ખરા ર્અમાં વાસ્તવિકતા તો એ છે કે, પાણીને લઈ કોઈ સમસ્યા ઉદ્ભવીત થાય તે પહેલા જ સરકારે તે અંગે કોઈ નકકર ઉપાય કરવો જોઈએ પરંતુ તે કરવામાં સરકાર ઉણી ઉતરી રહી છે અને કહેવાય તો પાણીના મેનેજમેન્ટમાં સરકારના દુરંદેશીનો અભાવ પણ જોવા મળી રહ્યો છે.કોઈપણ સ્થળ પર પુર આવે તો તંત્રની જરૂરીયાત શું તે જોવું પણ સરકારનો પ્રથમ કર્તવ્ય છે. ત્યારે અનેક વખત સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાતની કરતું હોય છે પરંતુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરતા મેનેજમેન્ટનું ડિઝાસ્ટર તું હોય તેવુ લાગી રહ્યું છે. ચોમાસુ રાજયમાં બસ હવે ગણતરીના દિવસોમાં જ પ્રવેશ કરશે ત્યારે સરકારે આ અંગે પોતાનું સ્પષ્ટ મંતવ્ય રજૂ કરી નકકર ઉપાયો રાજયને આપવા પડશે જેથી પાણી પ્રશ્ર્ન કોઈપણ સમયે ઉદ્ભવીત ન થાય અને પુરની સ્થિતિનું નિર્માણ પણ ન થાય.સુરતમાં થયેલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજયમાં ફાયર એસ્ટીંગવિશરના વેંચાણના પ્રમાણમાં ખૂબજ વધારો યો છે અને સીલીન્ડર વેચવાની સાથે સાથે હવે બજારમાં લૂંટ ચાલી રહી છે જેનું કારણ એ છે કે, આ અંગે ભૂતકાળમાં સરકાર દ્વારા કોઈ નકકર પરિયોજના બનાવવામાં આવી ન હતી. જેના કારણે સીલીન્ડરના વેંચાણમાં લૂંટ ચલાવવામાં આવી રહી છે. કહેવાય છે કે, મજબૂરી કા નામ મહાત્મા ગાંધી, ત્યારે આ પ્રકારની ઘટના દિનપ્રતિદિન ઘટતી જોવા મળે છે ત્યારે જોવાનું એ રહ્યું કે, આગામી દિવસોમાં સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કઈ રીતે કરે છે.ગુજરાતની જીવાદોરી સમાન પાણીનો જો કોઈ જળોત હોય તો નર્મદા ડેમ છે. ત્યારે નર્મદા ડેમના ઉપરવાસમાં ૫૪ સ્ટેપ ડેમો આવેલા છે જેમાં ઈન્દિરા સાગર મોટો ડેમ માનવામાં આવે છે કે, જેનું પાણી મધ્યપ્રદેશમાં પણ છોડવામાં આવે છે. અત્યારની પરિસ્થિતી પ્રમાણે વાત કરવામાં આવે તો ૧લી જૂનના રોજ સરદાર સરોવર ડેમની સપાટી વધી જશે. ત્યારે તેનો નિકાલ કઈ રીતે કરવો તે અંગેનું આયોજન હાલ સરકાર દ્વારા કરવામાં આવ્યું નથી જે ખૂબજ મહત્વપૂર્ણ બાબત કહી શકાય.

સરકાર હરહંમેશ પાણી બચાવવા માટે કાર્યરત રહેતી હોય છે અને તે અંગેના અનેકવિધ ઉપાયો પણ કરતી હોય છે. ત્યારે જોખમ એ રહે છે કે, વરસાદ થવાની સાથે જે ડેમમાં પાણીનો ભરાવો થશે તેને કયાં ડાયવર્ટ કરવો. જો આ અંગે કોઈ નકકર ઉપાય હાથ ધરવામાં નહીં આવે તો પાણી વહી જશે જેના કારણે પુરની સ્થિતિ પણ ઉદ્ભવીત થાય તો નવાઈ નહીં તે ઉપરાંત જે પાણીનો બગાડ થશે તે જોતા તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ સરકાર માટે ચિંતાનો વિષય બની ગયો છે.એક તરફ ગુજરાતની જનતા પાણી માટે વલખા મારી રહી છે ત્યારે જો આ તકે સરકાર કોઈ નકકર આયોજન પાણી બચાવવા કે પાણીનું મેનેજમેન્ટ કરવા માટે નહીં કરે તો અનેકવિધ તકલીફો અને અનેકવિધ સમસ્યાનો સામનો ગુજરાત સરકારને કરવો પડશે.

હાલ વોટર મેનેજમેન્ટ કે પછી કહી શકાય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સરકાર દુરંદેશીનો અભાવ જોવા મળી રહ્યો છે. કોઈ એવા નકકર પગલાઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે સરકાર હજુ લઈ શકયું ની ત્યારે આ ચોમાસુ ગુજરાત રાજય અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે એટલું જ મહત્વપૂર્ણ બની ગયું છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઈ કયાં પ્રકારના પગલા લ્યે છે અને મધ્યપ્રદેશમાં જે રીતે પાણીને છોડવામાં આવે છે ત્યારે ગુજરાતની પ્રજા પાણી પ્રશ્ર્ને કોઈપણ સમસ્યાનો સામનો ન કરવો પડે તે પહેલા સરકારે આ અંગે ચિંતા કરવી જરૂરી બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.