Abtak Media Google News

રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓણી તપાસ ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે.

જેમાં તા. ૧૩-૩-૨૦૧૯ થી તા. ૩૦-૦૪-૨૦૧૯ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગનાં ૨૩૯ કિસ્સા અને ૪૧ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતાં. ડાયરેક્ટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ.૦૩,૦૭,૨૬૦/-નો દંડ વસૂલ કરાયો હતો.

દરમ્યાન શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૨૨૮૪૧ મકાનોમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેક્ટ પમ્પિંગનાં ૧૦૪ કિસ્સાઓમાં ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. જ્યારે ડાયરેક્ટ પમ્પિંગનાં કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, અને પાણીનો બગાડ કરતા આસામીઓ પાસેથી રૂ. ૨૫૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

વોર્ડ નં.૧૬ માં ડાયરેક્ટ પમ્પીંગ કરતા ૪ આસામીઓને નોટિસ

રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં આજે રોજ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૧૬ની ટીમ દ્વારા શહેરમાં  ભોજલરામ સોસાયટી વિસ્તારમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગ કરતા ૦૪ આસામીઓને ડાયરેક્ટ પમ્પીંગનો દંડ રૂપિયા બે હજારભરી જવા અંગેની નોટીસ આપવામાં આવી હતી.

જે આસામીઓ સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરનાર બળવંતભાઈ પી. સોલંકી, કેશુભાઈ પી. પાનસુરીયા, અમીનભાઈ આર. કાપડિયા, દેવેન્દ્રભાઈ  પુજારા વિગેરે આસામીઓનો સમાવેશ થાય છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અન્વયે ટીમ લીડર અમિત ચોલેરા ડે.એન્જી. કે.કે. મેહતા જતીન પંડ્યા વોર્ડ ઓફીસર ભાવેશ સોનીગ્રા આસી.એન્જી. વસાવા પેટ્રોલર હંસરાજભાઈ હરેશભાઈ તથા જયેશભાઈ ની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.