Abtak Media Google News

વર્ષ ૨૦૧૮માં કેનાલનું રીપેરીંગ હાલ ફરી જર્જરીત પાણી પહોંચાડવાની ખેડૂતની પ્રબળ માંગ

હળવદ તાલુકાના મીયાણી ગામના પાદરમાંથી પસાર થતી અજીત ગઢ માઇનોર કેનાલ છેલ્લા પાંચ વર્ષથી બની છે પરંતુ હજુ સુધી આ કેનાલમાં પાણી છોડવામાં નથી આવ્યું તો બીજી તરફ કેનાલ જર્જરિત હાલતમાં હોય જેનું વર્ષ ૨૦૧૮ માં રીપેરીંગ કામ પણ કરવામાં આવ્યું છે જો કે ખેડૂતો નર્મદા શાખાની ઓફિસે રજૂઆત કરવા જાય તો તેઓને જણાવાય છે કે તમારી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે તેમ કહી પાછા તગેડી મુકાઈ છે

મોટાભાગે નર્મદા કેનાલ અને ખાસ પેટા કેનાલના કામ માં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું અનેકવાર ખેડૂતો જણાવી રહ્યા છે તો બીજી તરફ હળવદ પંથક માં થી પસાર થતી પેટા કેનાલ તો મોટાભાગની એવી છે કે જેમાં હજુ પાણી છોડવામાં નથી આવ્યું અને તૂટી ગઈ છે આવું જ હળવદ તાલુકાના મીયાણી ગામના પાદરમાંથી નીકળતી પેટા કેનાલમાં જોવા મળે છે અહીંની પેટા કેનાલ વર્ષ ૨૦૧૫માં બની છે જે કેનાલમાં એક પણ વખત પાણી છોડવામાં નથી આવ્યું તેમ છતાં પણ કેનાલ જર્જરિત હાલતમાં થઈ જતા વર્ષ ૨૦૧૮ માં રીપેરીંગ કરવામાં આવી હતી જોકે રીપેરીંગ પણ કહેવા પુરતી જ કરવામાં આવી હોય તેમ હાલ કેનાલ જર્જરિત હાલતમાં જોવા મળે છે તો બીજી તરફ ખેડૂતોને અત્યારે કપાસ અને મગફળીનું વાવેતર કરવાનું હોય જેથી બ્રાહ્મણી ડેમ મમાથી  છોડવામાં આવેલ પાણી માઇનોર કેનાલમાં આપવામાં આવે તો અહીંના ખેડૂતો વાવેતર કરી શકે તે માટે નર્મદા શાખા નહેરના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓએ પાણી છોડવામાં આવ્યું છે તેમ કહી ખેડૂતોને ઓફિસ થી તગડી મૂક્યાં હતાં જોકે વાસ્તવિકતા તો એ છે કે કેનાલ બની ત્યારથી અત્યાર સુધીમાં હજુ એક પણ વખત કેનાલમાં પાણી છોડવામાં નથી આવ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.