Abtak Media Google News

સામાકાંઠે રહેતા લોકોએ ઘર વાપસી કરવા માટે કલાકો સુધી રાહ જોઈ

લોધીકામાં ભારે વરસાદના પગલે ફોફળ નદી ત્રણ થી ચાર વાર છલકાઈ ગઈ છે. ઘણા લોકો નદીના સામાકાંઠે કામ અર્થે જતા હોય છે. નદી બંને કાઠે છલકાતા તેના પર રહેલા પુલ પરથી પણ ત્રણ ચાર ફૂટ ઉપરથી પાણી જતુ હોય છે.

Img 20170722 Wa0004ગઈકાલે સાંજે ફોફળ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું હોવાથી પુલ પણ પાણીમાં ગરક થઈ ગયો હતો નદીનાં સામાકાંઠે ૩૦૦થી ૪૦૦ લોકો રહે છે. જેમાના ઘણા આ કાંઠે હોવાથી કલાકો સુધી હેરાન થયા હતા.

બે દિવસ પૂર્વે પૂલ પર ગાબડા પડતા વાહનો અડધી સાઈડ પરથીજ ચાલી શકતા હતા આ પુલ પર અધિકારીઓની નજર કેમ પડતી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.ગઈકાલે બપોરનાં સમયે લોધીકામાં મેઘરાજાનું ફરી આગમન થયું હતુ લોધીકા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા પીજીવીસીએલનાં ડીસી ઉપર વિજળી પડી હતી જેથી વીજ પૂરવઠો ખોરવાયો હતો પીજીવીસીએલના કર્મચારીઓએ તુરંત જ કામગીરી શ‚રી હતી અને ૩ કલાક બાદ વીજળી વિતરણ ચાલુ થઈ ગયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.