Abtak Media Google News

પાટણ તાલુકાના રામણદા ગામે તળાવો ઉંડા કરવાની કામગીરીનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે પ્રારંભ: ૧ તળાવો ઉંડા કરવા માટે ૧૧ જેસીબીને લીલીઝંડી અપાઇ.

પાટણ તાલુકાના રામણદા ગામે તળાવ ઉંડા કરવાનો પ્રારંભ કરાવતા રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું  રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દેશનું સૌથી મોટુ જળસંચય અભિયાન બની રહ્યુ છે.

ત્યારે જળસંચયના આ અભિયાનમાં લોકોએ સો કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ૧૧ તળોવો ઉંડા કરવા માટે ૧૧ જે.સી.બીને રામણદા ગામથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પાણીની સમસ્યા હવે ભુતકાળ બની જશે અને ગુજરાત પાણીદાર ગુજરાત બનશે. આ પ્રસંગે રામણદા ગામે પોતાના લગ્ન માટે જાનલઇ જઇ રહેલા યુવાન રવિરાજે રામણદા તળાવમાં શ્રમદાન કર્યું હતું. પછી લગ્ન મંડપમાં ગયા હતા.

તે માટે રવિરાજને ખાસ જાહેરમાં અભિનંદન આપી બિરદાવ્યા  અને મુખ્યમંત્રી આને પ્રેરણાદાયી કામ ગણાવી આમાંથી પ્રેરણાલેવા સૌને  જણાવ્યું હતું જળ અભિયાનને ઇશ્વરીય કાર્ય છે તેમાં જનઅભિયાન જોડાય તે માટે અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પાણીના ટીપેટીપાંને સંઘરવાની જરૂરને અનુલક્ષીને સમગ્ર ગુજરાતમાં ધર્મશકિત અને જનશકિતના સહયોગથી એક મહિનાનું સુજલામ સુફલામ જળસંચય અભિયાન પૂરજોશમાં આગળ વધી રહયું છે. આ અભિયાનમાં સંતો-મહંતો, સંસ્થાઓ અને લોકોએ તન, મન અને ધન થી સહયોગ આપ્યો છે.

તેના ભાગરૂપે ૧૧ હજાર લાખ ઘનફુટ માટીનુ ખોદકામ કરી જળસંગ્રહશક્તિ વધારાશે,૧૩ હજાર જેટલા તળાવો ઉંડા કરવાની સાથે નદીઓ અને કાંસો, નહેરોની સફાઇ, ખેત તલાવડીઓ બનાવવી અને ઉંડાઇ વધારવી જેવા કામો હાથ ધરવામાં આવ્યા છે.

આ અભિયાન હેઠળ જળસંગ્રહની ક્ષમતા વધારતા કામો માટે ૪૦૦૦ થી વધુ જે.સી.બી. , ૧૦ હજારથી વધુ ટ્રેકટર્સ અને યાંત્રિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે તેવી જાણકારી આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ધાર્મિક અને શિક્ષણ સંસ્થાઓ, સમાજસેવી સંસ્થાઓ, યુવક મંડળો ઇત્યાદીનો તેમા અભૂતપૂર્વ સહયોગ મળી રહયો છે અને લોકનજર હેઠળ સંપૂર્ણ પારદર્શક કામગીરી થઇ રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.