Abtak Media Google News

જીઆઈડીસી એસો.દ્વારા તળાવ ઉંડુ કરવાની કામગીરી માટે રૂ.૧૦ લાખનું અનુદાન.

રાજકોટ જીલ્લાના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રાજકોટ-ગ્રામ્યના ૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, રા.લો.સંઘના વા.ચેરમેન મનસુખભાઈ સરધારા, જીલ્લા ભાજપના મોહનભાઈ દાફડા તેમજ તાલુકા ભાજપના ભરતસિંહ જાડેજા તેમજ ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં લોધીકા તાલુકાના પીપરડી ચાંદલી કોઠાપીપળીયા, લોધીકા ચાંદલી, સાંગણવા ખાંભા રાવકીપાળ વગેરે ગામોની અંદર તળાવો ઉંડા ઉતારવાની શુભ શરૂઆત કરવામાં આવેલ.

આ તકે યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ મોરડ, હરભમભાઈ કુગશીયા, કોઠા પીપળીયા સરપંચ સંજયભાઈ અમરેલીયા, લોધીકા મામલતદાર વી.બી.મકવાણા સર્કલ એન.કે.રિંડાણી રેવન્યુ તલાટી તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહેલ.

તેમજ રાજકોટ જીલ્લાના સીટી-૨ પ્રાંત પ્રજ્ઞેશ જાની, લોધીકા મામલતદાર વી.બી. મકવાણાના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા રા.લો.સંઘના ચેરમેન નીતિનભાઈ  ઢાંકેચા, વાઈસ ચેરમેન મનસુખભાઈ સરધારા, જયુભા જાડેજા, દેવગામનાં સરપંચ વિશાલભાઈ ફાંગલીયા વગેરેએ એસોસીએશન જી.આઈડીસીના હોદેદારો સાથે મીટીંગ કરતા આ અભિયાનમાં ૧૦ લાખનું અનુદાન એસોસીએશનમાંથી મળેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.