રાજકોટ એરપોર્ટ ખાતે મુંબઇની નવી ફલાઇટનું વોટર કેનનથી સ્વાગત

રાજકોટ-મુંબઇ અને ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટનુ વોટર કેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પાઇસ જેટની નવી ફલાઇટ આજથી શરૂ થઇ છે જે ફલાઇટ આજરોજ સવારે મુંબઇથી રાજકોટ આવી પહોંચતા પ્રથમ ફલાઇટનું અદકેરું સ્વાગત કરાયુ હતુ. રાજકોટ-મુંબઇ વચ્ચે નવી ફલાઇટ શરૂ થતા સૌરાષ્ટ્રના વેપારીઓને રાજકોટ મુંબઇ આવાગમનમાં સરળતા રહેશે.

એર ઇન્ડિયા દ્વારા ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટ ફરી થઇ છે આ ફલાઇટ આજથી સોમવાર, ગુરુવાર અને શનિવારે ભાવનગર-મુંબઇ વચ્ચે શરૂ કરવામાં આવી છે. તે મુજબ આ ફલાઇટ મુંબઇથી સવારે ૮:૪૫ વાગ્યે ઉપડી ભાવનગર ૧૦ વાગ્યે પહોંચશે. તેમજ ભાવનગરથી ૧૦:૩૫ કલાકે ઉપડી મુંબઇ ૧૧:૫૦ કલાકે પહોંચશે.

આશરે પાંચ મહિના બાદ આજથી રાજકોટ-મુંબઇ અને ભાવનગર-મુંબઇની ફલાઇટ શરૂ થઇ છે. અગાઉ પણ આ ફલાઇટ ઉપાડવાની હતી પરંતુ યાત્રિકોની અલ્પ સંખ્યાને કારણે રદ કરવામાં આવી હતી. રાજકોટ મુંબઇની ફલાઇટ શરૂ થયા બાદ આગામી રાજકોટ-દિલ્હીની ફલાઇટ પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Loading...