Abtak Media Google News

બંને ધોરણના લગભગ ૩૦ લાખ છાત્રોને આ નિર્ણય લાગુ

હવે ધોરણ ૯ અને ૧૧ માટે NCERTસીલેબસ આવતા વર્ષથી લાગુ થશે. રાજય શિક્ષણ વિભાગે શિક્ષણનું સ્તર સુધારવાની દિશામાં વધુ એક કદમ ઉઠાવવા આ નિર્ણય લીધો છે. જે ધોરણ ૯ અને ૧૧ના તમામ છાત્રોના હિતમાં છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજય શિક્ષણ બોર્ડની શાળામાં ધો.૯ અને ૧૧ માટે શૈક્ષણીક વર્ષ ૨૦૧૮-૧૯થી એટલે કે આવતા વર્ષથી NCERTસિલેમસ લાગુ કરાશે.

રાજય શિક્ષણ મંત્રાલયનો આ નિર્ણય શિક્ષણ બોર્ડની શાળાઓનાં ધોરણ ૯ અને ૧૧ ના આશરે ૩૦ લાખ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને અસર કરશે. શૈક્ષણીક વર્ષ ૨૦૧૬-૧૭ રાજય શિક્ષણ મંત્રાલય થકી એક પાયલોટ પ્રોજેકટ અમલી છે જેમાં જેને અંગ્રેજી માધ્યમની શાળાઓનાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ, શિક્ષકગણ અને પ્રિન્સીપાલોનો સારો રીસ્પોન્સ મળ્યો છે. સરકારે કરેલા સર્વેમાં ધોરણ ૯ અને ૧૧ના શિક્ષણ બોર્ડની સ્કુલના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ, શિક્ષકગણ અને પ્રિન્સીપાલોને NCERTસીલેબસ લાગુ કરવાના નિર્ણય સામે કોઈ જ વાંધો કે તકરાર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.