Abtak Media Google News

મોહાલી ખાતે કિંગ્સ ઈલેવન પંજાબનો સતત ૭ મેચમાં વિજય

કિંગ્સ ઈલેવન પંજાબે ૧૯.૫ ઓવરમાં ૧૫૧ રન કરી સનરાઈઝર્સ હૈદરાબાદને ૬ વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે પંજાબે મોહાલી ખાતે સતત ૭મી મેચ જીતી હતી. તેમના માટે લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલે બીજી વિકેટ માટે ૧૧૪ રનની ભાગીદારી કરી મેચ જીતી લીધો હતો. રાહુલ છેલ્લે સુધી અણનમ રહેતા તેને ૫૩ બોલમાં ૭ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૭૧ રન કર્યા હતા. જયારે મયંક અગ્રવાલ ૫૫ રને આઉટ થયો હતો.

છેલ્લી ઓવરમાં ૧૧ રન જયારે કિંગ્સ ઈલેવન પંજાબને જોતા હતા તેવામાં રાહુલે ધીરજ સાથે મેચ ફીનીશ કરતા વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. કિંગ્સ ઈલેવન પંજાબ ૧૫ ઓવરના અંતે એક વિકેટ ગુમાવી ૧૧૧ રન નોંધાવ્યા હતા.

ત્યારે તે સમયે લોકેશ રાહુલ ૫૪ રન અને મહેશ અગ્રવાલ ૪૦ રને રમી રહ્યો હતો. જયારે વાત કરવામાં આવે સનરાઈઝ હૈદરાબાદની તો હૈદરાબાદે ૨૦ ઓવરના અંતે ૪ વિકેટ ગુમાવી ૧૫૦ રન કર્યા હતા. જેમાં હૈદરાબાદ માટે ડેવીડ વોર્નરે ૬૨ બોલમાં ૭૦ રન કર્યા હતા. વોર્નર પંજાબ સામે સતત સાતમી મેચમાં ૫૦થી વધુનો સ્કોર કર્યો હતો. તે ઉપરાંત તેણે મોહાલી ખાતે સતત ચોથી મેચમાં અર્ધસદી ફટકારી હતી. તેના સીવાય વિજય શંકર ૨૬ અને મનીષ પાંડેએ ૧૯ રનનું યોગદાન આપ્યું હતું.

ટોસ જીતીને પ્રથમ બોલીંગની પસંદગી કરનાર પંજાબે ચુસ્ત બોલીંગ કરી હૈદરાબાદને રન બનાવવા દીધા ન હતા.એક સમયે સનરાઈઝર્સ હૈદરાબાદ ૧૦ ઓવરમાં ૫૦ રન જ કર્યા હતા. જો કે વોર્નરની આક્રમક ઈનીંગ અને દિપક હુડાના ૩ બોલમાં ૧૪ રન ટકી અંતિમ ચાર ઓવરમાં ૪૬ અને અંતિમ ૧૦ ઓવરમાં ૧૦૦ રન નોંધાવ્યા હતા. પંજાબ માટે રવિચંદ્રન અશ્ર્વીન, મુઝીબુર રહેમાન અને મોહમદ શમીએ ૧-૧ વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.