Abtak Media Google News

અફઘાન સાથેના પ્રથમ ટેસ્ટને લઈ બીસીસીઆઈના પ્રમુખ અને ખજાનચી અંધારામાં !!!

ભારતીય ક્રિકેટમાં ‘રાજકારણ’ ગરમાયું છે. અફઘાન સાથેના પ્રથમ ટેસ્ટને લઈ બીસીસીઆઈના પ્રમુખ અને ખજાનચી જ અંધારામાં હતા !!! અત્રે નોંધવું ઘટે કે ભારત-અફઘાન વચ્ચેનો એક માત્ર ટેસ્ટ મેચ બેંગલોરના ચેપોક સ્ટેડિયમ પર તારીખ ૧૪ થી ૧૮ જુન દરમિયાન રમાવાનો છે.

અફઘાનને ‘ટેસ્ટ કેપ’ મળી ગઈ છે મતલબ કે આઈસીસી તરફથી ટેસ્ટ મેચ રમવાની મંજુરી મળી ગઈ છે અને તે પહેલો એવો ઐતિહાસિક મેચ ભારત સાથે રમશે. બીસીસીઆઈના સચિવ અમિતાભ રોય ચૌધરી અને સીઈઓ રાહુલ જોશીએ મંગળવારે બેંગલોર ટેસ્ટની તારીખ વાર વિધિવત જાહેરાત પણ કરી દીધી પરંતુ તેનાથી બીસીસીઆઈના પ્રમુખ સી.કે.ખન્ના, ટ્રેઝરર અનિરુઘ્ધ ચૌધરી, મેમ્બર રાજીવ શુકલા વિગેરેને જાણ જ કરાઈ ન હતી મતલબ કે ભારત અફઘાન બેંગલોર ટેસ્ટના શિડયુલીંગ અંગે અંધારામાં રખાયા હતા. હવે બોલો આમાં ભારતીય ક્રિકેટમાં રાજકારણ ગરમાય કે નહીં ?

એક તરફ અફઘાન ટીમ તેમને ટેસ્ટ રમવા મળે છે એટલે આકાશમાં ઉડી રહી છે તો બીજી તરફ બોર્ડમાં ખટરાગ અને ખીટપીટ શ‚ થઈ ગઈ છે. ડર છે કે કયાંક અફઘાનનો પ્રથમ ઐતિહાસિક ટેસ્ટ પર સંકટના વાદળો ન મંડરાય. જોકે, બીસીસીઆઈમાં રાજનીતિ એ આમ તો આગુ સે ચલી આ રહી હે તેમાં નથિંગ ન્યુ આમ છતાં સ્વાભાવિક રીતે જ આ સમાચાર સાંભળીને અફઘાન ટીમના શ્ર્વાસ અઘ્ધરતાલ થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.