Abtak Media Google News

પેઇઝ પ્રમુખ સંમેલન, વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી અને વડાપ્રધાનનાં આગમનનાં વધામણાની વ્યવસ્થાની પૂર્વતૈયારીનાં ભાગ‚પે યોજાયેલ બેઠકોમાં ભાજપ અગ્રણીઓએ કાર્યકર્તાઓને આપ્યુ માર્ગદર્શન

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ શહેરનાં વોર્ડનં.૬,૯ અને ૧૧માં પેજપ્રમુખ સંમેલન, વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી તેમજ વડાપ્રધાન મોદીનાં આગમનનાં વધામણાની વ્યવસ્થાના પૂર્વ તૈયારીનાં ભાગ‚પે ભાજપની બેઠક મળી હતી.

વોર્ડનં.૬માં પૂર્વ મેયર ઉદય કાનગડની આગેવાનીમાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં વોર્ડના પ્રભારી પરેશ પીપળીયા, પ્રમુખ ઘનશ્યામ કુંગશીયા, મહામંત્રી જગાભાઇ રબારી, દુષ્યંત સંપટ, કોર્પોરેટર દલસુખ જાગાણી, મુકેશ રાદડીયા, સજુબેન રબારી, દેવુબેન જાદવ, શાસક પક્ષના નેતા અરર્વીદ રૈયાણી,  ગેલાભાઇ રબારી, મનસુખ જાદવ, સંજય હીરાણી, ભાવેશ દેથરીયા, નયનાબેન પેઢડીયા, પરેશ પીપળીયા, નટુભાઇ મકવાણા અને યાકુબખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં માર્ગદર્શન આપતા ઉદય કાનગડે જણાવ્યું હતું કે આવતી કાલે જુનાગઢ ખાતેના મોતીબાગ પાસે આવેલ કૃતી યુનીવર્સીટીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના નેતૃત્વનમાં સૌરાષ્ટ્રના પેજપ્રમુખનું સંમેલન યોજાવાનુું છે ત્યારે વોર્ડના પ્રત્યેક બુથમાંથી ૧૦ સભ્યો આ સંમેલનમાં ઉત્સાહભેર જોડાય તે અપેક્ષીત છે. બુધવારના રોજ ‘વિશ્ર્વ યોગ દિવસ’ની ઉજવણીના ભાગસ્વ‚પે વોર્ડમાંથી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ યોગ સ્થળે ઉમટી પડે. ૨૯મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના આજી ડેમમાં નર્મદાના નીરના અવતરણના શુભપ્રસંગે રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેઓના સ્વાગતમાં કોઇ કસર ન રહી જાય અને તેઓએ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની પાણીની સમસ્યા હંમેશા માટે દુર રહી છે તે માટે વોર્ડમાંથી ખુબજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નરેન્દ્રભાઇનો આભાર માનવા માટે નિર્ધારીત સ્થળ પર પહોંચે.

વોર્ડનં.૯ની બેઠક તુલસી બાગ ખાતે મળી હતી. બેઠકમાં શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ, વોર્ડના પ્રભારી ડો.ગીરીશ ભીમાણી, કોર્પોરેટર ‚પાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, પ્રમુખ જયસુખ કાથરોટીયા, મહામંત્રી કમલેશ શર્મા, મહિલા મોરચાના પ્રમુખ દક્ષાબેન વસાણી, શહેર યુવા ભાજપ મંત્રી કુલદીપસિંહ જાડેજા, વોર્ડ યુવા ભાજપ પ્રમુખ વીમલ ઠોરીયા, પ્રવીણ મા‚ અન ેજીતુભાઇ કાટોડિયા, આહીર, જગદીશ પટેલ, રણછોડ સાટીયા, મેઘરાજસિંહ ઝાલા, પી.એમ.પટેલ, સુનીલ ખાલપડા, દિનેશ જાવીયા, પ્રફુલ માકડીયા, જયેશ બોડા, કુમારસિહ જાડેજા, રામજી બેરા, ચીંતન ભગત, હિતેશ પટેલ, પ્રતિક શાહ, અરવીંદ પરમાર, અપુર્વ મહેતા, અતુલ જગતીયા અને અમુભાઇ કુકડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં રાજુભાઇ બોરીચા, વોર્ડના પ્રભારી અશ્ર્વીન પાંભર, પ્રમુખ પ્રવિણ પાઘડાર, મહામંત્રી સંજય દવે, આયદાન બોરીચા, પ્રવિણ ઠુંમર, શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ અમિત બોરીચા, મૌલીક કપુરીયા, જયેશ બોરીચા, સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.