વોર્ડ નં. ૨માં નગરસેવક કોણ એ જ સ્થાનિકોને ખબર નથી !!

વોર્ડ. ૨

વોર્ડ નં.૨ ના રેહવાસીઓ નગરસેવકથી સંપર્ક વિહોણા સ્થાનિકોને નગર સેવક કોણ? તેનો ખ્યાલ નથી: રેહવાસીઓ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.

જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

અમારા નગરસેવકો અમારાથી સંપર્ક વિહોણા થયા છે જ્યારે ચૂંટણીનો માહોલ આવે ત્યારે માત્ર ને માત્ર મતના લાલચમાં આવી અમારી મુલાકાતે આવતા હોય છે તેમજ જુઠા વાયદા ઓથી અમને રીઝવવાનો પ્રયાસ કરે છે આજે અમારા વોર્ડમાં પાણી ની સમસ્યા ખૂબ જ મોટી છે મહિલાઓને તેમજ ગૃહિણીઓને જો વાત કરવામાં આવે તો પાણી એ જીવન રૂપ ગણવામાં આવે છે ગૃહિણીઓના દરેક કામ અટકી પડે જો પાણીની તંગી આવે તો ત્યારે તંત્રનું અવારનવાર ધ્યાન દોરવા છતાં પાણીની સમસ્યાનો કોઈ જ ઊકેલ વોર્ડ નંબર ૨ ખાતે કરવામાં આવ્યો નથી તેમ જ અમારા નગરસેવકોને પણ ધ્યાન દોરવવામાં આવે ત્યારે માત્ર વાયદાઓ કરી જતા રહે છે વિકાસની વાત કરું તો કામો થયા છે પરંતુ જે અમારી જરૂરિયાતો છે એને પૂરી કરવામાં આવતી નથી તો એ વિકાસ પણ શું કામનો સ્થાનિકો એ તંત્રના કામો સામે રોસ ઠલવ્યો

જલ સે નલ હોય કે જબ તક દવાય નહીં તબતક ઢીલાય નહીં ના વિચારો થી પ્રજાલક્ષી કામો કરતી ભાજપ

વોર્ડ નંબર ૨ રાજકોટ શહેરનો ખૂબ જ મહત્વનો વોર્ડ ગણવામાં આવે છે ૬૯ મી વિધાન સભાનો ભાગ છે લોકો ની ટ્રાફિક ની મોટી સમસીયા નું નિરાકરણ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અમરપાલી ફાટક ખાતે અંડર બ્રિજ બનવી તેમજ શહેર ના મુખ્ય માર્ગો પર બને બાજુ પેવર બ્લોક મુકવામાં આવ્યા છે વોર્ડ નું ૨ ખાતે પાણી,રોડ રસ્તા ની કોઈ પણ જાત ની હલાકી આજે સ્થાનિકો ને ભોગવી પડતી નથી તેમજ છેવાડા ના લોકો સુધી પોહચવાનો અમારો પ્રાયસ હર હમેશ રહે છે સ્ટ્રીટ લાઈટ હોય કે પછી કોઈ સ્વચ્છતા ને લઈને પ્રશ્ન ભાજપ હંમેશા લોકોના સહાય માટે આગળ આવ્યું છે છેલ્લા પાંચ વર્ષની અંદર આંગણવાડી થી લઈ આરોગ્ય ના તમામ કામો અમે નિષ્ઠાપૂર્વક કર્યા છે આજે સમગ્ર રાજકોટમાં વિકાસ ફૂલીફાલી રહ્યો છે દરેક વર્ગના  પ્રશ્નોનો ના સરખા નિરાકરણ કરવામાં આવે છે પાંચ વર્ષમાં મારા વોર્ડના છેવાડાના વિસ્તારના જરૂરિયાતમંદ લોકોની દરેક માંગને પૂરી કરવા અમે હંમેશા જેહમંત ઉઠવી છીએ.

સમસ્યાના ટોપલા પ્રજાના માથે મુકી તંત્ર ઊંઘી રહ્યું છે

છેલ્લા ઘણા વર્ષો થી સત્તા માં રહેલી સરકાર અને તંત્ર બને એ પ્રજા ના માથે સમસીયા ના ટોપલા મૂકી આંખ આડા હાથ કર્યા છે

વોર્ડ નું ૨ ખાતે મહિલાઓ ને પાણી ની પુસ્કર જરૂરિયાત હોવા છતાં તંત્ર કેમ કોઈ હરકત માં આવતું નથી તે તો તેમની તાનાસહી સરકાર નેજ ખબર પરંતુ આવનાર પ્રજા દ્વારા તંત્રનું ધ્યાન દોરવા છતાં કમ કોઈ  નિરાકરણ તંત્ર દ્વારા કરવામાં આવતું નથી પાણીની સમસ્યાનું નિરાકરણ હજુ સુધી થયું નથી ખાસ તો સ્થાનિક મહિલાઓનો રોષ તંત્ર સામુ જોવા  મળી રહ્યો છે વિકાસ વોર્ડ માં જોવા મળતો નથી માત્ર વિકાસના નામે થાય છે ડંફાસો થાય છે

અમુક મહિલાઓ એવા છે કે જેમને ખ્યાલ જ નથી કે વોર્ડ નંબર એક ના કોર્પોરેટર કોણ છે તો ક્યાં છે એ લોકો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે તંત્ર જુઠા વાયદા કરી પ્રજાને છેતરી રહી છે પાણીની ખૂબ જ મોટી સમસ્યા આજે વોર્ડ નું ૨ ના  સ્થાનિક ને ભોગવી પડે છે

ચૂંટણી આવતાં જ ખાતમુહૂર્ત ઓ લોકાર્પણ શરૂ થઈ જશે સાચા પ્રશ્ન જે પ્રજાના છે જેમકે વોર્ડ નંબર ૨ ની મહિલાઓને પાણીનો પ્રશ્ન નો નિરાકરણ હજુ નથી આવ્યો

Loading...