Abtak Media Google News

કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગર મહિલાઓના ટોળા સાથે કોર્પોરેશન કચેરીએ ધસી આવતા ડીએમસીને આવેદન અપાયું

વોર્ડ નં. ૧૩ માં પીવાના પાણીની પાઇપલાઇન સાથે ડ્રેનેજની લાઇન ભળી જવાના કારણે અનેક વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ થઇ રહયું છે. અવાર નવાર રજુઆત કરવા છતાં પ્રશ્ર્ન હલ થતો નથી દરમિયાન આજે વોર્ડના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર સાથે સ્થાનીક મહિલાઓનું ટોળુ  કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવતા હતા અને ડીએમસી એ.આર.સિંહને આવેદન પત્ર આપી એવી ચિમકી આપી હતી કે, જો દુષિત પાણીનો પ્રશ્ર્ન હલ નહી થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

આવેદવન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી વોર્ડ નં. ૧૩માં નવલનગર, અંબાજી કડવા પ્લોટ, ટપુ ભવાન, ખોડીયાર પરા, જે.ડી. પાઠક પ્લોટ, ગુરુપ્રસાદ સોસાયટી, અને આંબેડકર નગર સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપ લાઇન સાથે ડ્રેનેજની લાઇન મળી જવાના કારણે લોકોને નળ વાટે દુષિત પાણી મળી રહ્યું છે. અનેકવાર રજુઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી અને દુષિત પાણીનો સીલસીલો યથાવત છે આજે વોર્ડની મહીલાઓ દ્વારા ગંદા પાણીની બોટલોનું સેમ્પલ પણ ડીએમસીને અર્પણ કરવામાં આવ્યું હતું. જો આગામી દિવસોમાં દુષિત પાણીની સમસ્યા હલ નહી થાય તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.