વોર્ડ નં. ૧માં ભાજપ પરિવાર દ્વારા થયું ફરસાણ વિતરણ

76

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીની ખાસ ઉપસ્થિતિ

શહેરના વોર્ડ નં. ૧ માં ફરસાણ વિતરણ કરાયું હતું. કોર્પોરેટર આશિષ વાગડીયા અને વોર્ડ નં.૧ ભાજપ પરિવાર દ્વારા ફરસાણની ૫૦૦૦ કિટ જરૂરિયાતમંદોને અપાઈ હતી. આ તકે ઉપસ્થિત રહેલા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરણીના હસ્તે કિટનું વિતરણ કરાયું હતું.

સમગ્ર દુનિયામાં જ્યારે કોરોનાનો વાઇરસ ફેલાઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં લોકડાઉનના પગલે ધંધા રોજગાર બંધ હોવાથી જરૂરિયાતમંદોને મદદરૂપ થવા દરેક વોર્ડની ભાજપ ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. વોર્ડ નં.૧ ના કોર્પોરેટ આશિષભાઈ વાગડીયા દ્વારા અને સંગઠન ટિમ દ્વારા આજે સેવ – ગાંઠિયાની કિટનું વિતરણ કરાયું હતું.

દરેક કિતમાં ૫૦૦ ગ્રામ સેવ અને ૫૦૦ ગ્રામ ગાંઠિયા અપાય હતા. વિતરણ કાર્યક્રમમાં કોર્પોરેટ અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, સંગઠનના હિતેષભાઈ, રામદેવભાઈ સહિત વોર્ડ નં.૧ના ભાજપ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

ફરસાણ કિટનું વિતરણ કરવા ઉપસ્થિત રહેલા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને ભાજપ કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ પોતાનું એક સમયનું ભોજન લોકોની મદદે આપે, જેથી રાજકોટના અઢારે-અઢાર વોર્ડમાં ભાજપના કાર્યકર્તાઓ આ સેવામાં જોડાયા છે. ભાજપના દરેક કાર્યકતા પીએમ કેરમાં પણ રૂ.૧૦૦નું યોગદાન આપી રહ્યા છે. એમ કુલ મળી રાજકોટમાં ૧૦.૫ લાખનું ફંડ એકત્ર થયું છે.

આશિષ વાગડીયાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે અમે વોર્ડમાં અત્યાર સુધીમાં દૂધ, શાકભાજી, રાશન કિટનું વિતરણ કર્યું છે. આજે ફરસાણ વિતરણ કર્યું જેમાં સેવ અને ગાંઠિયાના ફૂડ પેકેટ આપ્યા છે. ફરસાણ પંદરેક દિવસ સુધી ખાવા લાયક રહે છે અને શાક બનાવવા પણ તેનો ઉપયોગ થઈ શકે છે. અને ખાસ બાળકોને કેન્દ્રિત કરી આ વિતરણ કરાયું છે. આગામી તા. ૧૪  સુધી તમામ કાર્યકર્તા દ્વારા કીટનું વિતરણ કરાશે. વિતરણ વખતે સોશિયલ ડીસ્ટન્ટ રાખશે અને તંત્રની દરેક સુચનાનું પાલન કરાશે.

Loading...