Abtak Media Google News

પ્રમુખ અશોક ડાંગરે કર્યું સંબોધન: મોટી સંખ્યામાં કોંગી અગ્રણીઓ અને કાર્યકરો ઉમટ્યા

 

રાજકોટ લોકસભાની ચૂંટણીમાં રાજકોટ શહેર કોંગ્રેસના વોર્ડ નં.૧૧ના પેટા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઈ ડાંગર દ્વારા કાર્યાલય ઉદઘાટન પ્રસંગે કાર્યકરો આગેવાનો અને ઉપસ્થિત પ્રજાજનોને સંબોધન કરતા કહ્યું કે રાજકોટમાંથી ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાને હરાવી કમળને કચળી અને કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરાને જીતાળજો અને કોંગ્રેસ તરફી મતદાન કરજો અને તમામને મતદાન કરાવવા પ્રયત્નો કરજો.

Ward No. By City Congress Inauguration Of The Office Of 11Img 20190411 Wa0026 1

આ કાર્યક્રમ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ડેલીગેટ દિનેશભાઈ ચોવટીયા, વોર્ડપ્રમુખશ્રી કેતનભાઈ તાળા, કોર્પોરેટર શ્રી પરેશભાઈ હરસોડા, ઘનશ્યામસિંહ જાડેજા, પા‚લબેન ડેર, વસંતબેન માલવી, વોર્ડ કોંગ્રેસના આગેવાનો મયુરભાઈ માલવી, વાસુરભાઈ ડેર, વાલજીભાઈ લકકડ, પ્રકાશભાઈ વેજપરા, વિપુલભાઈ તારવરા, દિલીપભાઈ, કમલેશભાઈ, નરેશભાઈ, રાજુભાઈ ગરચર, પાંભર ધવલ, અશ્ર્વીનભાઈ, ગોરધનભાઈ, જીજ્ઞેશભાઈ, મહિલાઓ નિર્મળાબેન પૂજાબેન વાગડીયા, રસીલાબેન, મયુરીબેન વેગડ સહિતના બહોળી સંખ્યામાં આ ભવ્ય કાર્યાલય ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.