Abtak Media Google News

વોર્ડ નં.૭ સર્વોશ્ર્વર ચોકનાં વોંકળાની જગ્યામાં રવિવારના દિવસે પોતાનો ધંધો કરી ગુજરાત ચલાવતા ગરીબ લોકોને ત્યાંથી ખસેડી તેમની રોજી રોટી છીનવી બેકાર બનાવવા માટે મ.ન.પા.નાં તંત્રએ મનસૂબો બનાવ્યો હોય તે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે.

આ વોર્ક્સ ઝોનમા ધંધશે કરતા ધંધાર્થીઓ પ્રથમ ડો. હોમી દસ્તુર માર્ગ ઉપર પોતાનો ધંધો કરતા હતા પરંતુ રાજકીય વગ ધરાવતા લોકોની ભલામણથી ધંધાર્થીઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા જે તે સમયનાં મ્યુની. કમિશ્નર વિજય નહેરા ને સાથે રાખી હાલમાં માત્ર રવિવારના દિવસે જે જગ્યાએ ધંધો કરે છે. તે જગ્યાએ વોકર્સઝોન બનાવી અને આ વોકર્સ ઝોનમાં ક્રમશ: નિયમ અનુસારની સુવિધાઓ આપવાનું વચન આપવામાં આવ્યુ હતુ અને તેઓ પાસેથી નિયમ અનુસાર વહીવટી ચાર્જ પણ વસુલવામાં આવતો હતો પરંતુ એકાએક કોઈ રાજકીયવગ ધરાવતા માણસોના જોરે કે પછી કોઈ ખાનગી જમીન માલીકને સગવડતા કરી દેવાના ઉદેશથી આ વોકર્સ ઝોન બંધ કરી દેવામાં આવ્યું હોવાનું મ.ન.પા. દ્વારા જણાવવામાં આવે છે.

ત્યારે ખરેખર ટ્રાફીકને અડચણ‚પ એવા ડો. હોમી દસ્તુરમાર્ગ ઉપર ખૂબજ મોંઘા ભાવે વેચાણ કરાતી વસ્તુઓનાં વેપારીઓને ત્યાં ઉભા રાખી નજીવો ચાર્જ વસુલવામાં આવે છે અને હાઈટેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અને આ નાના ધંધાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે સર્વેશ્ર્વરચોકમાં આવેલ વોકર્સ ઝોન ચાલુ રાખવામાં આવે અન્યથા રવિવારના દિવસે ડો. હોમી દસ્તુર માર્ગ ખાતે આ લાભાર્થીઓને નિયત ચાર્જ વસુલી ધંધો કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કોર્પોરેટર ગાયત્રી બા વાઘેલાએ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.