Abtak Media Google News

૨ દલવાડી આગેવાનો વચ્ચેની જંગથી ભાજપ- કોંગ્રેસમાં દોડધામ મચી

વઢવાણ નગરપાલિકામાં વોર્ડનં ૮ની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ એમ બે જ ઉમેદવારોએ ફોમ ભરતા હવે બંને પક્ષના ઉમેદવારો વચ્ચે જ સીધો ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે આ જંગનું મતદાન તા.૨૬ જાન્યુારીને સોમવારે યોજાયુ હતુ. જેમાં ૪૯.૦૫ ટકા મતદાન થયુ હતુ.

વઢવાણ વોર્ડનં ૮માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ભાવેશભાઇ લકુમે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. બાદમાં તેમના ત્રણ સંતાનોને લઇને ઉઠેલા પ્રશ્ન બાદ તેમણે રાજીનામું આપતા વોર્ડમાં પેટા ચૂંટણી જાહેર થઇ હતી. ત્યારે આ ચૂંટણીમાં ભાજપે દલવાડી સમાજના યુવા કાર્યકર જગદિશભાઇ પરમાર અને કોંગ્રેસે હાલના મહામંત્રી મહાદેવભાઇ પરમારની પસંદગી કરતા જંગ જામ્યો છે.

7537D2F3 15

આ બેઠકની ચૂંટણી પર કુલ ૮૪૮૫ મતદારોમાં ૪૩૩૦ પુરૂષો અને ૪૧૫૫ મહિલા મતદારો હતા. ત્યારે સામાન્ય પછાત વર્ગની બેઠકની આ ચૂંટણીનું મતદાન તા. ૨૬ જાન્યુઆરીને સોમવારના રોજ ૯ બૂથો પર ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી અનીલકુમાર ગૌસ્વીમી, મદદનીશ ચૂંટણી અધિકારી અને વઢવાણ મામલતદાર જી.ડી. બરોલીયાના માર્ગદર્શન નીચે ચૂસ્ત બંદોબસ્ત સાથે મતદાન શરૂ કરવામાં આવ્યુ હતુ. સવારના સમયે ધીમી ગતિએ શરૂ થયુ. કુલ ૨૧૯૭ પુરૂષો અને કુલ ૧૯૬૫ મહિલાઓએ મતદાન કરતાં કુલ ૪૯.૦૫ ટકા મતદાન થયુ હતુ.

  • ૩૧મીએ ધ્રાંગધ્રા પાલિકાના ઉપપ્રમુખની જગ્યા માટે ચૂંટણી

ધ્રાંગાધ્રા નગરપાલિકાના ઉપપ્રમુખ દિલીપસિંહ ગંભીરસિંહ ઝાલાના અવસાનબાદ ખાલી પડેલી નગરપાલિકાના ઉપ્રમુખની ચુંટણીને લઈને અટકળો તેજ બની હતી. ત્યારે આ બેઠક માટે ચૂંટણી જાહેર થતા તા.૩૧ જાન્યુઆરીના રોજ ડેપ્યુટીકલેક્ટર બી.કે.દવેના અધ્યક્ષસ્થાને ચુટણી યોજાશે. હાલ નગરપાલિકાના ૩૫ સભ્યોમાંથી ૨૫ સભ્યો સંખ્યા સાથે ભાજપ સત્તાપર છે. અને વિપક્ષ કોગ્રેસ પાસે ૧૦ સભ્યો છે. ઉપપ્રમુખની ચુંટણીથી નપાલિકા ગરમાવો જોવા મળી રહ્યો છે. માત્ર ધ્રાંગધ્રા પાલિકામા ૫૦ મુદ્દા અમલી કરણ સમિતિના ચેરમેન આઈ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ૨૫ વર્ષથી કોઈપણ વાદવિવાદ વગર ભાજપ સતાપર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.