વોર્ડ નંબર 13માં પ્રાથમિક સુવિધાઓ હોવી અતિ આવશ્યક

વોર્ડ-૧૩

પ્રાથમિક સુવિધાઓ હોવી અતિઆવશ્યક

ભાજપ હોય કે કોંગ્રેસ પ્રજા ઝંખે છે ફક્ત વિકાસ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે વોર્ડ નંબર ૧ થી ૧૮ માં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેડવારોને જીતાડવા એડી ચોંટી નું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી ની સામે કોંગ્રેસ પક્ષ મજબૂત ઉમેદવારો ઉતારવા માઈક્રો પ્લાન તૈયાર કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક વોર્ડમાં દરેક સોસાયટી દીઠ મતદાર યાદી તૈયાર કરી જીત હાસિલ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે.ગત ચૂંટણીમાં વિકાસ ગાંડો થયા ના નારા સાથે કોંગ્રેસીઓએ પ્રચાર કર્યો હતો .પરંતુ લોકોએ ભાજપ પર પોતાનો ભરોસો અકબંધ રાખ્યો હતો. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં મતદારોને આકર્ષવા સજ્જ બની છે ત્યારે શહેરીજનો પણ પોતાના વોર્ડમાં છેલ્લા ૫ વર્ષ દરમ્યાન થયેલા કામો જોઈને જ મત આપવાનું વિચારી રહ્યા છે. શહેરીજનોની ભાવિ નગરસેવકો પાસે અનેક આશાઓ છે ત્યારે જોવુએ રહ્યું કે આવનારી મહાનગર પાલિકા ચૂંટણીમાં બાજી કોણ મારશે?

ભાજપ શાસનમાં કોંગી નગરસેવકનું ઉણું ઉતરવું તે ભાજપ માટે ઉજળી તક

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં આ વખતે ભારતીય જનતા પક્ષની સામે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોએ એડીચોટીનું જોર લગાવવાની તૈયારી કરી દીધી છે. વિકાસ કામો લોકો સમક્ષ લઈ જવામાં ભાજપ પણ જરાય ઉણું ઉતર્યું નથી. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન રાજકોટમાં જે વિકાસ કામો થયા છે તે અંગે ભાજપ કોંગ્રેસના આગેવાનો તેમજ સામાન્ય લોકોનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ ‘અબતક’ની ટીમ દ્વારા થયો હતો.

જેમાં ભારતીય જનતા પક્ષ તથા કોંગ્રેસના આગેવાનોએ વિકાસ કાર્યો અંગે પોતાના મત વ્યકત કર્યા હતા. બીજી તરફ સામાન્ય લોકોએ પણ ચાલુ વર્ષે ચુંટણીમાં વિકાસ કાર્યોની વાસ્તવિક અંગે સમજી પારખી ને જ પોતાનો અમૂલ્ય મત આપવાનો નિર્ધાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

લોકોને નેગેટિવિટીના ચશ્મા “વિકાસ માટે પડકાર

નગર સેવકો વીઆઈપી કલ્ચરમાં, પ્રજા સંપર્ક વિહોણી

શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આગામી પાંચ વર્ષમાં રાજકોટ વિકાસની હરણફાળ ભરશે તેવી રાજકોટવાસીઓને અપેક્ષા છે. આવી સ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસનો પ્રશ્ન સ્માર્ટ બની જશે. ઘણો વિકાસ થયો છે, છત્તા શહેર સ્માર્ટ વિકાસને જંખે છે. નગરસેવકો કર્મનિષ્ઠા ઉપર સઘળો આધાર છે. પ્રજા પણ એવા નગરસેવકને ઈચ્છે છે જેને પાયાના પ્રશ્નો ઉકેલવામાં રસ હોય, આગામી પાંચ વર્ષ વિકાસની પરિભાષા સામાન્ય લોકો નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અથવા તો અન્ય ગમે તે પક્ષને આ પરિભાષાને માન્ય રાખી તેના મુજબ કામ કરવું પડશે.

પ્રજાનો એક નારો વિકાસ એટલે રોડ-રસ્તા, પાણી અને સફાઈ

છેવાડાનો વિસ્તાર અને છેવાડાના લોકો વિકાસ ઝંખે છે

વોર્ડ નં.૧૩ના લોકોએ જણાવ્યું કે, સામાન્ય રીતે અમે લોકો મત આપીએ ત્યારે અમારી સ્વભાવિક રીતે આશા હોય કે અમે જેમને નીમીએ છીએ તેઓ અમારા માટે કાર્ય કરે ત્યારે ખાસ આજરોજ અનેક પ્રાથમિક પ્રશ્ર્નો જેવા કે પાણી, ગટર સહિતના અનેક વખત ઉદ્ભવે છે. ત્યારે અમારી આશા માત્ર એટલી છે કે જે તે પક્ષ કરતા કામગીરી થાય તે ખુબજ જરૂરી છે અને તેની તાતી જરૂરીયાત છે. પાણી પ્રશ્ર્ન હોય કે ગટર ફરિયાદો થતા બંને તેટલા જલ્દી નિકાલ આવે તેવું થવું જોઈએ. પબ્લીક મતો આપીને કોર્પોરેટરોને જીતાડે છે. આવતી ચૂંટણીમાં અમે મતદાન કરીશું પરંતુ એક વચન અમે નગરસેવકો પાસેથી પણ ઈચ્છીએ છીએ અમારા પ્રાથમિક પ્રશ્ર્નોને પુરતું ધ્યાન આપવામાં આવે.

આવતા પાંચ વર્ષમાં લ્હાવો મળશે તો ફરી જનતાની સેવા કરીશું: કોંગ્રેસ

વોર્ડ નં.૧૩ના કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મને લોકોએ ચૂંટણીને સેવા કરવાનો મોકો આપ્યો તે બદલ હું તમામનો આભાર વ્યકત કરૂ છું, વોર્ડ નં.૧૩માં છેલ્લી ચાર ટર્મમાં ભાજપ આવે છે. અનેક કામો એવા છે જેનો કોઈ જ નિકાલ આવ્યો નથી. આવતા પાંચ વર્ષોમાં મને સેવાનો લ્હાવો મળશે તો તમામ કાર્યો કોંગ્રેસ કરશે તેવી જનતાને ખાતરી આપું છું. આ ટર્મમાં મુખ્ય પ્રશ્ર્ન ગંદા પાણીનો હતો ત્યારે હાલમાં કોંગ્રેસે ડી.આઈ. લાઈન નખાવી છે. રોડ, રસ્તા, લાઈટના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવ્યા છીએ. મુખ્ય પ્રશ્ર્ન એ છે કે આંબેડકરનગરમાં કોમ્યુનિટી હોલ માટેની પંદર વર્ષથી માંગ છે. ૨૦૧૦માં સ્ટેન્ડીંગમાં આ હોલ માટે મંજૂરી મળેલી છે. છતાં પણ હજુ શરૂઆત નથી થઈ. સાથો સાથ વોર્ડ નં.૧૩માં આવેલી લાયબ્રેરી આ લાયબ્રેરી ૩ વોર્ડને લાગુ પડે છે તે દરેક વ્યક્તિ માટે ખુલ્લી મુકવામાં આવે. તેના પર પ્રથમ પગલાઓ લેવામાં આવશે. ઉપરાંત પાણી ભરાવાના મુખ્ય પ્રશ્ર્નો છે. તેનું નિરાકરણ લેવામાં આવે છે. પબ્લીક નગર સેવકને નીમે છે તો દરેક વ્યક્તિની ફરજ છે. લોકોની જરૂરીયાત સંતોષવાની મારાથી બનતા પ્રયાસો હું મારી જનતા માટે કરીશ.

ગટર, રોડ-રસ્તા, સફાઈ પ્રાથમિક જરૂરીયાત, આ અંગે કામગીરી કરીએ છીએ: ભાજપ

વોર્ડ નં.૧૩માં હાલ ભાજપના કોર્પોરેટર જયાબેન ડાંગર અને નિતીનભાઈ રામાણી છે. જ્યારે કોંગ્રેસના જાગૃતીબેન ડાંગર અને રવજીભાઈ ખીમસુરીયા છે. ત્યારે ભાજપના નગરસેવક નિતીનભાઈ રામાણીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દર પાંચ વર્ષની આ પ્રોસેસ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની વોર્ડવાઈઝ તૈયારીઓ થઈ ગયેલ છે. ઉપરાંત પેઝ પ્રમુખની કામગીરી પણ ચાલુ જ છે. વોર્ડ નં.૧૩માં અનેક નાના મોટા ગટર, રોડ, રસ્તા સહિતના કામો કર્યા છે. જેથી જનતા પણ સુખી જીવન વિતાવી રહી છે. વોર્ડ નં.૧૩માં પ્રજા ભારતીય જન્તા પાર્ટી સાથે જ છે. હાલમાં કોંગ્રેસ અને આપ પોતાના તખ્તા તૈયાર કરી રહ્યાં છે ત્યારે ભાજપને કોઈ જ અસર નથી થવાની. ભાજપ તેની તૈયારીઓ કરી જ રહી છે. દરેક પક્ષો પોતાની રીતે પ્રયાસો કરે છે. પરંતુ અમારા કાર્યકર્તાઓ પાર્ટી સાથે રહી સરાહનીય કાર્ય કરે છે. જેનો અમને ગર્વ છે. આવનારા પાંચ વિસ્તારમાં ડી.આઈ. લાઈનના કામ પૂર્ણ કરી ચોવીસ કલાક પાણી આપવાનું કાર્ય કરીશું.

Loading...